મારી પેનિસ થોડીક વાંકી છે, શું સમસ્યા સર્જાઇ શકે?

14 September, 2020 02:14 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારી પેનિસ થોડીક વાંકી છે, શું સમસ્યા સર્જાઇ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું કૉલેજના ત્રીજા વર્ષમાં ભણું છું. ગર્લફ્રેન્ડ છે અને અમે આગળ વધવા માગીએ છીએ. તે બહુ જ બૉલ્ડ છે અને હું શાય. તેની સામે જાણે મને મારા પોતાના પર કૉન્ફિડન્સ નથી આવતો. એનું સૌથી મોટી કારણ મારાં ઑર્ગન્સને લઈને છે. ખાસ તો ઑર્ગન્સની સાઇઝ અને પ્લેસમેન્ટ બહુ વિયર્ડ છે. મારી પેનિસ થોડીક વાંકી છે. ઉત્તેજિત થાય ત્યારે પણ નીચે નમેલી રહે છે. ટેસ્ટિકલ્સ ઊચાંનીચાં છે. ડાબી બાજુનો અંડકોશ થોડો નીચે છે. હું મૅસ્ટરબેશન કરું ત્યારે સીમેનની કન્સિસ્ટન્સી નથી. ક્યારેક પાણી જેવું પાતળું હોય છે તો ક્યારેક ઘટ્ટ આવે છે. હસ્તમૈથુન કરું ત્યારે માંડ એકાદ ચમચી જેટલું જ હશે. આ બધી સમસ્યાઓને કારણે હું હજી ઇન્ટિમેટ જીવનમાં ઍક્ટિવ થતાં અચકાઉં છું. ઇન્દ્રિયને સીધી કરવા માટે કંઈ થઈ શકે? હસ્તમૈથુન દરમ્યાન તો કોઈ વાંધો નથી આવતો તો શું સમાગમ દરમ્યાન ચાલી જશે?
જવાબ- તમારાં લક્ષણો પરથી તમને કોઈ જ શારીરિક તકલીફ હોય એવું જણાતું નથી. ઇન્દ્રિય થોડીઘણી વાંકી તો બધાની હોય છે. જો સમાગમ (યોનિપ્રવેશ) કરતી વખતે દુખાવો થાય તો જ એનો ઇલાજ કરવાની જરૂર છે, નહીં તો નહીં. પેનિસ ઉત્તેજિત થાય એ પછી કાટખૂણે જ હોય એવું ગણિત મનમાં બાંધવાની જરૂર નથી. એક અંડકોશ કરતાં બીજો અંડકોશ હંમેશાં નીચે હોય છે. મહદંશે લેફ્ટ ઇઝ લોઅર એટલે કે જમણા અંડકોશ કરતાં ડાબો અંડકોશ નીચો હોવાની શક્યતા વધારે હોય છે. આ બીમારી નથી પણ એક સામાન્ય અવસ્થા છે.
વીર્ય પાતળું-જાડું, સફેદ કે પીળું હોવું કે પછી માત્રા વધારે-ઓછી હોવી એ ઘણાંબધાં પરિમાણો પર નિર્ભર હોય છે. તમારા ખોરાક અને તમારી ઉત્તેજનાની તીવ્રતા પર પણ એ આધાર રાખે છે. બે સ્ખલન વચ્ચે ખૂબ ઓછો સમયગાળો હોય તો પણ વીર્યની માત્રા અને ઘટ્ટતા ઘટી જાય એવું બને.
તમે જે પણ ઑબ્ઝર્વ કરેલું છે એ બધું જ નૉર્મલ છે. ઉપર જણાવેલી તમારી ત્રણ સમસ્યાને લીધે કોઈ તકલીફો સર્જાય એવી કોઈ જ શક્યતા જણાતી નથી. અંગો સ્વસ્થ છે, પૂર્વગ્રહો છોડી દેશો તો મન પણ સ્વસ્થ થઈ જશે.

sex and relationships columnists dr ravi kothari