ગ્રાહક ઉત્પાદનોનો વ્યવસાય

08 March, 2020 07:36 PM IST  |  Mumbai Desk | Vivek Agarwal

ગ્રાહક ઉત્પાદનોનો વ્યવસાય

પ્રતીકાત્મક તસવીર

ડી-કંપનીનો એક વણલખ્યો નિયમ છે, જ્યાંથી પૈસા આવે એ કામમાં જ હાથ નાખવો. પૈસા કમાવા માટે એ ન જોશો કે કેવી રીતે આવે છે. આ જ કારણસર આજે પણ ડી-કંપની માટે ભારત પૈસા કમાવા માટેનું સૌથી મોટું માધ્યમ છે. માહિતી મળી કે દાઉદ ગૅન્ગ, ભારતીય ગ્રાહક ઉત્પાદનોની મુંબઈ અને અન્ય સ્થળોએથી કરાચી તથા ઇસ્લામાબાદમાં કાયદેસર રીતે આયાત-નિકાસનો પણ મોટો વ્યવસાય ધરાવે છે.

૨૦૧૨માં જાણ થઈ કે વાર્ષિક સેંકડો કરોડના ધંધામાં દાઉદ અને તેના સાથીઓનો મોટો હિસ્સો છે. દાઉદનો પરિવાર એમાં સારી કમાણી કરી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારતીય ઉત્પાદનોની સારીએવી માગ છે. એનું કારણ છે ઓછી કિંમત અને વિદેશી ઉત્પાદનોની તુલનામાં વધુ ટકાઉપણું.

સમગ્ર વ્યવસાય સંપૂર્ણપણે કાયદેસર રીતે ચાલી રહ્યો છે. આ વ્યવસાય સાથે એવા લોકો જોડાયેલા છે જેમની વિરુદ્ધ આજ દિન સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ત્યાં સુધી કે ગુપ્તચર સંસ્થાઓ સુધ્ધાં તેઓ દાઉદ કે તેના સાગરીતો સાથે સંડોવાયેલા હોવા વિશે કોઈ માહિતી ધરાવતી નથી. આને કારણે જ ડી-કંપનીનો આ વ્યવસાય સુપેરે ચાલી રહ્યો છે.

બાતમીદાર મહાશય પર હવે નશો સવાર થઈ ચૂક્યો હતો:
બધો પૈસાનો ખેલ છે, ભાઈ, રૂપિયા ચારગણા કેવી રીતે કરવા એ દાઉદભાઈને સારી પેઠે આવડે છે.

vivek agarwal columnists weekend guide