આર. બાલ્કીએ પૅડમૅનની સફળતાનું શ્રેય આપ્યું અરુણાચલ મુરુગનંથમને

14 August, 2019 12:03 PM IST  |  મુંબઈ

આર. બાલ્કીએ પૅડમૅનની સફળતાનું શ્રેય આપ્યું અરુણાચલ મુરુગનંથમને

આર. બાલ્કી

‘પૅડમૅન’ને બેસ્ટ ફિલ્મ ઑન સોશ્યલ ઇશ્યુઝ પર નૅશનલ અવૉર્ડ જાહેર થતાં ફિલ્મ મેકર આર. બાલ્કીએ એનો શ્રેય રિયલ પૅડમૅન અરુણાચલમ મુરુગનંથમને આપ્યો છે. આ ફિલ્મની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. ફિલ્મને કારણે જ મહિલાઓ અને પુરુષો જાહેરમાં સૅનિટરી પૅડ પર ચર્ચા કરવા લાગ્યા છે. આ ફિલ્મ ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટે જોવા મળ્યાં હતાં.

અરુણાચલમ મુરુગનંથમ

અરુણાચલમ મુરુગનંથમ તામિનલનાડુમાં માસિક ધર્મ અને એનાં માટે જરૂરી સ્વચ્છતા સંદર્ભે મહિલાઓમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેમનાં જીવન પર જ આ ફિલ્મ આધારિત હતી. આ જ કારણ છે કે ફિલ્મને મળેલી સફળતાનો જશ અરુણાચલમ મુરુગનંથમને આપતાં આર. બાલ્કીએ કહ્યું હતું કે ‘ફિલ્મને મળેતી જીત બાદ જે પહેલો વિચાર મારા દિમાગમાં આવ્યો તે એ હતો કે આ નૅશનલ અવૉર્ડનો ખરો હકદાર મુરુગનંથમ છે.

આ પણ વાંચો : અનુપમ ખેરે PM મોદીને આપી પોતાની આત્મકથા, PMએ આપ્યો આ જવાબ

સિનેમાનાં ઇતિહાસમાં આવુ પહેલીવાર બન્યું છે કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન પર ફિલ્મ બનાવવામાં આવી હોય. જોકે ફિલ્મની જર્ની તેનાં કામને કારણે શરૂ થઈ છે. એથી હું એમ કહેવા માગુ છું કે સફળતાનો શ્રેય તેને જાય છે. હા અમે ફિલ્મ પર કામ કર્યું, પરંતુ આ મુરુગનંથમની વિચારધારા અને તેની જર્ની છે. તે એક અતુલનિય વિચારધારા ધરાવનાર વ્યક્તિ છે. તે સૌના માટે પ્રેરણાં સ્ત્રોત છે.’

bollywood news