સ્ખલન લંબાવવા માટે જેલીને બદલે સ્પ્રેનો ઉપયોગ કરી શકાય?

04 July, 2019 10:38 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

સ્ખલન લંબાવવા માટે જેલીને બદલે સ્પ્રેનો ઉપયોગ કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર 29 વર્ષ છે. નવાં-નવાં લગ્ન છે એટલે સમાગમમાં વિવિધ પ્રયોગો કરવા ગમે છે. આમ તો પંદરથી વીસ મિનિટ સુધી સમાગમ કરી શકીએ છીએ, પણ એટલા સમયમાં અમે વધુ પ્રયોગો નથી કરી શકતા. મારો ફ્રેન્ડ શીઘ્રસ્ખલનની સમસ્યા માટે એક સ્પ્રે વાપરે છે એટલે સમાગમ લંબાય છે. મને એવી તકલીફ ન હોવા છતાં શું હું એ સ્પ્રે વાપરી શકું? તમે એક વાર શીઘ્રસ્ખલન લંબાવવા માટે એક જેલી લગાડવાનું કહેલું, પણ શું જેલીને બદલે સ્પ્રે વાપરીએ તો ચાલે? તકલીફ ન હોવા છતાં સ્પ્રે લગાડવાથી સ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાય? અલબત્ત, એનો પ્રયોગ કરવાથી પછી મને હંમેશ માટે એની જરૂર પડે અને આદત પડી જાય એવું તો નહીં થાયને?

જવાબ : શીઘ્રસ્ખલન માટેના સ્પ્રેથી ચરમસીમા લંબાય છે. જેને શીઘ્રસ્ખલનની તકલીફ હોય તે વ્યક્તિ કદાચ એ વાપરે એ ઠીક છે. તમે ઉત્તેજના વધારવા અને લંબાવવાનો પ્રયોગ કરવા માગો છો ત્યારે એક વાત સમજવી જરૂરી છે કે જુદાં-જુદાં નામે વેચાતા આ સ્પ્રેમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી હોતા. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. ઉત્તેજિત ઇન્દ્રિય સ્પર્શ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સ્પ્રેમાં રહેલું ઍનેસ્થેટિક ઇન્દ્રિય પર લગાડવાથી ઉપરની ત્વચા બહેર મારી જાય છે અને ત્યાં થોડાક સમય માટે સંવેદના ઘટી જાય છે ને એટલે સંભોગ લાંબો ચાલે છે.

જેમને વહેલું સ્ખલન થઈ જાય છે તેઓ આ રીતથી સ્ખલન લંબાવી શકે છે. જોકે એને કારણે સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોવાથી સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. તમે આનંદ મેળવવા માટે અને પ્રયોગો કરવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છો છો, પણ સ્પ્રેને કારણે ઊલટું જ થશે. સમાગમ લાંબો ચાલશે, પણ સંવેદના ઘટી જવાથી સ્પર્શ અને ઘર્ષણનો આનંદ પણ ઘટી જશે.

આ પણ વાંચો : પત્ની સાથે ઉત્તેજનામાં ઉણપ વર્તાય છે પણ જૂની GF સાથે નહિ, શું કરું?

તમે જે આનંદ મેળવવા આ સ્પ્રે વાપરવા પ્રેરાયા છો એ આનંદ સ્પ્રે વાપર્યા પછી મળવાનો નથી. એટલે આ સ્પ્રે વાપરવો જરાય હિતાવહ નથી, કેમ કે એનાથી ઇન્દ્રિયની ઉત્તેજનામાં તસુભાર પણ વધારો થતો નથી.

sex and relationships life and style columnists