પ્રૉબ્લેમ વિના પરેજી પાળતા થયા તો સમજી લો તમને હેલ્થનું ઇમ્પોર્ટન્સ સમજાવા માંડ્યું

19 December, 2022 05:09 PM IST  |  Mumbai | Rashmin Shah

હજી થોડા સમય પહેલાં જ ‘બિગ બૉસ’ના ઘરમાંથી બહાર આવેલા ગૌતમ વિજે ‘ફ્લૅટ’થી ફિલ્મ અને ‘નામકરણ’થી ટીવી-સિરિયલની શરૂઆત કરી અને એ પછી અનેક સિરિયલ તથા ફિલ્મો કરી. ગૌતમ માને છે કે જો તમે જીભ પર કાબૂ કરતાં થઈ ગયા તો તમે હેલ્થની બાબતમાં સજાગ થવા માંડ્યા

ગૌતમ વિજ

અત્યારના સમયની સૌથી સારી વાત જો કોઈ હોય તો એ કે આજે બધા જાણે છે કે હેલ્થનું શું ઇમ્પોર્ટન્સ છે. કોરોના પછી તો ખાસ આ અવેરનેસ આવી છે. બધાને સમજાયું છે કે જો આપણે હેલ્થ નહીં સાચવીએ, જો આપણે કૅર નહીં કરીએ તો જે પ્રૉબ્લેમ આવશે એ એવો ખરાબ હોઈ શકે છે કે જેની કલ્પના સુધ્ધાં ન થઈ શકે.

કોરોના પછી હેલ્થ બાબતમાં વધારે સિરિયસ અવેરનેસ આવી છે. જોકે એમ છતાં પણ એ પર્સન્ટેજ-વાઇઝ તો હજુ પણ ઓછી જ છે, પણ હા, પ્રી-કોવિડ કરતાં એમાં વધારો થયો છે એ પણ આપણે સ્વીકારવું રહ્યું. સિટીમાં આવેલી અવેરનેસને લીધે આજે લોકો યોગ-મેડિટેશન, એક્સરસાઇઝ, વર્કઆઉટ કરતા થયા છે તો હેલ્ધી ફૂડ માટે પણ ખરેખર સભાનતા આવી છે. પહેલાંની વાત જુદી હતી, પણ હવે હું રીતસર એવા લોકોને ઓળખું છું જેમણે મેંદો કે બ્રેડ ખાવાની બંધ કરી દીધી હોય કે પછી શુગર અવૉઇડ કરતા હોય. કોઈ પ્રૉબ્લેમ ન હોય તો પણ પરેજી પાળવાની આ જે આદત છે એ દેખાડે છે કે વ્યક્તિ હેલ્થ માટે સિરિયસ થઈ છે અને એ જે સિરિયસનેસ છે એ જ સ્વસ્થ ભારત બનાવવાનું કામ કરશે. હું માનું છું કે જરૂરી નથી કે તમે વર્કઆઉટ શરૂ કરો, પણ હા, તમે ખાવાપીવાની બાબતમાં પણ જો જાગૃત થઈ જશો તો એક સમય એવો આવશે કે તમને કોઈ પ્રેશર નહીં કરે તો પણ તમે વર્કઆઉટ માટે જાગૃત થશો. વૉકિંગ, રનિંગ અને જૉગિંગ કરતા થશો.હું માનું છું કે આ જાગૃતિ સ્વૈચ્છિક છે અને જો મનથી હેલ્થ માટે અલર્ટ થઈ જવાનું સૂઝે તો એનાથી ઉત્તમ ક્યારેય બીજું કશું ન હોય.

આ પણ વાંચો : સવારથી લઈને સાંજ સુધી તમે એકસરખી એનર્જી સાથે પસાર કરો એનું નામ ફિટનેસ

ચાલો, મારા વર્કઆઉટ-વર્લ્ડમાં 

હું વર્કઆઉટ કરું છું, જેમાં બૉડી-સ્ટ્રેચિંગથી લઈને કાર્ડિયો, માર્શલ આર્ટ્સ, કિક બૉક્સિંગ અને ડાન્સિંગને સામેલ કરું છું. હું મારી વર્કઆઉટ પૅટર્ન રોજ બદલતો રહું છું તો સાથોસાથ મારા વર્કઆઉટના ટાઇમિંગમાં પણ ફરક આવ્યા કરે. જે ૪પ મિનિટથી લઈને દોઢ કલાક સુધીનું હોય છે. આ ટાઇમિંગ મારા શૂટ-ટાઇમિંગ પર આધારિત હોય છે એ સહેજ તમારી જાણ ખાતર, પણ હા, વર્કઆઉટ કરવાનું એટલે કરવાનું. એ મિસ ક્યારેય ન થાય. હું એમ પણ માનું છું કે વર્કઆઉટ કે ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જરૂરી છે, પણ પ્રૉબ્લેમ ત્યાં છે કે જ્યારે લોકો એવું માનવા માંડે કે જિમ કરવાથી જ હેલ્થ બને.

