સમાગમ પછી બળતરા, મેનોપૉઝ અને મુડ સ્વિંગ્ઝનું શું થઇ શકે?

14 May, 2020 02:31 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

સમાગમ પછી બળતરા, મેનોપૉઝ અને મુડ સ્વિંગ્ઝનું શું થઇ શકે?

પ્રતિકાત્મક તસવીર

સવાલ- મારી અને પત્નીની ઉંમર ૪૯ વર્ષ છે. પત્નીને મેનોપૉઝની શરૂઆત થઈ ગઈ છે. એને કારણે પિરિયડ્સમાં અનિયમિતતા આવી ગઈ છે. ક્યારેક તો ત્રણ-ચાર મહિના લંબાઈ જાય તો ક્યારેક વીસ દિવસે આવી જાય. સમસ્યા એ છે કે અત્યાર સુધી અમે ગર્ભનિરોધ માટે પુલઆઉટ મેથડ વાપરતાં હતાં. લગભગ છેલ્લાં દસ વર્ષથી આમ જ કરતાં હતાં, પરંતુ હવે માસિક અનિયમિત થવાને કારણે તેને ચિંતા રહે છે કે આ ઉંમરે પ્રેગ્નન્સી રહી જશે તો ભૂંડું લાગશે. એ જ કારણે હવે તે સેક્સ જ અવૉઇડ કરે છે. હવે તેને સમાગમની ઇચ્છા જ નથી થતી. જ્યારે પણ હું ઇચ્છા વ્યક્ત કરું છું ત્યારે તે રડવા માંડે છે ને કહે છે કે હવે હું તમારી જરૂરિયાત પૂરી નહીં કરી શકું. મારે પણ વાયેગ્રા લેવી પડે છે તો જ બરાબર ઉત્તેજના આવે છે. બેથી ત્રણ વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે સમાગમ પછી અમને બન્નેને ખૂબ બળતરા થઈ. માનસિક રીતે તે તૈયાર નહોતી એમાં પ્રાઇવેટ પાર્ટ્સમાં પેઇન અને જલન કેમ થાય?
જવાબ- મેનોપૉઝ આવવાથી થોડાક સમય માટે કામેચ્છા ઠંડી પડી જઈ શકે છે, કેમ કે આ સમયગાળા દરમ્યાન સ્ત્રીના શરીરમાં હૉર્મોન્સની મોટા પાયે ઊથલપાથલ થાય છે. આ પરિવર્તનો ટેમ્પરરી હોય છે. સૌથી પહેલાં તો તમારે પ્રેગ્નન્સીનું ટેન્શન દૂર કરવું જોઈએ. જ્યારે માસિક અનિયમિત હોય અને પ્રોટેક્શન ન વાપરવામાં આવ્યું હોય તો ચિંતા થવી સહજ છે. પત્ની મુક્તમને તૈયાર થઈ શકે એ માટે તમે કૉન્ડોમનો ઉપયોગ કેમ નથી કરતા? ભલે તમે અત્યાર સુધી પુલઆઉટ મેથડ વાપરીને સેફ રહ્નાં, કદાચ હવે પણ રહી શકો છો એવો કૉન્ફિડન્સ હશે, પણ જો એની માનસિક ચિંતા પત્નીનો રસ ઉડાડી દેતી હોય તો તમારે ચોક્કસપણે એ માટે સમજણ દાખવવી જોઈએ.
બીજું, મેનોપૉઝ દરમ્યાન હૉર્મોન્સની ઊણપને કારણે યોનિમાર્ગમાંથી પૂરતું લુબ્રિકેશન થતું ઘટી જાય છે. એને કારણે ઇન્દ્રિયપ્રવેશ દરમ્યાન અને ઘર્ષણ દરમ્યાન સ્ત્રીને બળતરા થઈ શકે છે. પૂરતો સમય ફોરપ્લે પછી પણ જો યોગ્ય ચીકણાહટ ન આવતી હોય તો યોનિમાર્ગ પાસે ચોખ્ખું કોપરેલ લગાવો.

sex and relationships dr ravi kothari columnists