મુસાફરખાના પર કબજો

07 July, 2019 09:57 AM IST  |  મુંબઈ | તમંચા- વિવેક અગરવાલ

મુસાફરખાના પર કબજો

પ્રતીકાત્મક તસવીર

૧૯૭૫નું વર્ષ મુંબઈના કાળા સંસાર પર ભારે પરિવર્તકારી રહ્યું.

અત્યાર સુધીમાં સાબિરનો ખેલ એટલો જામી ગયો કે તે પોતાના બલબૂતા પર તસ્કરી કરવા માંડ્યો.

બજારમાં તેના નામ પર કામ પણ આવવા લાગ્યું, છતાં સમદ તેની સામે ભારે સાબિત થતો રહ્યો.

કારણ? તેની પાસે સેંકડો પઠાણોની જમાવેલી ફોજ પહેલેથી હતી.

આ દુઃસાહસી પઠાણો સમદ માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા.

આવા ઝાંબાઝ અને ખતરનાક ઇરાદાઓવાળા લડાકુઓની ટોળી સાબિર પાસે નહોતી. એ જ એની સૌથી મોટી કમજોરી હતી.

દક્ષિણ મુંબઈમાં એક મુસાફરખાનું હતું. આ એક સરાય હતી. મુસાફરખાનામાં હજ જવાવાળા અને આવવાવાળા યાત્રી જહાજ રવાના થાય ત્યાં સુધી અથવા ઘરે પાછા જવા માટે સાધનની વ્યવસ્થા થાય ત્યાં સુધી રોકાતા હતા.

૧૯૭૫માં એક દિવસ એક મોટી અનહોની બની. પઠાણગિરોહે આ જ મુસાફરખાના પર કબજો કરી લીધો. પઠાણ-કંપનીનો ઇરાદો હતો કે માલિક તેનાં કદમોમાં નાક રગડે, ફરી કબજો લેવા માટે ‘નજરાણું’ આપે.

ભાગ્યને તો કંઈક બીજું જ મંજૂર હતું. મુસાફરખાનાનો માલિક પણ જીદ પર અડી ગયો. તેણે વિચાર્યું કે જો પઠાણ-કંપની સામે એક વાર ઝૂકી જશે તો એ વારંવાર મનમાની કરશે અને હંમેશાં એની પૂંછડી દબાવ્યે રાખશે. તેણે મુસાફરખાનું ખાલી કરાવવા માટે સાબિરને સુપારી આપી દીધી.

સાબિરે મહમૂદ કાલિયા અને ખાલિદ પહેલવાનને સાથે લઈને મુસાફરખાના પર કબજો કરી લીધો.

મુસાફરખાના પર સાબિરે જે રીતે કબજો લીધો એનાથી મુસ્લિમ બહુમતવાળા આ વિસ્તારમાં તેનું નામ વધુ શોહરતમંદ બની ગયું.

આ ઇલાકામાં વોહરા સમાજનું પ્રભુત્વ હતું. ત્યાં કરીમ લાલાના સાથીદાર સઈદ બટ્ટાનો તગડો પ્રભાવ હતો.

મુસાફરખાના પર દાઉદના કબજાએ પઠાણ-કંપનીનું નાક કાપી નાખ્યું. આનાથી સમદ તિલમિલાઈ ઊઠ્યો. ગુસ્સામાં સમદે સાબિરનાં કામમાં મુશ્કેલીઓ ઊભી કરવાનું શરૂ કર્યું

અને અહીંથી જ બન્ને ગિરોહ વચ્ચે અસલી ‘ટશન’ શરૂ થયું.

ખબરીએ વધુમાં કહ્યું : ‘ટશન મેં ચ તો અપને ભાઈલોગ કા ગેમ બજાતા યે.’

મિસા બંદી દાઉદ

શું હાજી મસ્તાન...

શું દાઉદ ઇબ્રાહિમ...

બધાને મિસામાં ગિરફ્તાર કરીને જેલના સળિયા પાછળ ઠૂંસી દીધા...

જો કોઈ ગુંડો બહાર જ નહીં હોય તો અપરાધ શું થાય અને વિરોધ પણ કોણ કરે...

૧૯૭૬ સુધી સાબિર-દાઉદનાં કારનામાં એટલાં વધતાં ચાલ્યાં કે તેમનેય પોલીસે દબોચી લીધા. આ એ દિવસોની વાત છે જ્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશની ચૂંટાયેલી સરકારનો ભંગ કરીને આપાતકાલ લગાડી દીધો હતો.

કહેવાય છે કે જેમાં દાઉદ અને તસ્કરસમ્રાટ હાજી મસ્તાન અને યુસુફ પટેલની ખૂબ મુલાકાતો થઈ. આ બન્ને સોનાના તસ્કરો પહેલેથી જ જેલમાં હતા. એ કારણ કે મોટાં નામો હતાં એટલે પોલીસે તેઓને પહેલાં પકડ્યા હતા.

દાઉદ કોકણના ખેડ જિલ્લાના મુમકા ગામનો મૂળ નિવાસી હતો. કોકણી મુસલમાન હતો. દાઉદની મસ્તાન અને યુસુફ સાથે નજદિકીઓ થવામાં વાર ન લાગી.

જેલમાં કેદીઓ પાસે અઢળક સમય હોય છે. એકબીજા સાથે મળીને વાતચીત કરવાના મોકા જ મોકા આ કેદીઓ પાસે હોય છે. એવામાં આ ઓળખાણો કારોબારી સગપણ બદલાવી એ માત્ર સમયની વાત હોય છે.

આ પણ વાંચો : ખૂન કા બદલા ખૂન

સોના-ચાંદીની તસ્કરી માટે મસ્તાન અને યુસુફને એવા માણસની જરૂર હતી જે માલ તો સમયસર જગ્યા પર પહોંચાડે જ પણ સુરક્ષાની પણ ગૅરન્ટી પણ લે. દાઉદમાં તેમને ‘ટૂ ઇન વન’ દેખાયો. પછી શું, દાઉદ લૅન્ડિંગ એજન્ટ અને ટ્રાન્સપોર્ટર બની ગયો. મિસામાં જેલમાં જવાનું દાઉદ માટે નુકસાનકારક નહીં ફાયદાકારક બન્યું.  એ જેલમાં  ન જાત તો આ કારોબાર તેને મળત નહીં અને તે દેશનો નંબર-વન ડૉન બનત નહીં.

આ બુઝુર્ગ હંમેશાં જેલને અપરાધીઓની યુનિવર્સિટી કહેતા હતા. તેઓ કહે છે : ‘જેલ નહીં હોતી તો ગિરોહ નહીં બનતે.’

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

weekend guide columnists