પેણામ - પ્રણામ

21 May, 2019 04:46 PM IST  |  | વસંત મારુ - કચ્છી કોર્નર

પેણામ - પ્રણામ

કચ્છ એટલે રણ, દરિયા અને ડુંગર વચ્ચે ઘેરાયેલો પ્રદેશ અને એક નાના રાજ્ય જેટલો મોટો પ્રદેશ. અનેક જ્ઞાતિઓ, સંસ્કૃતિ અને કલાનો ત્રિવેણીસંગમ એટલે કચ્છ. કચ્છથી પ્રયાણ કરી અનેક જ્ઞાતિના લોકો મુંબઈથી માંડી આફ્રિકા, અમેરિકા, ઇંગ્લૅન્ડ જેવા દેશ-વિદેશમાં વસ્યા. આ મહેનતકશ પ્રજા દરેક ઠેકાણે પોતાનો પગદંડો જમાવીને પણ પોતાના માદરે વતનને વીસરી નથી.

ઈમાનદારી, મહેનત અને સ્વપ્નદ્રષ્ટા કચ્છીઓ મુંબઈમાં વસીને કચ્છી નાટકો દ્વારા, સંગીત દ્વારા, ઉત્સવો દ્વારા પોતાના કચ્છિયતને વીસર્યા નથી. આવા તમામ બહુરંગી કચ્છી ભાઈ-બહેનોને ‘પેણામ’ કહી ‘મિડ-ડે’માં સ્વાગત કરીએ છીએ.

આજથી શરૂ થતા આપણા મિડ-ડે મિલનમાં આપની લાગણીઓ, આપના પ્રશ્નો, આપની ઉજવણીઓ, આપની એક-એક વાત ‘મિડ-ડે’માં રજૂ કરી વિશ્વભરમાં વસતા તમામ કચ્છી ભાઈ-બહેનોને પહોંચાડીશું એ અમારો હેતુ માત્ર એક જ છે, આપ સર્વ વચ્ચે સેતુ બનવાનો...

બિન્દાસ બનીને આપની વાતો અમને પહોંચાડશો તો અમે આ પાના પર પ્રગટ કરી મુંબઈનાં તમામ કચ્છી ભાઈ-બહેનોને પહોંચાડીશું અને શરૂ થશે આપણો એક પ્રેમાળ નાતો...-

આ પણ વાંચો : કૉલમ : હાણે અચીંધી મજા!!!

ત અચીજા ભા ને ભેણું, દરેક મંગળવાર જો મેલધાશી... પેણામ... (લેખક, નાટ્યસર્જક)

kutch rann of kutch columnists