આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહી શકો ખરો?

05 August, 2020 02:29 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહી શકો ખરો?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૬ વર્ષ છે. બે સંતાનો છે અને સુખી લગ્નજીવન છે. મારી પત્ની પણ સેક્સલાઇફમાં રસ લેતી હોવાથી અમે બધી જ રીતે માણવાની કોશિશ કરીએ છીએ. કંઈક નાવીન્ય માટે અમે પાછળથી યોનિપ્રવેશની પોઝિશન ટ્રાય કરી હતી. ઇન ફૅક્ટ મને આમનેસામને મોઢું રાખીને સમાગમ કરવાને બદલે પાછળથી સમાગમ કરવાનું ગમવા લાગ્યું છે. પહેલાં મને સ્ખલન થવામાં થોડીક વાર લાગતી હતી, પણ પાછળની પોઝિશનથી બધું જાણે પર્ફેક્ટ થાય છે. જોકે મારી વાઇફને એમાં શરમ લાગે છે. શું આ પોઝિશનમાં પણ સ્ત્રીને ગર્ભ રહી શકો ખરો? અમે હમણાં બીજું બાળક નથી ઇચ્છતાં તો કૉન્ડોમ વાપરવું જરૂરી છે? શું આ પોઝિશનમાં સમાગમ કરવાથી કોઈ નુકસાન થઈ શકે ખરું?
જવાબ- સ્ત્રીના યોનિમાર્ગમાં પાછળથી ઇન્દ્રિયપ્રવેશ કરવાને ડૉગી પોઝિશન કહે છે. તમને બન્નેને જો આ પોઝિશન પસંદ હોય તો તમે અવશ્ય એ રીતે સમાગમ કરી શકો છો. ઘણી વ્યક્તિને આ પોઝિશન વધારે પસંદ હોય છે, કારણ કે એમાં પુરુષ પાર્ટનર બન્ને હાથે સ્ત્રીના બૉડીને એક્સપ્લોર કરી શકે છે. સેક્સલાઇફમાં આવેલી મૉનોટોની તોડીને આ પોઝિશનથી નવીનતા આવે છે. ઘણા લોકોને આ ડૉગી પોઝિશનમાં વધારે આનંદ આવતો હોય છે, કારણ કે સ્ત્રીની યોનિની પકડ પણ આમાં વધુ મજબૂત બનતી હોય છે.
પશુઓ હંમેશાં આ જ પ્રમાણે સમાગમ કરતાં હોવાથી આ આસનને પશુઆસન પણ કહેવામાં આવે છે, જ્યારે માનવજાતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેનાં મોઢાં સામસામાં હોય એ રીતે સમાગમ થતો હોય છે. કદાચ તમારી વાઇફને આ વાતને કારણે શરમ કે સંકોચ થતાં હશે, પરંતુ જો બન્નેને આ પોઝિશનમાં આનંદ આવતો હોય તો એમ કરવાથી બેમાંથી એકેયને કોઈ નુકસાન નથી.
ઇન ફૅક્ટ જો પુરુષ વિલંબિત સ્ખલનની સમસ્યાથી પીડાતો હોય તો આ આસન યોજવાથી તેનું વિલંબિત સ્ખલન થોડું જલદી થાય છે, કેમ કે ઇન્દ્રિયની પકડ આ આસનમાં મજબૂત હોય છે. આ પોઝિશનમાં પણ જો તમે વીર્યસ્ખલન યોનિમાર્ગમાં જ કરતા હો તો એનાથી સ્ત્રીને ગર્ભ રહેવાની શક્યતા અવશ્ય રહે છે. એટલે બાળક ન જોઈતું હોય તો કૉન્ડોમનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે.

sex and relationships columnists dr ravi kothari