Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મ 122 કરોડને પાર

09 June, 2019 02:11 PM IST  |  મુંબઈ

Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મ 122 કરોડને પાર

સલમાન ખાનની ફિલ્મ ભારત આ વર્ષની ફેન્સ માટે મોસ્ટ અવેઈડેટ ફિલ્મ હતી. કેટરીના કૈફ અને સલમાન ખાન સ્ટારર ભારત બોક્સ ઓફિસ પર હિટ જઈ રહી છે. ભારત આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હિટ સાબિત થઈ રહી છે. અને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા તેના બોલતા પુરાવા છે. રિલીઝ થયાના ચોથા દિવસે જ ફિલ્મ 122.20 કરોડની કમાણી કરી ચૂકી છે.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને ભારતનું બોક્સ ઓફિસ કલેક્શન કન્મફર્મ કર્યું છે. તરણ આદર્શે પોતાના ટ્વિટમાં લખ્યું,'ભારત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ચોથા દિવસે બિઝનેસ વધ્યો છે. મલ્ટીપ્લેક્સમાં સારો રિસ્પોન્સ છે, સિંગલ સ્ક્રીન્સ પણ શાનદાર ચાલી રહી છે. આજના દિવસે પણ કમાણી વધી શકે છે. બુધવારે 42.30 કરોડ, ગુરુવારે 31 કરોડ, શુક્રવારે 22.20 કરોડ, શનિવારે 26.70 કરોડ. ટોટલ 112.20 કરોડ. ભારતનો બિઝનેસ'

ભારત અને દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપ મેચ છતાંય પહેલા દિવસે ભારતના બોક્સ ઓફિસ કલેક્શન પર કોઈ અસર નહોતી પડી. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી ફિલ્મ ભારત 2014માં આવેલી કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધરનું ઓફિશિયલ એડેપ્ટેશન છે. અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનની આ સાથે ત્રીજી ફિલ્મ છે. આ પહેલા બંને સુલ્તાન અને ટાઈગર ઝિંદા હૈમાં સાથે કામ કરી ચૂક્યા છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત ભારતમાં દિશા પટણી, સુનીલ ગ્રોવર, જૅકી શ્રોફ, નોરા ફતેહી અને સોનાલી કુલકર્ણી છે. આ ફિલ્મમાં સલમાન ખાન પાંચ જુદા જુદા લૂકમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં કેરેક્ટરની 60 વર્ષની જર્ની બતાવવામાં આવી છે. બાળપણથી લઈ 20 વર્ષની ઉંમરથી લઈ 70 વર્ષ સુધીનો રોલ સલમાન ખાને કર્યો છે.

આ પણ વાંચોઃ 'ભારત' બાદ નવા અવતારમાં જોવા મળશે સલમાન ખાન, જુઓ ટ્વિટ

સલમાન ખાનની ભારતને અતુલ અગ્નિહોત્રી, ભૂષણકુમાર, ક્રિષ્ન કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ 5 જૂને ઈદના દિવસે રિલીઝ થઈ હતી. હવે સલમાન ખાન પ્રભુદેવાની દબંગ થ્રી અને સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ઈન્શાહઅલ્લાહમાં દેખાશે

Bharat box office Salman Khan katrina kaif bollywood ali abbas zafar