સમાગમ દરમિયાન 3-4 મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે શું કરું?

10 April, 2020 07:32 PM IST  |  Mumbai Desk | Dr. ravi kothari

સમાગમ દરમિયાન 3-4 મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્નને દોઢ વરસ થયું છે. લગ્ન પહેલાં એક ગર્લફ્રેન્ડ સાથે મારે ફિઝિકલ સંબંધો પણ હતા. જોકે લગ્ન બીજી છોકરી સાથે થઈ ગયાં. મને મારી પત્ની પણ એટલી જ પસંદ છે, પરંતુ છેલ્લા કેટલાક વખતથી મારી જૂની ગર્લફ્રેન્ડના ફોન આવ્યા કરે છે. હું તેને બે વખત મળ્યો પણ છું, છતાં તે હજી વધુ ઇન્ટિમસીની માગણી કરે છે. આ બધી ગરબડને કારણે મારું મન કામમાં કે ઘરમાં ક્યાંય નથી લાગતું. સેક્સની ઇચ્છા પણ ઘટી ગઈ છે, ક્યારેક પત્નીને મન છે એવું લાગે તો સમાગમ કરું છું, પણ એ વખતે ત્રણ-ચાર મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. ત્રણ મહિનાથી સતત આ જ સમસ્યા છે. હવે તો વાઇફનો મૂડ પણ બગડી જાય છે. પોઝિશનમાં બદલાવ કર્યો અને પત્નીને ઉપરની તરફ રાખીને સમાગમ કરવાની કોશિશ પણ નાકામિયાબ નીવડી છે. 

જવાબ : જ્યારે તકલીફ મનમાં હોય ત્યારે બહાર એનાં સોલ્યુશન શોધવાથી કોઈ અસર ન થાય એ સ્વાભાવિક છે. જો શારીરિક કારણોસર શીઘ્રસ્ખલન થતું હોય તો દવા અને આસન બન્નેથી મદદ થાય, પરંતુ જ્યાં સુધી મનમાં ઍન્ગ્ઝાયટી રહે છે ત્યાં સુધી એ બન્ને નકામાં છે. ભૂતકાળની ચિંતાની સાથે હવે જૂની ગર્લફ્રેન્ડને લીધે અકારણ ઍન્ગ્ઝાયટીનો પણ ઉમેરો થયો છે. એ તમારો લગ્ન પહેલાંનો સંબંધ હતો ને હવે એને છુપાવવા માટે થઈને તમે લગ્ન પછી તેની સાથે ઇન્ટિમેટ થશો તો વધુ મુસીબતમાં સપડાશો. લગ્ન પછી તમે વાઇફને જ વફાદાર રહેશો તો ગર્લફ્રેન્ડ તમને કોઈ પણ રીતે બ્લૅકમેઇલ નહીં કરી શકે.

મન વિહવળ હોય ત્યારે તમે બહારથી ગમે એવી પોઝિશન અપનાવો, એની અસર કેવીરીતે થાય? ભલે મેલ સુપિરિયર પોઝિશનની સરખામણીએ ફીમેલ સુપિરિયર પોઝિશનમાં સમાગમ કરવાથી સ્ખલન લંબાય છે. જોકે એ વખતે પણ તમારું ઍન્ગ્ઝાયટી લેવલ તો એનું એ જ રહે છેને? તમારે પહેલાં મનને ચિંતામુક્ત કરવાનું છે, એ પછી તો શીઘ્રસ્ખલન આપમેળે કાબૂમાં આવી જશે. જો થોડાક સપોર્ટની જરૂર હોય ખાસ પ્રીમૅચ્યોર ઇજૅક્યુલેશન માટે જ દવા આવી છે, જેનું નામ છે ડૅપોક્સિટિન. આ ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. એની કોઈ આડઅસર નથી હોતી.

sex and relationships dr ravi kothari columnists