ગલી બૉયના સિદ્ધાંત ચતુર્વેદીની ઍક્ટિંગના કાયલ થયા બિગ બી

24 February, 2019 09:36 AM IST  | 

ગલી બૉયના સિદ્ધાંત ચતુર્વેદીની ઍક્ટિંગના કાયલ થયા બિગ બી

સિદ્ધાંત ચતુર્વેદી

‘ગલી બૉય’ના સિદ્ધાંત ચતુર્વેદીની ઍક્ટિંગ જોઈને અમિતાભ બચ્ચન ખૂબ પ્રભાવિત થયા છે. આ ફિલ્મમાં સિદ્ધાંત MC શેરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. અમિતાભ બચ્ચને ફિલ્મ જોયા બાદ તેને પ્રશંસા કરતો પત્ર અને ફૂલોનો બુકે મોકલ્યા હતા. અમિતાભ બચ્ચન પાસેથી મળેલી આ ભેટથી સિદ્ધાંત ખૂબ ખુશ થઈ ઊઠ્યો હતો. આ પત્ર અને ફૂલોનો બુકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાંતે કૅપ્શન આપી હતી કે ‘રિસ્પેક્ટેડ સર, તમારા તરફથી મળેલી ભેટ અને આર્શીવાદ મારા માટે ખૂબ જ અણમોલ છે. આ ખુશીને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. આ મારા માટે સૌભાગ્યની સાથે જ ગર્વની ક્ષણ છે. હું હવે તમારા ચરણસ્પર્શ કરવા માગું છું.’

આ પણ વાંચો : ટૂંક સમયમાં સ્ક્રીન પર સાથે દેખાશે શાહરુખ ખાન-અમિતાભ બચ્ચન

ગલી બૉય પહોંચી ગઈ ૧૦૦ કરોડની ક્લબમાં

૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘ગલી બૉય’ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અગત્યની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. ઝોયા અખ્તરની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ૫૦થી ૫૫ કરોડમાં બનેલી આ ફિલ્મે ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

amitabh bachchan bollywood news