સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે દિલજિત દોસંજને

20 April, 2019 12:27 PM IST  | 

સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે દિલજિત દોસંજને

દિલજિત દોસંજ

દિલજિત દોસંજનું કહેવું છે કે તેને સાઉથ ઇન્ડિયન ફિલ્મો ખૂબ પસંદ છે એથી જો સારી ઑફર મળી તો તે જરૂર એ ફિલ્મમાં કામ કરશે. આ વિશે વધુ જણાવતાં દિલજિતે કહ્યું હતું કે ‘મને સાઉથ ઇન્ડિયન ફિલ્મો, એની ઍક્શન અને બધું જ પસંદ છે. મારો મેકઅપ મૅન સાઉથનો છે. તે સતત મને સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર્સનાં નામો અને તેમના વિશે માહિતી આપે છે. જો મને સાઉથમાંથી સારી ફિલ્મ મળી તો હું ચોક્કસ એ ફિલ્મ કરીશ.’

૨૦૧૧માં આવેલી પંજાબી ફિલ્મ ‘ધ લાયન ઑફ પંજાબ’થી પોતાની કરીઅરની શરૂઆત કરનાર દિલજિતે ૨૦૧૬માં આવેલી ‘ઉડતા પંજાબ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પંજાબી ફિલ્મ સંદર્ભે દિલજિતે કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે મેં મારી જર્નીની શરૂઆત પંજાબથી કરી હતી. મારું માનવું છે કે પંજાબી ભાષામાં જે રીતે હું મારી લાગણી વ્યક્ત કરી શકું છું એ રીતે હું કદાચ ઇંગ્લિશ અને હિન્દીમાં ન કરી શકું. પંજાબી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હું જેમ ચાહું એ રીતે ફિલ્મ બનાવી શકું છું. ગયા વર્ષે મેં ‘સજજ્ન સિંહ રંગરૂટ’ ફિલ્મ બનાવી હતી. એ એક વૉર પર આધારિત ફિલ્મ હતી.

આ પણ વાંચો : સિન્ગિંગને ફર્સ્ટ લવ જણાવ્યું પરિણીતી ચોપડાએ

કમર્શિયલી એ એટલી સફળ ન થઈ, પરંતુ મારે આ વિષય પર ફિલ્મ બનાવવી હતી એથી મેં બનાવી હતી. બૉલીવુડમાં મારી પાસે એ આઝાદી નથી કે હું મારી ઇચ્છા પ્રમાણે ફિલ્મ બનાવી શકું. બૉલીવુડમાં મોટા બજેટની ફિલ્મો બને છે અને એ લેવલ સુધી હું નથી પહોંચી શક્યો.’

diljit dosanjh bollywood news