ઇન્દ્રિયની સાઇઝ નાની છે અને વધારવા માટે સર્જરી કરવાથી કોઇ ઉપાય ખરો?

13 May, 2019 03:32 PM IST  |  | ડૉ રવિ કોઠારી - સેક્સ સંવાદ

ઇન્દ્રિયની સાઇઝ નાની છે અને વધારવા માટે સર્જરી કરવાથી કોઇ ઉપાય ખરો?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ સંવાદ

સવાલ : હું 23 વર્ષનો છું. મારી ગર્લફ્રેન્ડને લાંબી ઇન્દ્રિયવાળા પુરુષો વધુ ગમે છે. અમે બન્ને ક્યારેક પૉર્નોગ્રાફિક મૂવી જોતાં હોઈએ છીએ ત્યારે તે ખૂબ જ એક્સાઇટ થઈ જાય છે. તેને મારી પેનિસની સાઇઝ ઘણી નાની લાગે છે. જ્યારે પણ અમે સમાગમ કરીએ છીએ ત્યારે તે સંતુષ્ટ તો થાય છે, પરંતુ ઓરલ સેક્સ દરમ્યાન તે મને કહે છે કે સાઇઝ થોડી મોટી હોય તો વધુ આનંદ આવે. મારી સમસ્યા એ છે કે મારી ઇન્દ્રિયની સાઇઝ છ-સવાછ ઇંચની જ છે. મારે હજી બેથી ત્રણ ઇંચ વધારવી છે. સર્જરી શક્ય હોય તો એ પણ કરાવવા તૈયાર છું.

જવાબ : અત્યારે તમને તમારાં અંગોથી અસંતોષ છે; એ માત્ર દેખ્યાનું ઝેર છે. તમારી ઇન્દ્રિયની સાઇઝ એકદમ નૉર્મલ છે. પૉર્નોગ્રાફીમાં તમે જે જુઓ છો એ બધું સાચું નથી હોતું. જેમ બ્રેસ્ટની સાઇઝ કુદરતી હોય છે અને એનાથી સેક્સ માણવા કે કરવાની ક્ષમતામાં કોઈ ફરક નથી પડતો એવું જ ઇન્દ્રિયનું છે. તમારી પેનિસની સાઇઝ પૂરતી છે. યોનિમાર્ગની કુલ લંબાઈ છ ઇંચની હોય છે અને એમાં માત્ર આગળના બે ઇંચમાં જ સ્પર્શ-સંવેદના હોય છે.

આ પણ વાંચો : અમારે બીજું બાળક જોઈએ છે, પણ પત્નીની તબિયત ઠીક નહોતી રહેતી

તમારી ગર્લફ્રેન્ડને સમાગમ દરમ્યાન સંતોષ મળી જાય છે એ બતાવે છે કે તમે સમાગમ દ્વારા સુખ આપી શકો એટલી ઇન્દ્રિયની લંબાઈ ધરાવો છો. તમારી જાણ ખાતર જણાવવાનું કે ઇન્દ્રિયની સાઇઝ સ્ત્રીના એન્જૉયમેન્ટ, સૅટિસ્ફૅક્શન કે ફર્ટિલિટી માટે જરૂરી નથી. પ્લાસ્ટિક સર્જરીની મદદથી કૅન્સરના પેશન્ટોની ઇન્દ્રિયની સાઇઝ વધારવા માટે ઑપરેશન થાય છે, પણ એ ખૂબ ખર્ચાળ અને અટપટું હોય છે. મને તમારા કેસમાં આની કોઈ લાગતી નથી. બજારમાં ઘણાં સ્પ્રે, મશીન અને મસાજર મળે છે; પરંતુ એ તમામથી ખરેખર કોઈ જ ફરક પડતો નથી માટે આ ખોટી ઘેલછામાંથી બહાર નીકળી જાઓ એ જ તમારા બન્ને માટે હિતાવહ છે.

sex and relationships columnists life and style