શાહરૂખ અને રાજકુમાર હીરાણી લવ-સ્ટોરીમા સાથે કામ કરશે?

07 June, 2019 11:02 AM IST  |  | ઉપાલા કેબીઆર

શાહરૂખ અને રાજકુમાર હીરાણી લવ-સ્ટોરીમા સાથે કામ કરશે?

શાહરૂખ અને રાજકુમાર હીરાણી

શાહરુખ ખાન અને રાજકુમાર હીરાણી સાથે ફિલ્મ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ‘સંજુ’ બાદ રાજકુમાર હીરાણીએ એક પણ ફિલ્મની જાહેરાત નથી કરી. તેમનું નામ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટમાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ તેમના પર કોઈ પોલીસ-ફરિયાદ નહોતી થઈ. શાહરુખ ખાને પણ તેની ‘ઝીરો’ બાદ એક પણ ફિલ્મ સાઇન નથી કરી તેમ જ તેણે ફિલ્મ વિશે જાહેરાત પણ નથી કરી. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ફિલ્મને લઈને ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ પર કામ પૂરું થઈ ગયું છે એવી પણ ચર્ચા છે.

આ પણ વાંચો : અલી અબ્બાસ ઝફર અને સલમાન વચ્ચે થયો મતભેદ?

રાજકુમાર હીરાણીએ તમામ ફિલ્મ વિધુ વિનોદ ચોપડા સાથે મળીને પ્રોડ્યુસ કરી છે, પરંતુ આ ફિલ્મને તેઓ પોતાના બૅનર અને શાહરુખ ખાન સાથે મળીને પ્રોડ્યુસ કરશે એવી ચર્ચા છે. આ એક લવ-સ્ટોરી છે જેમાં ઇમોશનલ બાજુને પણ દેખાડવામાં આવશે. રાજકુમાર હીરાણીએ ૨૦૦૩માં આવેલી ‘મુન્નાભાઈ MBBS’ સૌથી પહેલાં શાહરુખને ઑફર કરી હતી. આ ફિલ્મને ૧૬ વર્ષ થયાં છે, પરંતુ હજી તેમણે સાથે કામ નથી કર્યું.

rajkumar hirani Shah Rukh Khan bollywood news