મેનોપોઝની શરૂઆતમાં પિરિયડ્સ દરમિયાન અને તે પહેલા છાતીમાં દુઃખાવો થાય?

17 July, 2019 10:41 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ રવિ કોઠારી - સેક્સ સંવાદ

મેનોપોઝની શરૂઆતમાં પિરિયડ્સ દરમિયાન અને તે પહેલા છાતીમાં દુઃખાવો થાય?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૪૬ વર્ષ છે. મારી સમસ્યા છેલ્લાં ઘણાં વષોર્થી વકરી છે. જુવાનીમાં મને આવું નહોતું થતું. વાત એમ છે કે મારા પતિને ભરાવદાર સ્તનપ્રદેશ ગમે છે. એને કારણે ફોરપ્લેમાં તેઓ લાંબો સમય ગાળે છે. એકંદરે મને એ ગમે છે, પરંતુ બ્રેસ્ટ્સ પર દબાણ આવે તો બહુ દુખાવો થાય છે. નવાઈની વાત એ છે કે પહેલાં મને આ ક્રિયાઓ ખૂબ ગમતી હતી, પણ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી એમાં પીડા થાય છે. મારા હસબન્ડ ક્યારેક બ્રેસ્ટ્સને સ્ક્વિઝ કરે તો ખૂબ જ દુખાવો થાય છે. ખાસ કરીને પિરિયડ્સની આસપાસના દિવસોમાં મને છાતીમાં ભાર વર્તાય છે. એ વખતે હળવા સ્પર્શથી પણ દુખાવો થાય છે. પિરિયડ્સ આવી જાય એ પછીથી બધું બરાબર થઈ જાય છે. આ મેનોપૉઝનાં આ લક્ષણો છે? હમણાંથી સેક્સની ઇચ્છા પણ નથી થતી.

જવાબ : મિડલ-એજ દરમ્યાન સ્ત્રીઓમાં આ ખૂબ કૉમન સમસ્યા છે. માસિક ચક્ર દરમ્યાન થતા હૉમોર્નના અસંતુલનને કારણે આ સમસ્યા થતી હોય છે અને એટલે અમુક દિવસોમાં તમને બ્રેસ્ટ ભારે લાગે છે અને દુખાવો થાય છે. ખાસ કરીને ઓવ્યુલેશન દરમ્યાન તેમ જ માસિક આવવાના બે-ચાર દિવસ પહેલાંના ગાળામાં મહિલાઓને બ્રેસ્ટ્સ ભારે અને સેન્સિટિવ થઈ ગયાં હોય એવું ફીલ થાય છે. આ માટે કોઈ સારા સ્ત્રીરોગનિષ્ણાત હોવાની સાથે હૉમોર્નના પણ જાણકાર હોય એવા ડૉક્ટરને મળીને તપાસ કરાવો. આ દવા લગભગ ત્રણેક મહિના લેવી પડશે. પછી તમે આ સમસ્યામાંથી રાહત અનુભવશો. બ્રેસ્ટમાં દુખાવાને કારણે જો સેક્સની ઇચ્છા ન થતી હોય તો પતિને પહેલેથી જ જણાવો, જેથી તેઓ થોડીક નાજુકાઈથી વર્તી શકે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

મેનોપૉઝ છે કે કેમ એ તો ડૉક્ટર તમારાં કેટલાંક હૉમોર્ન્સનું ચેકઅપ કરીને કહેશે, પણ હું એટલું કહીશ કે ધારો કે મેનોપૉઝ હોય તો પણ આ સેક્સલાઇફનો એન્ડ નથી. સ્ત્રીમાં સેક્સ છેલ્લે સુધી રહે છે. તેની કામેચ્છા અને ચરમસીમા પર પહોંચવાની શક્તિ અને આનંદ લગભગ યથાવત્ રહે છે. મેનોપૉઝ પછી માસિક આવવાનું બંધ થાય ત્યાર બાદ ઘણી વાર સ્ત્રીહૉમોર્નની ઊણપને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટમાં ઊણપ અથવા ઓછપ વર્તાઈ શકે છે.

sex and relationships life and style columnists