નિષ્ફળતાનું એક કારણ તમારી મૂર્ખામી પણ હોય

02 March, 2021 10:39 AM IST  |  Mumbai | Sanjay radia

નિષ્ફળતાનું એક કારણ તમારી મૂર્ખામી પણ હોય

ઑથેન્ટિક ‍ઍક્ટર : ‘શુકન સવા રૂપિયો’માં લીડ રોલ કર્યો હતો નીતિન વખારિયાએ. નીતિને કરેલા તમામ રોલમાં બેસ્ટ રોલ જો કોઈ હોય તો એ ‘શુકન સવા રૂપિયો’નો લીડ રોલ, આ વાત નીતિન પણ સ્વીકારે છે.

હા, વાત ખોટી નથી. ‘શુકન સવા રૂપિયો’ નાટક ફ્લૉપ ગયું એની પાછળ ક્યાંક ને ક્યાંક આ વાત મને પણ લાગુ પડે છે. મારી પાસે કાન્ત‌િ મડિયા જેવા દિગ્ગજ હતા અને નાટકનું ડિરેક્શન મારે તેમને સોંપી દેવાની જરૂર હતી, પણ મેં મૂર્ખામી કરી અને એનું પરિણામ નાટકે ભોગવવું પડ્યું.

‘શુકન સવા રૂપિયો.’
આપણે વાત કરી રહ્યા છીએ સત્યઘટના પર આધારિત એવા મારા નાટકની. સજાતીય સંબંધો દર્શાવતા આ નાટકના હિરોઇનના પેરન્ટ્સમાં અમે મીનલ પટેલ, કાન્તિ મડિયા જેવાં દિગ્ગજોને ફાઇનલ કર્યાં તો એની સાથે છોકરાનાં માબાપ તરીકે શરદ શર્મા અને અમિતા રાજડા અને છોકરીના કૅરૅક્ટરમાં મીનલ પડિયાર અને તેના પ્રેમીની ભૂમિકામાં હેમંત કેવાનીનું કાસ્ટિંગ કર્યું. નાટક લખ્યું મુનિરા વીરાણી-રાણેએ અને એનું ડિરેક્શન મેં કર્યું, જે પહેલાં મારો મિત્ર દિગ્દર્શક શાહરુખ સદરી કરવાનો હતો. મિત્રો, ગયા મંગળવારનો આ આર્ટિકલ વાંચીને અનેક લોકોના ફોન આવ્યા તો અઢળક ઈ-મેઇલ પણ આવી કે તમે બધાનું કાસ્ટિંગ કહ્યું, પણ જેણે સુસાઇડ કર્યું હતું, જે સજાતીય સંબંધોમાં માનતો હતો એ છોકરાનું કૅરૅક્ટર કયા ઍક્ટરે કર્યું તેનું નામ આપ્યું નહીં. એવું પાત્ર ભજવવાની હિંમત કરનારું કોણ હતું?
એ કૅરૅક્ટર કર્યું નીતિન વખારિયાએ. નીતિન અનેક નાટકોમાં લીડ હીરો તરીકે આવી ગયો છે, તો ઘણી હિન્દી સિરિયલો પણ તેણે કરી છે. નીતિન દુન્યવી સંબંધોની દૃષ્ટિઅે આજે મારો સાઢુભાઈ થાય, પણ ‘શુકન સવા રૂપિયો’ નાટકમાં મેં તેને કાસ્ટ કર્યો ત્યારે અમારા કોઈ સંબંધ નહોતા. અગાઉ નીતિને મારા ‘બા રિટાયર થાય છે’ નાટકમાં પદ્‍મારાણીના નાના દીકરાની ભૂમિકા કરી હતી અને એ પછી તેને સીધો મેં આ નાટકમાં કાસ્ટ કર્યો હતો. આ રોલ માટે મેં પહેલાં ચિરાગ વોરાને પસંદ કર્યો હતો, પણ ચિરાગે વાર્તા સાંભળીને રોલ કરવાની ના પાડી દીધી અને એમાં નીતિન વખારિયાનો ચાન્સ લાગી ગયો. નીતિને ખૂબ સરસ રીતે ભૂમિકા ભજવી હતી. નીતિને પોતાની ઍક્ટિંગ-કરીઅરમાં જેટલાં નાટક કર્યાં એમાં સૌથી બેસ્ટ ભજવેલો રોલ જો કોઈ હોય તો એ આ છે. જે રીતે નીતિને રોલ નિભાવ્યો હતો એ જોતાં લોકોને તેને માટે ઘૃણા નહોતી જાગી, પણ દયા આવી હતી. સિમ્પથી થતી હતી અને એ જ તેની જીત હતી. આ વાત કોઈ પણ ઍક્ટર માટે ખૂબ ગર્વ આપનારી હોય છે.
