કાનૂની પંડિત રાજન

01 September, 2019 03:39 PM IST  |  મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

કાનૂની પંડિત રાજન

જજસાહેબ, હું હજી આરોપી છું... જજસાહેબ, પોલીસ ખોટું કરી રહી છે...

જજસાહેબ, પોલીસ મને હાથકડી પહેરાવે છે.

જજસાહેબ, તમે જ્યારે મને સજા આપો ત્યારે પોલીસ મને હાથકડી લગાવે તો બરાબર છે. અગાઉથી જ કેવી રીતે હાથકડી લગાવી શકે. અદાલતમાં આ દલીલ બીજું કોઈ નહીં, રાજન કરી રહ્યો હતો.

તે ત્રણેય સગા ભાઈ છે, સાથે જ લૂંટફાટ કરે છે. નામ છે હરીશ-સતીશ-રાજન શ્રીનિવાસ જતન.

એમાંથી હરીશ હયાત છે અને સુરતમાં રહે છે. તે બિલ્ડર બની ચૂક્યો છે. સતીશ ગાયબ છે. રાજનનું એક અથડામણમાં મોત થયું હતું. ત્રણેય ભાઈઓની મુંબઈ અન્ડરવર્લ્ડ સાથે ઊંડી સાઠગાંઠ રહી છે.

જતનબંધુઓ વિશે માલૂમ પડ્યું છે કે તેઓ તેમની ગૅન્ગમાં ઘણી ઓછી વ્યક્તિઅઓને સામેલ કરે છે. ત્રણેય ભાઈઓ સાથે મળીને જ લૂંટફાટ કરવામાં માને છે. હરીશને એક વખત લૂંટફાટના મામલે સજા થઈ હતી, જે તેણે પૂરી પણ કરી.

રાજન ઘણો જ શિક્ષિત છે અને અદાલતોમાં પોતાના મુકદ્દમા જાતે જ લડે છે. તે તમામ નિયમ-કાયદાથી સારી પેઠે વાકેફ છે. તે ખુદને હાથકડી-બેડીઓ નથી પહેરાવવા દેતો.

તેણે અદાલતમાં એ નિયમ પણ લાગુ કરાવ્યો હતો કે જ્યાં સુધી સજા સાબિત ન થાય ત્યાં સુધી તેમને હાથકડી-બેડી પહેરાવી શકાય નહીં. અદાલતનો ચુકાદો આવવા સુધી તેઓ આરોપી છે, ગુનેગાર નહીં, આથી પોલીસ કે કોઈ પણ સંસ્થા તેમની સાથે દુર્વ્યવહાર કરી શકે નહીં. એક વખત આરોપ સાબિત થઈ જાય, ત્યાર પછી હાથકડી કે બેડી પહેરાવવામાં આવે તો વાંધો નહીં.

આ પણ વાંચો : સોનું ખરીદવાના વિવિધ વિકલ્પો સમજો

આ કાનૂની નિષ્ણાત ગુંડા અર્થાત્ રાજનને ઇન્સ્પેક્ટર ગંગાવણેએ એક એન્કાઉન્ટર દરમ્યાન મારી નાખ્યો હતો. આ કાનૂની પંડિત રાજનની વાત સંભળાવતાં બાતમીદારે કહ્યું, દિમાગમાં કીડો હોય તો તેને કોઈ રોકી નથી શકતું, ભાઈ... કાનૂનબાજ પણ નહીં (માથા પર ઝનૂન સવાર હોય તેને કોઈ રોકી નથી શકતું, ભાઈ... કાનૂનના ખેરખાંઓ પણ નહીં).

weekend guide columnists