41 વર્ષની વયે શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે ગિલ્ટ અનુભવું છું

17 June, 2019 12:29 PM IST  |  | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

41 વર્ષની વયે શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે ગિલ્ટ અનુભવું છું

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે અને બે સંતાનો છે. ત્રણેક વર્ષથી મને વહેલું સ્ખલન થવાની સમસ્યા છે. યોનિપ્રવેશ પછી લગભગ એકથી બે મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પત્નીને મજા નથી આવતી. આમેય મોનોટોનીને કારણે ઘણા વખતથી અમારો સેક્સલાઇફમાંથી રસ ઊઠી ગયો છે. તેણે કદી મોઢે નથી કીધું કે તેને આનંદ નથી આવ્યો, પણ તેના વર્તનમાંથી એ દેખાઈ આવે છે. જ્યારે એવું લાગે ત્યારે મને થાય કે ફરીથી પ્રયત્ન કરીને તેને સંતોષ આપું. પહેલાં તો હું બીજી વાર સમાગમ કરવામાં સફળ રહેતો હતો, પણ હવે તો એમાંય તકલીફ પડે છે. પ્રયત્ન કરવા છતાં જ્યારે સફળતા ન મળે ત્યારે ગિલ્ટ થાય અને સંબંધોમાં તણાવ વધે છે.

જવાબ : અત્યારે બે પ્રકારની સમસ્યા છે. એક તો શીઘ્રસ્ખલન થઈ જાય છે અને બીજું પત્નીને એનાથી સંતોષ ન મળતો હોવાથી તમને મનમાં ઍન્ગ્ઝાયટી રહે છે. પહેલાં બીજી સમસ્યાનો આપણે નીવેડો લાવીએ. પત્નીને ઑર્ગેઝમ અપાવવા માટે બબ્બે વાર સમાગમ કરવાની ક્ષમતા કેળવવી જરાય જરૂરી નથી. સફરમાં મહત્ત્વની બાબત છે કે તમે મંઝિલે પહોંચો. તમે ચાલીને, દોડીને, સાઇકલ પર કે કારમાં કોઈ પણ રીતે મંઝિલે પહોંચો એનો સંતોષ હોય છે. એટલે તમે યોનિપ્રવેશ કરાવો એ પહેલાં જ પત્નીને મુખમૈથુન અથવા તો હસ્તમૈથુન દ્વારા સંતુષ્ટ કરો. તેને ચરમસીમા ફીલ થાય એ પછી જ તમે યોનિપ્રવેશ કરાવો. એને કારણે તે ખૂબ રિલૅક્સ્ડ હશે અને તમને પણ કોઈ ઍન્ગ્ઝાયટી નહીં હોય. એને કારણે તમે જેટલો પણ સમય સમાગમ કરશો એ પછી બન્નેને સંતોષ મળેલો હોવાથી સંબંધોમાં તાણ થવાની સંભાવના ઘટી જશે.

આ પણ વાંચો : શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી પાર્ટનરને સંતોષ નથી મળતો. શું કરવું જોઈએ?

શીઘ્રસ્ખલનને વિલંબિતમાં તબદિલ કરવા માટે ડૅપોક્સિટિન નામની દવા આવે છે. સમાગમના બે-ત્રણ કલાક પહેલાં લેવાથી સમાગમનો સમય સારોએવો લંબાવી શકાય છે. જોકે આ ટેમ્પરરી ઉકેલ છે. જો તમને એક-બે મિનિટમાં જ સ્ખલન થઈ જતું હોય તો એ માટેનાં કારણો તપાસવાં જરૂરી છે. ડાયાબિટીઝની શરૂઆત, પ્રોસ્ટેટ કે યુરેથ્રામાં ઇન્ફેક્શન, વધુપડતો કામાવેગ અથવા તો ઇન્દ્રિયની ત્વચાની અતિસંવેદનશીલતા જેવાં કારણો હોઈ શકે છે. તમને કયા કારણસર તકલીફ થાય છે એ શોધવા માટે નિષ્ણાતની મદદ લેવી જોઈએ.

sex and relationships life and style columnists