ઝડપથી શિથિલતા આવી જાય છે, વૃદ્ધાવસ્થામાં વાયેગ્રા લેવાથી ફાયદો થશે?

13 July, 2020 04:18 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ઝડપથી શિથિલતા આવી જાય છે, વૃદ્ધાવસ્થામાં વાયેગ્રા લેવાથી ફાયદો થશે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ-  મારી ઉંમર ૪૯ વર્ષની છે. બાવીસ વર્ષ પહેલાં લગ્ન થયાં ત્યારે મારી ઇન્દ્રિય સાડાપાંચ ઇંચ જેટલી લાંબી થતી હતી, પણ હવે ઉંમર વધવાની સાથે ઇન્દ્રિયની સાઇઝ નાની થઈ ગઈ છે. મારી વાઇફને પણ સંતોષ નથી મળતો. મને ડાયાબિટીઝ કે બ્લાડ-પ્રેશર જેવી કોઈ બીમારી નથી. મહિનામાં એકાદ વાર સંભોગની ઇચ્છા થાય છે ત્યારે ઇન્દ્રિય ઉત્તેજિત થાય છે, પણ એમાં યોનિપ્રવેશ થઈ શકે એટલું કડકપણું નથી હોતું. ખરેખર લાગે છે કે હવે હું ઘરડો થઈ ગયો છું. ચુસ્તી-સ્ફૂર્તિ જાળવી રાખવાનો હું ઘણો પ્રયત્ન કરું છું, પરંતુ ખૂબ ઝડપથી શિથિલતા આવી જાય છે. મિત્રો કહે છે કે વાયેગ્રા લેવાથી તેમને ફરક પડે છે. શું વૃદ્ધાવસ્થામાં વાયેગ્રા લેવાથી મારા જેવી તકલીફમાં ફાયદો થશે?
જવાબ- તમે તમારી જાતને ઘરડા માની લીધા છે. આ વય વૃદ્ધત્વની નહીં, મિડલ-એજની છે. સૌથી અગત્યની વાત તો એ છે કે તમારી ઉંમરને અને સેક્સને કંઈ લેવાદેવા નથી. શરીર ઘરડું થાય એ સ્વાભાવિક છે, પણ તમે પોતે શું માનો છો અને શું ફીલ કરો છો એ બહુ મહત્ત્વનું છે. એક યુવાન એમ વિચારે કે તે વૃદ્ધ થઈ ગયો છે તો તે આપમેળે નિષ્ક્રિય થઈ જવાનો છે, પણ વૃદ્ધ થયા પછી પણ જો તમે મનથી યુવાનો જેવો તરવરાટ જાળવી રાખો તો તમારી ચુસ્તી-સ્ફૂર્તિ યુવાનો જેવી ટકાવી શકાય એમ છે. ઘરડા થઈ ગયાની ફીલિંગને કારણે જાતીય જીવનમાં માનસિક પરિબળો ઉમેરાય છે. ઇન્દ્રિય નાની થઈ ગઈ છે એ તમારી માનસિક તકલીફ હોઈ શકે છે. સૂતેલી અવસ્થામાં ઇન્દ્રિય નાની હોય કે મોટી, એનાથી કોઈ ફરક નથી પડતો. ઉત્તેજિત ઇન્દ્રિયની સાઇઝ જો બે ઇંચ કરતાં વધારે હોય તો મહદંશે સ્ત્રીને સંતોષ આપવામાં કોઈ જ સમસ્યા નથી સર્જાતી.
તમને કામેચ્છા થાય છે, ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે પણ પૂરતી નથી. એ માટે તમે વાયેગ્રા વાપરી શકો છો. યાદ રહે કે જો તમે બ્લડ-પ્રેશર માટે નાઇટ્રેટયુક્ત ગોળી ન લેતા હો તો જ એ લેવાય. દેશી વાયેગ્રા સમાગમના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે લેવી જોઈએ. એ ઇન્દ્રિયમાં આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરે છે.

sex and relationships dr ravi kothari columnists