અલવિદા સમીરઃ કૅરૅક્ટર કેવી રીતે ડેવલપ થાય એ તેં દુનિયાને શીખવ્યું, થૅન્ક યુ દોસ્ત

18 March, 2023 08:49 AM IST  |  Mumbai | Manoj Joshi

આજે પણ, સિરિયલ પૂરી થઈ ગયાના ઑલમોસ્ટ ચાર દસકા પછી પણ લોકોને કૅરૅક્ટર યાદ હોય એવું ભાગ્યે જ બનતું હોય અને એ પણ ટીવી-સિરિયલનું કૅરૅક્ટર, પણ એ બન્યું માત્ર અને માત્ર સમીરને કારણે

સમીર ખખ્ખર

એ સમયે ટીવી-સિરિયલો સાવ નવી-નવી હતી અને દૂરદર્શન સિવાય કોઈ ટીવી-ચૅનલ હતી નહીં. એવા સમયે ‘નુક્કડ’ નામનો એક પ્રોજેક્ટ ડેવલપ થયો અને ડેવલપ થયેલા એ પ્રોજેક્ટનાં ઑડિશન શરૂ થયાં. હવે પછીની જે વાત કહું છું એ વાત સમીર ખખ્ખરે પોતે મને કરી છે એટલે તમે એમાં લેશમાત્ર શંકા કરી શકવાના નથી.સમીર ખખ્ખર. ‘નુક્કડ’નો ખોપડી. હૅટ્સ ઑફ યાર. આજે પણ, સિરિયલ પૂરી થઈ ગયાના ઑલમોસ્ટ ચાર દસકા પછી પણ લોકોને કૅરૅક્ટર યાદ હોય એવું ભાગ્યે જ બનતું હોય અને એ પણ ટીવી-સિરિયલનું કૅરૅક્ટર, પણ એ બન્યું માત્ર અને માત્ર સમીરને કારણે. ઑડિશનમાં સમીરના હાથમાં સ્ક્રિપ્ટ આપવામાં આવી અને સમીરે એ સ્ક્રિપ્ટ પાક્કી કરી લીધી. થોડી વાર પછી વારો આવ્યો એટલે સમીરે ઑડિશન લેનારા અસિસ્ટન્ટ ડિરેક્ટરને રિક્વેસ્ટ સાથે વાત કરી કે તમારી સ્ક્રિપ્ટમાં સહેજ એડિશન કરું તો છૂટ છે?

પેલાએ હા પાડી અને એ હા પાડવાનું કારણ પણ હતું. તે ગુજરાતી છોકરો હતો અને તેણે સમીર ખખ્ખરને અગાઉ નાટકોમાં ઍક્ટિંગ કરતાં જોયો હતો. સમીરે તૈયાર કરી લીધી અને ઑડિશન શરૂ થયું. એક મિનિટના ઑડિશન પછી તરત પેલાએ ઑડિશન રોક્યું અને દોડતા જઈને તે સઈદ મિર્ઝાને બોલાવી લાવ્યો. સઈદ મિર્ઝા શોના ડિરેક્ટર અને કુંદન શાહ સાથે તે શો ડિરેક્ટ કરવાના હતા. સઈદભાઈ આવ્યા એટલે ફરીથી ઑડિશન શરૂ થયું. પહેલી લાઇન, બીજી અને ત્રીજી લાઇન અને તરત સઈદભાઈએ સમીરને રોકી દીધો. કહ્યું કે ભાઈ, ડ્રિન્કસ લઈને તમે આવ્યા છો એ બરાબર નથી. પ્લીઝ, તમે પછી આવજો.સમીર ખખ્ખર સમજાવી-સમજાવીને થાકી ગયો કે મેં ડ્રિન્ક્સ નથી લીધું, પણ સઈદ મિર્ઝા માને જ નહીં કે કોઈ માણસ દારૂ પીધા વિના આ સ્તરે પર્ફેક્શન કેવી રીતે લાવી શકે, કઈ રીતે શક્ય બને, પણ શક્ય બનાવવાનું એ કામ સમીર ખખ્ખરે કરી દેખાડ્યું અને એ પણ એ રીતે કરી દેખાડ્યું કે શોમાં એ ખોપડીનું કૅરૅક્ટર કાયમ માટે જીવંત બની ગયું. ચોવીસ કલાક પીયક્કડ રહેતા ખોપડી એટલે કે ગોપાલ માટે એ પછી તો સમીરે અનેક પ્રકારનાં બીજાં ઑડિશન પણ કર્યાં, એટલું જ નહીં, ફાઇનલ થઈને આવતી સ્ક્રિપ્ટમાં પણ તે એવા ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ લઈ આવતા કે બધા એ સ્વીકારતા.

પહેલી વાર એવું બન્યું હતું કે સમીર ખખ્ખરે ટીવીના એક કૅરૅક્ટરને એવું તે જીવંત બનાવી દીધું જે તમને ક્યાંક ને ક્યાંક કેસ્ટો મુખરજીની યાદ અપાવી જતું હતું. કેસ્ટો સર પણ આલ્કોહૉલ પીધા વિના ડિટ્ટો એવી જ ઍક્ટિંગ કરતા અને સમીરે પણ એ જ કર્યું અને એ પણ મહિનાઓ સુધી. અરે, સમીરને રસ્તા પર કોઈ ફૅન મળી જતું તો તે તરત સમીરને ઊભા રાખી સલાહ આપતા કે આટલો દારૂ નહીં પીઓ. તમારી હેલ્થને નુકસાન થશે. તેણે આપેલી એ સલાહ પછી સમીર માત્ર હસી લેતો અને કહેતો પણ ખરો કે બસ, છોડી જ રહ્યો છું. વહેલામાં વહેલી તકે છૂટી જશે.

સમીર, વી વિલ મિસ યુ ફૉર શ્યૉર. હવે જ્યારે પણ કોઈને આલ્કોહૉલ પીધેલો કે પછી તેના જેવી ઍક્ટિંગ કરતો જોઈશ ત્યારે મારી આંખ સામે તું જ આવીશ, ફૉર શ્યૉર.

લવ યુ, મિસ યુ.

columnists manoj joshi