સલમાનનો ફોટો કેમ ખિસ્સામાં રાખતા હતા જૅકી શ્રોફ ?

07 June, 2019 10:43 AM IST  |  મુંબઈ

સલમાનનો ફોટો કેમ ખિસ્સામાં રાખતા હતા જૅકી શ્રોફ ?

જૅકી શ્રોફ

જૅકી શ્રોફે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનને ફિલ્મોમાં કામ મળે એ માટે તેનો ફોટો તેઓ પોતાના ખિસ્સામાં રાખીને કેટલાક પ્રોડ્યુસરોને વિનંતી કરતા હતા. જૅકી શ્રોફે ‘ભારત’માં સલમાનના પિતાનો રોલ કર્યો છે. સલમાનની પ્રશંસા કરતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘હું ૧૯૮૮માં આવેલી ‘ફલક’ના શૂટિંગ દરમ્યાન તેના ફોટો ક્લિક કરતો હતો અને તેને હંમેશાં મારા પૉકેટમાં રાખીને પ્રોડ્યુસરોને દેખાડતો હતો. તેમને સતત કહેતો હતો કે સલમાનને ફિલ્મમાં લેવામાં આવે. મેં કે. સી. બોકાડિયા, સુભાષજીને સલમાનને કાસ્ટ કરવા માટે કહ્યું હતું. મને એ વખતે લાગતું હતું કે આ બાળક સ્ટાર બનશે. મારા માટે તે બાળક જ હતો અને આજે પણ તે મારા માટે બાળક જ છે.’

આ પણ વાંચો : આમિર ખાન અને શાહરુખ ખાન કરતાં હજી પાછળ સલમાન ખાન

‘ભારત’માં જૅકી શ્રોફે નાનકડી, પરંતુ અગત્યની ભૂમિકા ભજવી છે. સલમાનના રોલ વિશે જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘સલમાનને ‘ભારત’માં મારા દીકરાનું પાત્ર ભજવતી વખતે મારી આંખોમાં આંખો પરોવવી જરૂરી હતી. તેના પિતાનું પાત્ર ભજવીને હું ખુશ છું. ‘ભારત’માં મારો રોલ ફિલ્મની કરોડરજ્જુ સમાન છે જે પૂરી ફિલ્મ દરમ્યાન કાયમ રહે છે.’

jackie shroff Salman Khan bollywood news