કચ્છની મહિલાઓના સશક્તીકરણની વાત કરવામાં આવી છે ફિલ્મ હેલ્લારોમાં

25 August, 2019 12:57 PM IST  |  અમદાવાદ

કચ્છની મહિલાઓના સશક્તીકરણની વાત કરવામાં આવી છે ફિલ્મ હેલ્લારોમાં

‘હેલ્લારો’

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નૅશનલ અવૉર્ડ જાહેર થતાં ફિલ્મની ટીમમાં અનેરી ખુશી છવાઈ ગઈ છે. આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર અભિષેક શાહ છે. ‘હેલ્લારો’ના ડાયલૉગ સૌમ્ય જોશીએ લખ્યા છે. ફિલ્મની પૂરી ટીમ અમદાવાદના રેડિયો સિટી 91.1 FMના સ્ટુડિયોમાં પહોંચી હતી. અવૉર્ડની જાહેરાત જે દિવસે થવાની હતી એ વખતે કેવી સ્થિતિ હતી એ વિશે ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહે કહ્યું હતું કે ‘અમને ટ્‍‍વિટરના માધ્યમથી જાણ થઈ હતી કે અવૉર્ડની જાહેરાત થવાની છે. એને જોતાં યુટ્યુબ પર જે લાઇવ કાઉન્ટડાઉન થતું હોય છે એ માટે અમે બધા બેસી ગયા હતા.

આ પણ વાંચો : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ બની પલક સિદ્ધવાણી

આ વાતની જાણ થતાં અમારી આસપાસના લોકો પણ અમારી ઑફિસે આવી ગયા હતા. એ વખતે પહેલું જ અનાઉન્સમેન્ટ એ થયું હતું કે સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ એક ગ્રુપને આપવામાં આવે છે. ત્યાર બાદ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના નામની ઘોષણા કરવામાં આવી હતી. એ અમારા માટે ગ્રેટ મોમેન્ટ હતી.’

gujarati film