ફ્લૅટ ફુટનો ઉપાય શું?

22 November, 2021 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરે મને કહ્યું કે મારો પગ એકદમ સપાટ છે. જોકે મારા પગ તો નાનપણથી જ આવા છે. એટલે મને આ તકલીફ થાય છે. મારા મિત્રો હંમેશાં કહેતા કે મારી ચાલવાની સ્ટાઇલ એકદમ જુદી છે, પણ મેં ક્યારેય એના પર ધ્યાન ન આપ્યું. હવે આ ફ્લૅટ ફુટનું શું કરવું? 

પ્રતીકાત્મક તસવીર

હું ૪૫ વર્ષનો છું. મને કમર અને એનાથી નીચેના દરેક ભાગમાં એટલે કે કમર, હીપ્સ, સાથળ, નીચેના પગ, અંગૂઠો, એડી, ઘૂંટણ, ઘૂંટી વગેરેમાંથી કોઈ પણ જગ્યાએ માઇલ્ડથી લઈને અસહ્ય એવું પેઇન થયા કરે છે. જ્યારે વધુ ચાલુ છું અને ક્યારેક લાંબો સમય ઊભા રહેવાને કારણે પણ પેઇન થાય છે. ડૉક્ટરે મને કહ્યું કે મારો પગ એકદમ સપાટ છે. જોકે મારા પગ તો નાનપણથી જ આવા છે. એટલે મને આ તકલીફ થાય છે. મારા મિત્રો હંમેશાં કહેતા કે મારી ચાલવાની સ્ટાઇલ એકદમ જુદી છે, પણ મેં ક્યારેય એના પર ધ્યાન ન આપ્યું. હવે આ ફ્લૅટ ફુટનું શું કરવું? 

ફ્લૅટ ફુટ એક સામાન્ય સમસ્યા છે. એના પર ધ્યાન ન આપીએ તો મોટા ભાગે ઉંમર વધે પછી જ સમજાય છે. લગભગ દર ૧૦માંથી એક વ્યક્તિના પગ સપાટ હોય છે. એમાંથી ૯૦ ટકા લોકોના પગ જન્મજાત જ સપાટ હોય છે એટલે એ ક્યારેય ઠીક થતો નથી, કારણ કે એ તમારા શરીરનો બાંધો છે. એટલે જ એ કોઈ ખાસ તકલીફ આપતું પણ નથી. જોકે અમુક ઉંમર પછી તકલીફો શરૂ થાય છે. આ પ્રકારનો બાંધો જ્યારે તકલીફ આપવા લાગે ત્યારે કોઈક ઉપાય તો કરવો જ રહ્યો. કોઈ પણ રીતે આપણે પગની રચનાને તો બદલી શકતા નથી, પરંતુ પગને ચોક્કસ સપોર્ટ એવો આપી શકીએ છીએ જેનાથી ફ્લૅટ ફુટને કારણે ઉદ્ભવતી સમસ્યાથી બચી શકાય. 
એના માટે યોગ્ય શૂઝની પસંદગી અને એ શૂઝની અંદર ઑર્થોટિક ઇન્સોલ્સનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે. ઑર્થોટિક ઇન્સોલ્સ આમ તો અમુક ખાસ દુકાનોમાં વેચાવા લાગ્યા છે, પરંતુ કોઈ પણ ઇન્સોલ્સ વાપરવાથી ફાયદો થતો નથી. દરેક વ્યક્તિ માટે ઇન્સોલ્સ કસ્ટમાઇઝ્ડ રીતે બનાવવામાં આવે તો જ તેને ફાયદો કરે છે. એ માટે નિષ્ણાત પાસે જઈને ચકાસણી કરાવવી અને યોગ્ય માપ દઈને તમારી જરૂરિયાત પ્રમાણેના ઇન્સોલ્સ બનાવવા. આ ઇન્સોલ્સને શૂઝમાં નાખીને હંમેશાં પહેરવા. એનાથી પગને સપોર્ટ મળે છે, જર્ક કે શૉક લાગતો નથી અને એને કારણે થતા પ્રૉબ્લેમ્સ પણ ઉદ્ભવતા નથી અથવા ઓછા થાય છે. ઇન્સોલ્સ સિવાય પગના તળિયાના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે અમુક એક્સરસાઇઝ પણ સાથે દરરોજ રૂટીનમાં કરવી અગત્યની છે. એ ઘણી મદદરૂપ થાય છે. જો તમે નાનપણથી જ ઇન્સોલ્સ પહેર્યા હોત તો આજે તમારા પગ એટલા સપાટ ન રહ્યા હોત જેટલા છે, કારણ કે નાનપણમાં એને થોડા મૉડિફાય કરી શકાય છે.

columnists health tips