હસ્તમૈથુન કર્યા પછી કેટલા સમયે એક્સરસાઇઝ કરી શકાય?

15 May, 2020 04:12 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

હસ્તમૈથુન કર્યા પછી કેટલા સમયે એક્સરસાઇઝ કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૨૧ વર્ષ છે. હું ફિટનેસ માટે રોજ ઓછામાં ઓછો એક કલાક વર્કઆઉટ કરું છું. મારે એ જાણવું છે કે હસ્તમૈથુન કર્યા પછી કેટલા સમયે એક્સરસાઇઝ કરી શકાય? ઘણી વાર મને સવારે ઊઠીને મૅસ્ટરબેશન કરવાનું મન થાય છે. તો શું સવારે એક્સરસાઇઝ કરી શકાય? મારા એક ફ્રેન્ડને મૅસ્ટરબેટ કરીને તરત જ કસરત કરવાની આદત હતી. એને કારણે તેનાં ટેસ્ટિકલ્સ ખૂબ જ મોટાં થઈ ગયાં છે. તે ટાઇટ અન્ડરવેઅર નહોતો પહેરતો એટલે પણ કદાચ અંડકોશ લચી પડ્યા હશે. મારે એ જાણવું છે કે કસરત કર્યા પછી કેટલો સમય વચ્ચે જવા દેવો જોઈએ, જેથી આવી તકલીફ નિવારી શકાય? હું પણ ટાઇટ અન્ડરવેઅર પહેરું છું ને છતાં મારાં ટેસ્ટિકલ્સ ક્યારેક સાવ ઢીલાં પડી ગયાં હોય એવું લાગે છે.
જવાબ- આમ જોવા જઈએ તો એક્સરસાઇઝ અને હસ્તમૈથુનના સમયને કોઈ જ લેવાદેવા નથી. એનું કારણ એ છે કે કોઈ વ્યક્તિ હસ્તમૈથુન કરીને બીજી જ મિનિટે એક્સરસાઇઝ કરવા લાગે એવું તો બનવાનું નથી જ, કેમ કે હસ્તમૈથુન પછી બૉડી ફરીથી નૉર્મલ રિધમમાં આવી જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. એટલે કે ઇન્દ્રિયની ઉત્તેજના બેસી જાય અને માનસિક રીતે એ માહોલમાંથી વ્યક્તિ બહાર આવી જાય એ પછી ફ્રેશ થઈને કસરત કરી શકાય. કોઈ પણ પ્રકારની કસરત કરતી વખતે અન્ડરવેઅર ટાઇટ પહેરવી જરૂરી છે. તમે એનું ધ્યાન રાખો છો એ પૂરતું છે. ઘણા લોકો ટાઇટ અન્ડરવેઅરનો મતલબ કમરથી ટાઇટ સમજે છે. કમરથી પટ્ટો ટાઇટ હોય એવી અન્ડરવેઅર હોય એ પેટ પર નાહકનું પ્રેશર લાવવા સિવાય બીજો કોઈ જ ફાયદો નથી કરતી. બન્ને પગ વચ્ચેથી વૃષણને પ્રૉપર સપોર્ટ આપે એવી અન્ડરવેઅર હોવી જોઈએ. વધુપડતી ટાઇટ અન્ડરવેઅર પણ યોગ્ય નથી. યોગ્ય ફિટિંગવાળી, કૉટન મટીરિયલની અન્ડરવેઅર પહેરવી અને કસરત કર્યા પછી જો પસીનો થયો હોય તો એ ભાગ પાણીથી સાફ કરી લેવો અને અન્ડરવેઅર બદલી નાખવી હિતાવહ છે.

sex and relationships dr ravi kothari columnists