ફિઝિકલ સંબંધો દ્વારા ખરેખર ચરબી ઊતરે છે ખરી?

27 May, 2019 03:27 PM IST  |  | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

ફિઝિકલ સંબંધો દ્વારા ખરેખર ચરબી ઊતરે છે ખરી?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ સંવાદ

સવાલ :મારા હસબન્ડ ૪૬ વર્ષના છે. તેમને ફિઝિકલ રિલેશન પછી બહુ થાક અને હાંફ ચડતી હોવાથી જરા જનરલ ચેકઅપ કરાવ્યું હતું. એમાં ખબર પડી કે તેમનું કૉલેસ્ટરોલ ઘણું વધારે છે. વજન પણ સારુંએવું છે જેને કારણે ડૉક્ટરે તેલ-ઘી અને શુગર બંધ કરીને વજન ઉતારવાની સલાહ આપી છે. તેમને એક્સરસાઇઝ માટે ઍરોબિક્સ અને બ્રિસ્ક વૉક કરવાનું કહ્યું છે, પણ એનાથી તેમને ઘૂંટણમાં દુખાવો થાય છે. મારા પતિને કોઈ દોસ્ત દ્વારા ખબર પડી છે કે ફિઝિકલ સંબંધો વખતે પણ ઘણીબધી એનર્જી ખર્ચાતી હોય છે એટલે સમાગમ પણ એક પ્રકારની કસરતની ગરજ સારે. સમસ્યા એ છે કે તેમને સમાગમ પછી થાક લાગે છે અને હાંફ ચડતી હોવાથી મને થોડો ડર પણ લાગે છે. એવામાં મારે જાણવું એ છે કે ફિઝિકલ સંબંધો દ્વારા ખરેખર ચરબી ઊતરે છે ખરી? અઠવાડિયામાં કેટલી વાર આ માટેનો પ્રયોગ કરી શકાય?

જવાબ : એક વાત સમજવી જરૂરી છે કે વ્યક્તિ ફિઝિકલ સંબંધો પોતાના આવેગો સંતોષવા અને આનંદ મેળવવા માટે કરે છે. એને એક્સરસાઇઝ બનાવી દેવાની ભૂલ કદી ન કરવી. સમાગમ દરમ્યાન હાર્ટ-રેટ વધે છે અને શરીરમાં લોહીનું ભ્રમણ પણ તેજ થતું હોય છે એવા સમયે કૉલેસ્ટરોલવાળું જાડું લોહી હોય તો તકલીફ થાય છે. આ જ સમસ્યા જો લાંબો સમય ચાલે તો ઉત્થાનમાં પણ અડચણ પેદા કરી શકે. જોકે સમાગમ કરીને એનર્જી બાળવાનું અને વજન ઉતારવાનું ઇમ્પૉસિબલ છે. ગાર્ડનમાં ચાર આંટા મારવાથી જે એનર્જી ખર્ચાય એટલી જ કૅલરી સંભોગમાં બળે છે જે વજન ઘટાડવા માટે જરૂરી કસરતની ગરજ ન સારે.

આ પણ વાંચો : હસ્તમૈથુન કરવાથી ગૅસની સમસ્યા ઊભી થઇ છે શું કરવું?

તમારા પતિનું કૉલેસ્ટરોલ વધારે હોય અને સમાગમ વખતે થાક લાગતો હોય તો એ મુદ્દાને માત્ર જાતીય જીવન સુધી સીમિત ન રાખવો જોઈએ. વજન ઉતારવું આવશ્યક છે એ તો ખરું જ, પણ સાથે ઓવરઑલ સ્ટૅમિના પણ સુધારવો રહ્યો. કૉલેસ્ટરોલ વધવા પાછળ અનેક કારણો કારણભૂત હોઈ શકે છે જેમ કે ડાયાબિટીઝ, હાઇપોથાઇરૉઇડ કે લિવરની બીમારી. એ કારણ શોધીને ઉકેલ લાવવામાં આવે એ જરૂરી છે.

sex and relationships life and style columnists