એક હતી ગીતા

08 September, 2019 03:55 PM IST  |  મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

એક હતી ગીતા

તમંચા

ગીતા પરમાર એ દિવસોમાં જેલમાં હતી.

ત્યારે જ તે ગૅન્ગસ્ટરોના સંપર્કમાં આવી. તે આર્થર રોડ જેલની પાછળ આવેલી એક ચાલીમાં રહેતી હતી.

ત્યાં હંમેશાં ગુનેગારો અને તેમના સંગાથીઓ-સગાંઓની અવરજવર રહેતી.

તેમની સંગતની એવી ઊંડી અસર થઈ કે ગીતા પણ અપરાધી બની ગઈ.

પહેલાં તો નોકરી કરીને ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરી જાયો, પણ ગીતાને તો જલદી અમીર બનવું હતું. તેને અઢળક રૂપિયા જોઈતા હતા. લાલચનો શેતાન તેના પર સવાર થઈ ગયો હતો.

ગીતાનું જીવન પણ ઘણું અનોખું છે. ગીતાની મા યુવાનીમાં અત્યંત સુંદર હતી. તેનો પતિ ઍરપોર્ટ પર સારા હોદ્દા પર ફરજ બજાવતો હતો.

ગીતાની મા તેના પતિના ડ્રાઇવરના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઈ. એ જ ડ્રાઇવર થકી ગીતા જન્મી.

ડ્રાઇવરે થોડા સમય પછી ગીતાની માને છોડી દીધી. હવે એકલી પડી ચૂકેલી માતાએ ગીતાને ઉછેરી.

ગીતાને પ્રકાશ નામના ગુનેગાર સાથે પ્રેમ થયો હતો. પછીથી તેણે પ્રકાશ ઉર્ફે પક્યા સાથે લગ્ન કરી લીધાં.

પ્રવીણનો નંબરકારી પ્રકાશ હતો. પ્રવીણ પણ મોટો ગુંડો હતો. ગીતા સાથે તેની દોસ્તી અપરાધ જગતમાં થઈ હતી. બન્ને ગુજરાતી હતાં અને તેમની વચ્ચે સહેલાઈથી સંબંધ બંધાઈ ગયો હતો.

પ્રવીણની સાથે ગીતા પણ અપરાધની દુનિયામાં પ્રવેશી, પણ તેને ભાગ્યનો સાથ ન મળ્યો. પહેલા જ ગુનામાં પકડાઈ ગઈ અને તેને સજા પણ થઈ.

એક વખત ગીતા પોલીસ-કસ્ટડીમાંથી ફરાર થઈ અને સીધી નાશિક જેલમાં પહોંચી. પ્રકાશ ત્યાં જ બંધ હતો. પોલીસ તેનો પીછો કરી જ રહી હતી. નાશિક જેલની બહાર જ ગીતાને પકડી લેવામાં આવી.

ગીતા અને પ્રકાશ ભલે દુનિયામાં મળી ન શક્યાં, પણ બન્નેની મુલાકાત આખરે જેલની અંદર જ થઈ.

આ કિસ્સો સંભળાવી રહેલો પોલીસ અધિકારી બોલ્યા...

આ પણ વાંચો : મન એ જ મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ

‘પ્રેમી પંખીડાં કોઈક ને કોઈક સ્થળે તો મળી જ જાય છે. આ જોડાને અમે જેલમાં મળાવી દીધું.’

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

weekend guide columnists