ફોરસ્કિન બહુ સેન્સિટિવ થઈ ગઈ હોવાથી ઑર્ગેઝમ મિસિંગ લાગે છે, શું થઇ શકે?

24 July, 2020 07:48 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ફોરસ્કિન બહુ સેન્સિટિવ થઈ ગઈ હોવાથી ઑર્ગેઝમ મિસિંગ લાગે છે, શું થઇ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- લગ્નને ત્રણ વર્ષ થયાં છે. હમણાંથી મારી ફોરસ્કિન બહુ સેન્સિટિવ થઈ ગઈ હોવાથી સ્પર્શ અને પેનિટ્રેશન થયાની ત્રણ-ચાર મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. વાઇફ અસંતુષ્ટ રહી ગઈ છે એવું તેના વર્તન પરથી સ્પષ્ટ જાય છે અને મને પણ ઑર્ગેઝમ મિસિંગ લાગે છે. અત્યાર સુધી અમે આ બાબતે ઘણા એક્સપરિમેન્ટિવ રહ્યાં છીએ એટલે મારે પર્ફોર્મન્સ સુધારવો છે. ઝાયલોકેન જેલી લગાવું છું તો સ્ખલન લંબાય છે, પણ એમાંય મજા નથી. એને કારણે સ્ખલન પછી પણ ક્યાંય સુધી એ ભાગ સંવેદનારહિત લાગે છે. મારા દોસ્તોનું કહેવું છે કે બરફ લગાવવાથી પણ જે-તે ભાગમાં સેન્સેશન ઘટી જાય છે. તો શું મલમને બદલે બરફ લગાવવાથી શીઘ્રતાને વિલંબિત સ્ખલનમાં ફેરવી શકાય? મને બરફનો પ્રયોગ કેવી રીતે કરવો એ સમજાતું નથી. યોનિપ્રવેશ પહેલાં બરફ લગાવવો કે ફોરપ્લે પહેલાં? યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ- શીઘ્રસ્ખલન માટે બરફ લગાવવાની વાત જ્યાંથી પણ વાંચી છે કે સાંભળી છે એ સદંતર ખોટી છે. કોઈ પણ ઠંડી વસ્તુથી ઉત્તેજના શમે છે અને રક્તવાહિનીઓ સંકોચાય છે એટલે જો યોનિપ્રવેશ પહેલાં બરફ લગાવશો તો આવેલી ઉત્તેજના પણ ચાલી જશે, બાકી નૉર્મલી સમાગમ સિવાયના સંજોગોમાં બરફ લગાવવાથી સમાગમ દરમ્યાન ઇન્દ્રિયની ઉત્તેજના વધે કે ઘટે એને કોઈ સંબંધ નથી. બરફ લગાવવાથી થોડા સમય માટે એ ભાગમાં ટેમ્પરરી સંવેદના ફીલ થવાનું બંધ થઈ જાય છે. મારા મતે બરફ લગાવવાથી ફાયદો થાય એ વાતમાં કોઈ
માલ નથી.
સમાગમમાં વૈવિધ્ય લાવવાના પ્રયોગો કરવા હોય તો એ માટે તમે પોઝિશન્સમાં વેરિએશન લાવી શકો છો. સામાન્ય રીતે ફીમેલ સુપિરિયર પોઝિશન અપનાવવામાં આવે છે ત્યારે સ્ખલન થોડુંક લંબાય છે. પેનિસની ત્વચા વધુપડતી સંવેદનશીલ થઈ ગઈ હોય તો અન્ડરવેઅર પહેરતાં પહેલાં ફોરસ્કિન પાછળ ખેંચીને પછી પહેરવાની રાખો.
શીઘ્રસ્ખલન પર કાબૂ મેળવવો હોય તો તમે અશ્વિની અને વજ્રોલી મુદ્રાનો પ્રયોગ કરી શકો છો. હસ્તમૈથુન દરમ્યાન પણ તમે સ્ટૉપ ઍન્ડ સ્ટાર્ટ ટેક્નિક વાપરીને સ્ખલન પર થોડોક કાબૂ મેળવી શકશો, બાકી જો શીઘ્રસ્ખલનને કારણે તમને જો લાગતું હોય કે સમાગમ પછી પત્ની અસંતુષ્ટ રહી જાય છે તો તમારે યોનિપ્રવેશ પહેલાં જ તેને ઓરલી કે હાથથી સંતોષ આપી દેવો.

sex and relationships dr ravi kothari columnists