જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?

22 April, 2019 10:30 AM IST  |  | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૧૬ વર્ષનો હતો ત્યારથી મૅસ્ટરબેશન કરવાની આદત પડી છે. શરૂઆતમાં સફેદ પાણી નહોતું નીકળતું, પણ એક-બે વરસ પછી અચાનક જ પાણી નીકળવા લાગ્યું. અત્યારે હું કૉલેજના સેકન્ડ યરમાં છું અને હવે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર મને એવું કરવાની ઇચ્છા થાય છે. મારી સમસ્યા એ છે કે મારાં ટેસ્ટિકલ્સમાંથી એક બાજુ મોટી અને નીચે તરફ નમી ગયેલી છે. પહેલાં આવું નહોતું. ફ્રેન્ડ-સર્કલમાં આવી વાતો કરતાં સંકોચ થાય છે. દાઢી-મૂછ આવ્યાં છે, પણ ખૂબ આછાં છે. ઊલટાનું અવારનવાર ખીલ થઈ જાય છે. બૉડી-હેર વધુ હોય તેઓ સેક્સ્યુઅલી સ્ટ્રૉન્ગ હોય એવું મારા ફ્રેન્ડ્સ કહે છે. શું મેં નાની ઉંમરે હસ્તમૈથુન કરીને શક્તિનો વ્યય કરી દીધો એને કારણે બૉડી-હેર ઓછા હશે? જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?

જવાબ : જેની જુવાની જતી રહી હોય તેણે જુવાની પાછી લાવવાની ચિંતા કરવાની હોય, પણ તમે જે લક્ષણો વર્ણવી રહ્યા છો એ બધાં જ જુવાનીનાં છે. સેક્સ-હૉમોર્ન્સનું પ્રમાણ વધતું હોવાથી વારંવાર હસ્તમૈથુન કરવાનું મન થાય કે આપમેળે વિજાતીય વ્યક્તિ પ્રત્યે ખેંચાણ થાય છે, કામુક વિચારો આવવાનું શરૂ થાય છે અને શિશ્નમાં ઉત્થાન અને ર્વીય બનવાનું શરૂ થાય એ બધું જ નૉર્મલ છે. જો આ તબક્કે તમે હસ્તમૈથુન કરીને ર્વીયને બહાર ન કાઢો તો રાત્રે ઊંઘમાં જ ર્વીય નીકળી જશે. મતલબ કે ર્વીયને તમે ધારો તોય સંઘરી ન શકો.

ખીલ એ પણ પ્યુબર્ટી એજનું જ એક લક્ષણ છે. બીજું, બે અંડકોષ એક લાઇનમાં નથી હોતા. એક તરફ અંડકોષ ઝૂકેલા લાગે એ પણ સાવ નૉર્મલ છે. વધુ વાળ ધરાવતી વ્યક્તિ સેક્સ્યુઅલી સ્ટ્રૉન્ગ હોય છે એ માન્યતા ખોટી છે. શક્તિનો વ્યય થવાથી વાળ ઓછા ઊગે છે એ તો સાવ જ ખોટી માન્યતા છે. કોઈ પણ પુખ્ત વયનાં સ્રી-પુરુષ માટે હસ્તમૈથુન કરવું એ હેલ્ધી બાબત છે. વધુપડતું હસ્મૈથુન જેવું કંઈ નથી. નાહક ચિંતા છોડશો તો જુવાની આપમેળે પાછી આવી ગયેલી લાગશે.

sex and relationships life and style columnists