કામેચ્છા વધારવા શું કરું?

08 October, 2019 04:26 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

કામેચ્છા વધારવા શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ સંવાદ

સવાલઃ લગ્ન પહેલાં મારી ઘણી ગર્લફ્રેન્ડ્સ હતી ને હું કૉલગર્લ પાસે પણ જતો હતો. મારી કામેચ્છા ખૂબ જ પ્રબળ હતી. લગ્ન પછી પણ મારી વાઇફ સાથે સેક્સલાઇફ સારી હતી, પણ પછી મૉનોટોની આવવા લાગી. તેને પ્રયોગો ગમતા નહોતા. તેને પિયરિયાંઓનું બહુ ઘેલું હતું એટલે અમારી વચ્ચે અવારનવાર ઝઘડાનું પ્રમાણ પણ વધવા લાગ્યું. જાકે શરૂઆતમાં આ બધી બાબતોની સેક્સલાઇફ પર ખાસ અસર નહોતી થતી, પણ હવે લગ્નને પાંચ વરસ થઈ ગયાં છે ત્યારે હવે મને કામેચ્છા થતી જ નથી. હસ્તમૈથુન કરવાની ઇચ્છા થાય છે એ હું પ્રાઇવેટમાં કરી લઉં છું. મને જ્યારે સેક્સની ઇચ્છા થાય ત્યારે તેને ન થઈ હોય ને તેને થઈ હોય ત્યારે મને રસ ન હોય એને કારણે તણાવ વધી રહ્ના છે. સેક્સ કરવાનું મન નથી એમ કહું તો પત્નીને લાગે છે કે મને તેનામાં રસ નથી. હવે કામેચ્છા વધારવા કરવું શું? 

જવાબ: બે પાર્ટનર્સ વચ્ચે જ્યારે-જયારે પણ તણાવ, ગેરસમજ અને વિવાદો વધે છે ત્યારે સેક્સની ઇચ્છા અને પર્ફોર્મન્સ બન્ને પર એની માઠી અસર થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ, સમજણ અને હૂંફાળો સંબંધ ન હોય તો સેક્સની ઇચ્છા પણ મરી પરવારે છે. તમારા પત્ની સાથેના સંબંધોમાં જે કોઈ પણ મતભેદો છે એને અવૉઇડ કરવાને બદલે પત્ની સાથે બેસીને વાતચીત કરો. મતભેદો જ્યારે મનભેદ બની જાય છે ત્યારે સંબંધો વચ્ચે ખાઈ વધે છે. જા કોઈક કારણસર તમે એમ ન કરી શકતા હો તો મારી સલાહ એ છે કે તમારે કોઈ મૅરેજ કાઉન્સેલરની મદદ લેવી જાઈએ. તે તમને અંગત સંબંધોમાં પ્રેમની ઓટ કેમ આવી રહી છે એ સમજવામાં અને ઓછી કરવામાં મદદરૂપ થશે.
તમે એક તરફ કહો છો કે તમને કામેચ્છા નથી થતી, પણ હસ્તમૈથુન કરવાની ઇચ્છા થાય છે ને એ તમે કરી પણ લો છો. એ બતાવે છે કે સમસ્યા શારીરિક નહીં, પણ અંગત સંબંધોની જ છે.

sex and relationships columnists