કરિશ્મા કપૂરનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, મનાવી રહી છે લંડનમાં વેકેશન

26 June, 2019 01:23 PM IST  | 

કરિશ્મા કપૂરનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, મનાવી રહી છે લંડનમાં વેકેશન

કરિશ્મા કપૂરનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર એટલી જ એક્ટિવ છે. કરિશ્મા કપૂર ઘણીવાર બહેન કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે જોવા મળે છે. હાલ કરિશ્મા કપૂર બહેન કરીના અને સૈફ અલી ખાન સાથે લંડનમાં વેકેશન મનાવી રહી છે. કરિશ્મા કપૂરે તેનો જન્મ દિવસ પણ લંડનમાં મનાવ્યો હતો. કરિશ્મા કપૂર આટલા વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર હોવા છતાં પણ ફીટ અને બોલ્ડ છે. પોતાના જન્મ દિવસે કરિશ્માએ બ્લેક બિકિનીમાં સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો હતો જેને કેપ્શન આપ્યું હતું, દરેક ઉમરે પોતાની જાતને પ્રેમ કરો.' કરિશ્મા કપૂર 45 વર્ષની ઉમરે પણ બોલ્ડ અને સેક્સી લાગી રહી છે.

કરિશ્મા કપૂર સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટોઝ પોસ્ટ કરતી હોય છે. કરિશ્મા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર પૂલ સાઈડનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોમાં કરિશ્મા કપૂર બોલ્ડ બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે. આ સિવાય પણ કરિશ્મા કપૂરે લંડનમાં તેની બર્થ-ડે પાર્ટીના ફોટોઝ શૅર કર્યા હતા. કરિશ્મા કપૂર પાર્ટીમાં કરીના અને સૈફ સાથે જોવા મળી રહી છે. પાર્ટીમાં કરીના અને કરિશ્માં બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ દેખાઈ રહી છે.

આ પણ વાંચો: દોઢ લાખ કરતા પણ વધારે વાર જોવાયો સલમાન ખાનનો આ વીડિયો, જાણો કારણ

ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં ટોચની હિરોઈન ગણાતી એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત 17 વર્ષની ઉંમરમાં 1991માં આવેલી ફિલ્મ 'પ્રેમ કેદી'થી કરી હતી. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર પોતાની કરિયરમાં રાજા બાબુ, કુલી નંબર વન, બીવી નંબર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂકી છે. આજે ભલે કરિશ્મા બોલીવુડથી દૂર હોય, પરંતુ તેનું ફૅન ફોલોઈંગ યથાવત્ છે.

karishma kapoor gujarati mid-day bollywood gossips