નાઇટફૉલ ન થાય એ માટે શું કરવું?

04 December, 2020 01:28 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

નાઇટફૉલ ન થાય એ માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૨૦ વર્ષ છે. હાલમાં હૉસ્ટેલમાં રહું છું અને ગ્રૅજ્યુએશન કરું છું. મારી સાથે રહેતા છોકરાઓ હાફ ન્યુડ મૉડલ્સનાં પોસ્ટર્સ રૂમમાં ચોંટાડેલાં રાખે છે અને ક્યારેક તો તેમની ફૅન્ટસીની વાતો કરે છે ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે. નાઇટફૉલ તો થાય જ છે, પણ ક્યારેક તો દિવસે આવી વાતો ચાલતી હોય ત્યારે પણ ચીકણું પારદર્શક પ્રવાહી નીકળે છે. એને કારણે અન્ડરવેઅર પર ડાઘા પડી જાય છે. મોં છુપાઈને ચેક કર્યું તો મારી સાથે રહેતા ઘણા છોકરાઓની અન્ડરવેઅર પર આવા ડાઘા હોય છે. હું પ્રાઇવેટ પાર્ટની ચોખ્ખાઈ ખૂબ રાખતો હોવા છતાં ચીકાશ નીકળવાનું પ્રમાણ ઘટતું નથી. મારે પ્રૉપર હાઇજીન માટે તેમ જ નાઇટફૉલ ન થાય એ માટે શું કરવું?
જવાબ- વીસ વર્ષની ઉંમરે યુવકોનું કલ્પનાજગત રંગીન હોય એ સ્વાભાવિક છે. એવી ફૅન્ટસીઓથી તમને ઉત્તેજના અનુભવાય છે એ બતાવે છે કે તમે નૉર્મલ છો. એનાથી ચિંતિત થવાની નહીં પણ રાહત અનુભવવાની જરૂર છે. હા, આવી ઉત્તેજના વખતે સેલ્ફ-કન્ટ્રોલ બહુ જ જરૂર છે. આવેગ કે આવેશમાં તમે ક્ષણિક સંતોષ મેળવી લેવાનું પસંદ ન કરી લો એ બહુ જ જરૂરી છે.
નાઇટફૉલ થવો એ પણ સ્વાભાવિક છે. પુરુષના શરીરમાં વીર્ય બનવાનું કામ સતત ચાલ્યા કરે છે. હવે જો પાણી ભરેલા ગ્લાસમાં તમે સતત પાણી ઉમેર્યા કરો તો શું થાય? પાણી છલકાઈ ઊઠે. એટલે જો તમે જાતે સ્ખલન ન કરો તો વીર્ય પણ નાઇટફૉલરૂપે છલકાઈ ઊઠે છે. વીસ વર્ષની વયે હૉર્મોન્સ એની ચરમ પર હોય ત્યારે આવું થવું સ્વાભાવિક છે. એને રોકવાની કોશિશ કરવાની જરૂર નથી.
પ્રૉપર હાઇજીન માટે તમારે દિવસમાં બે વાર પ્રાઇવેટ પાર્ટને સાદા સાબુથી અને ખૂબબધા ચોખ્ખા પાણીથી સાફ કરવાની આદત રાખવી. હંમેશાં કૉટનની જ અન્ડરવેઅર પહેરવી. જો એમાં ચીકાશ વધુ રહેતી હોય તો સાબુ નાખીને ગરમ પાણીમાં અડધો કલાક બોળી રાખવી અને ધોયા પછી તડકામાં સૂકવવી. એ ભાગના વાળને નિયમિતપણે ટ્રિમ કરીને રાખવા જેથી પરસેવો થતો અને મેલ જામતો અટકે.

sex and relationships columnists dr ravi kothari