આર્મી ઑફ ધ ડૅડનું શૂટિંગ પૂરુ કર્યું હુમા કુરેશીએ

20 October, 2019 01:12 PM IST  |  લૉસ ઍન્જલસ

આર્મી ઑફ ધ ડૅડનું શૂટિંગ પૂરુ કર્યું હુમા કુરેશીએ

હુમા કુરેશી

હુમા કુરેશીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ફિલ્મ ‘આર્મી ઑફ ધ ડૅડ’નું શૂટિંગ પૂરુ કર્યું છે. આ ફિલ્મને અમેરીકન ફિલ્મ મેકર ઝૅક સ્નાઇડરે બનાવી છે. ઝૅક સ્નાઇડરે ‘ડૉન ઑફ ધ ડૅડ’ બનાવી હતી. આ ફિલ્મ લાસ વેગાસનાં ઝોમ્બી પર આધારિત છે. ફિલ્મનાં ક્લેપબૉર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હુમાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મનું શૂટિંગ પૂરુ થયુ છે. હું આ સ્પેશ્યલ ‘આર્મી ઑફ ધ ડૅડ’ના શૂટિંગ માટે જુલાઈથી અમેરીકામાં છું. તમને સૌને આ ફિલ્મ દેખાડવા માટે ખૂબ ઉત્સાહિત છું.’

huma qureshi bollywood news