યંગસ્ટર્સમાં આ મિથ બહુ મોટા પાયે છે. તેમને ડિઝાઇનર ક્લોથ પહેરવાં છે, મસલ્સ ફુલાયેલા જોઈએ છે, માચો બૉડી ટોન જોઈએ છે અને સિક્સ-પૅક્સ જોઈએ છે. હું ઍક્ટર છું અને હું આ બધાની ડિમાન્ડ રાખું તો બરાબર છે, પણ જો તમે સેલ્સ એક્ઝિક્યુટિવ કે પછી એચ.આર. મૅનેજર હો અને આવી અપેક્ષા રાખો તો મારે મન એ હેલ્થ પર રેપ કર્યો કહેવાય. હેલ્ધી રહેવું એ પહેલો અને અંતિમ ગોલ હોવો જોઈએ, જેના માટે જરૂરી નથી કે તમે વર્કઆઉટ માટે જિમમાં જાઓ. વૉકથી લઈને તમે સ્વિમિંગ, સાઇકલિંગ, સ્કિપિંગ કરી શકો. સ્ટ્રેસ રિલીઝ કરવા તમે મેન્ટલી પણ થોડું વર્કઆઉટ કરો અને એમાં મેડિટેશન, યોગ કે સૂર્યનમસ્કાર કરો. તમે વર્કઆઉટમાં ડાન્સને પણ ગણી શકો, ડાન્સ એ બહુ સારું કાર્ડિયો-વર્કઆઉટ છે.

કહેવાનો મતલબ એ કે તમે તમારા બૉડીને ઍક્ટિવિટી આપો. એવી ઍક્ટિવિટી કે તમારું શરીર અંદરથી પણ કામે લાગી જાય.

આ પણ વાંચો : ફિટનેસ એટલે ડિસિપ્લિન અને ડિસિપ્લિન એટલે લેઝીનેસ વિનાની લાઇફ

ચાલો જઈએ, મારા કિચનમાં

મારું ડાયટ બહુ સિમ્પલ છે. મને યાદ છે જ્યારે મેં વર્કઆઉટ શરૂ કર્યું ત્યારે મને ટ્રેઇનરની જરૂર હતી, પણ એ વખતે મારી પાસે એટલી આવક કે ફંડ નહોતું કે હું ટ્રેઇનરની ફી ચૂકવી શકું, જેને લીધે હું લોકોને પૂછી-પૂછીને વર્કઆઉટ કરતો. પરિણામે બન્યું એવું કે મેં મારું વર્કઆઉટ મારી જાતે જ ડિઝાઇન કરી લીધું અને એવું જ ડાયટ માટે પણ થયું.

શરૂઆતમાં પૂછી-પૂછીને મેં મારું ડાયટ જાતે નક્કી કર્યું અને પછી મને એ જ સ્ટાઇલ ફાવી ગઈ. મારા બૉડીને કેટલા કાર્બ્સની જરૂર છે કે પછી મારું કેટલું પ્રોટીન ઇન્ટેક હોવું જોઈએ એ હવે હું જાતે જ નક્કી કરું છું અને એ મુજબ હું મારું ફૂડ ઇન્ટેક સેટ કરું છું. 

દિવસના હું પાંચ મીલ લઉં છું, જેમાંથી ત્રણ મીલ ફિક્સ. આ ઉપરાંત હું મારી સાથે ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ અને પ્રોટીન બાર હોય. મને ભૂખ લાગે ત્યારે એ ખાવાનું અને તમને કહ્યું એમ, બાકી ત્રણ મીલ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ફિક્સ. 

બૅલૅન્સ ફૂડ ખાવાથી મોટો ફાયદો એ થાય છે કે ડાઇજેસ્ટિવ સિસ્ટમનું કામ આસાન રહે છે અને એણે એક્સ્ટ્રા એનર્જી વાપરવી નથી પડતી. બૉડીને જરૂરી હોય એટલું કે એનાથી થોડું ઓછું ફૂડ આપશો તો એ પ્રૉપર્લી ડાઇજેસ્ટ થશે. 

આ પણ વાંચો :  સવારે જૉગિંગ અને સાંજે હાર્ડ વર્કઆઉટ

હું એ પણ કહીશ કે જે કંઈ ખાવાનું રાખો એ જેટલું ઓછું પ્રોસેસ્ડ હોય એનું ધ્યાન રાખો અને બને ત્યાં સુધી પ્રિઝર્વેટિવ્સ હોય એવું ફૂડ ખાવાનું બંધ કરો. પ્રોસેસ્ડ ફૂડ અને પ્રિઝર્વેટિવ્સ શરીર માટે સૌથી હાનિકારક છે.

ગોલ્ડન વર્ડ્‍સ
સૂર્યનમસ્કારથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ કોઈ નથી, એ વ્યક્તિને શારીરિક અને માનસિક બન્ને પ્રકારના ઍડ‍્વાન્ટેજ આપે છે તો સાથોસાથ સ્ટ્રેસમાંથી પણ છુટકારો અપાવે છે.

columnists Rashmin Shah health tips Bigg Boss