બસ્તીનાં હથિયાર

03 May, 2020 07:51 PM IST  |  Mumbai Desk | Vivek Agarwal

બસ્તીનાં હથિયાર

ફાઇલ ફોટો

મુંબઈનું અપરાધજગત.

અનેક સંગઠિત ગૅન્ગની દુનિયા.
દેશમાં સરસ અને અસરકારક હથિયારોનું સૌથી મોટું બજાર.
અહીં સારાં હથિયારોની એટલી જ ડિમાન્ડ છે જેટલી નશાખોરોમાં કોકેનની.
આ હથિયારો ચાહે ગમે ત્યાંથી મળે, ગમે તે રીતે મળે કે ગમે તે લાવી આપે.
સંગઠિત ગૅન્ગના સુપારી લઈને કામ કરતા હત્યારા હોંશે-હોંશે તેમનું સ્વાગત કરે છે.
તો શું ભારતથી પણ મુંબઈના ધનવાનોને હથિયારોની ખેપ મળે છે?
હા. એક હકીકત એ છે કે ઉત્તર પ્રદેશના બસ્તી પ્રદેશના બેરોજગાર યુવકોનાં જૂથો પહેલાં દેશી કટ્ટા મુંબઈ લાવીને વેચતા હતા, જેનો ઉપયોગ મુંબઈના માફિયા મોટા પાયે કરતા આવ્યા છે.
હથિયારોની દાણચોરી કરતી અને વેચતી બસ્તીની આવી જ એક નાની ગૅન્ગના સભ્યો મુંબઈની બેકરીઓમાં કામ કરતા હતા અને ત્યાંથી જ ‘માલ’ની ડિલિવરી કરતા હતા. ગૅન્ગના સભ્યો બાંદરાની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.
એક ગૅન્ગને મુંબઈ પોલીસની ગુના શાખાએ પકડી હતી. જે ગૅન્ગને પોલીસે ઝડપી હતી એમાં ત્રણ યુવકો પાસેથી કુલ ૧૨ કટ્ટા મળ્યા હતા.
જૂન ૨૦૧૧ની વાત છે. હથિયાર ગૅન્ગનો એક સભ્ય આ રહસ્ય પરથી પડદો ઉઠાવનાર ઇન્સ્પેક્ટર શ્રી વર્પે પાસે ૧૫ લાખ રૂપિયા રોકડા લઈને પહોંચ્યો હતો.
ઇન્સ્પેક્ટર વર્પેએ તેની સાથે મીઠી-મીઠી વાતો કરીને પૈસા લેવાના બહાને તેને થાણે સુધી બોલાવ્યો. ત્યાં પહોંચતાંવેંત રિશવત આપવાના આરોપમાં તેને પકડી લીધો હતો.
તે સભ્ય ગૅન્ગની માહિતી પોલીસને આપનારા બાતમીદારની વિગતો મેળવવા માટે ઇન્સ્પેક્ટર વર્પેને આ રકમ આપવા માગતો હતો, પણ આ અધિકારી પોતાના બાતમીદારો વિશે કોઈને કદી ગંધસરખીય આવવા દેતો નહીં.
આ કારણોસર જ ખબરીઓ (બાતમીદારો) આંખ બંધ કરીને તેમના પર વિશ્વાસ મૂકે છે. પરિણામે બસ્તીનાં હથિયારોના આગમન પર ખાસ્સી બ્રેક લાગી ગઈ.
હથિયારોના મામલે મુંબઈ માફિયાના શૂટરો વિશ્વાસપાત્ર હથિયારો પર પસંદગી ઢોળે છે. તેઓ કહે છે:
કટ્ટા હોય કે કૅસેટવાળા, માલ રાપચિક હોવો જોઈએ.

vivek agarwal columnists weekend guide