નીતિન વખારિયા સિવાયની બીજી બે-ત્રણ વાત પણ મારે તમને કહેવાની છે. પહેલાં વાત કરીએ જાણીતા નાટ્યલેખક વિનોદ સરવૈયાની. વિનોદે અત્યાર સુધીમાં ૬પથી વધારે નાટક લખ્યાં છે અને એ નાટકોમાંથી ૪૦થી વધુ તો મારા જ પ્રોડક્શનનાં લખ્યાં છે. ‘શુકન સવા રૂપિયો’ સમયે વિનોદ મ્યુઝિકમાં કરીઅર બનાવવા માગતો હતો. અમારા આ નાટકમાં વિનોદે મ્યુઝિક ઑપરેટ કર્યું હતું. સંગીત પ્રત્યે તેને બહુ લગાવ. આખો દિવસ તે ભારતીય વિદ્યા ભવનના પગથિયે બેઠો-બેઠો ગીત ગણગણતો રહેતો. તેના આ મ્યુઝિક-પ્રેમને જોઈને અમે તેનું નામ પાડ્યું હતું, વિનોદ એમટીવી. આજે પણ મારા મોબાઇલના કૉન્ટૅક્ટ-લિસ્ટમાં વિનોદનું નામ એમટીવી તરીકે જ સ્ટોર થયેલું છે. એ વખતે અમને ખબર નહોતી કે આવતા સમયમાં વિનોદ સફળ લેખક બનશે.
હવે કરીએ બીજી વાત. નાટકનો એક સીન બરાબર જામતો નહોતો એટલે થોડા શો પછી કાન્તિ મડિયાએ પ્રવીણ સોલંકીને સીન રીરાઇટ કરી આપવાનું કહ્યું અને પ્રવીણભાઈએ ખુશી-ખુશી એ કર્યું પણ ખરું. આભાર પ્રવીણભાઈ.
ગયા મંગળવારનો આર્ટિકલ વાંચીને નાટકની રાઇટર મુનિરા વીરાણીનો પણ મેસેજ આવ્યો. મુનિરાએ કહ્યું કે આર્ટિકલ વાંચીને જૂના દિવસો તાજા થઈ ગયા. આજે પાછળ ફરીને જોઉં છું તો થાય છે કે આ નાટક અત્યારે જો મેં લખ્યું હોત તો તદ્દન અલગ રીતે લખ્યું હોત. મુનિરાએ એ પણ કહ્યું કે સંજય, માણસ નિષ્ફળતાનો અપજશ હંમેશાં બીજાના શિરે મૂકતો હોય છે, પણ તું દરેક નિષ્ફ્ળતાની જવાબદારી તારા શિરે લે છે એ વાત મને બહુ ગમી. ત્યારે મેં કહ્યું,
‘અમુક સમય પછી તમે સારું કામ કર્યું, ખરાબ કામ કર્યું, નાટક સફળ રહ્યું કે ફ્લૉપ ગયું એ બધું ગૌણ બની જાય છે. મહત્ત્વનું માત્ર એટલું જ છે કે નિષ્ફળતા તમને શું શીખવી ગઈ અને તમે એ શીખને કઈ રીતે જીવનમાં ઉતારી.’
મિત્રો, આ ફિલોસૉફી નથી, મારો જીવનમંત્ર છે. ‘શુકન સવા રૂપિયો’ને હું પાછળ ફરીને જોઉં છું ત્યારે મને મારી ભૂલ દેખાય છે. મને સમજાય છે કે શાહરુખ સદરીએ નાટક છોડ્યું એ સમયે મારે નાટકનું દિગ્દર્શન કાન્તિ મડિયાને સોંપી દેવાની જરૂર હતી. કાન્તિભાઈ ટીમમાં જ હતા‍. તેમના કસબનો અનુભવ ડગલે ને પગલે અમે લોકોએ જોયો હતો. તેઓ અમને બધાને બાળકોની જેમ જ રાખતા. જો મેં નાટક મડિયાને સોંપી દીધું હોત તો કદાચ નાટકનું ભવિષ્ય જુદું જ હોત, પણ મેં મૂર્ખાએ એવું કર્યું નહીં. એ સમયે મને સમજાયું નહીં કે મડિયા જેવા દિગ્ગજને, તેમના જેવી હસ્તીને દિગ્દર્શિત કરવાનું મારું ગજું નથી, પણ એ વખતે ચડતું લોહી, જુવાનીનો જોશ હતો અને એ જોશમાં જ મેં શાણપણ ગુમાવીને નિર્ણય લીધો. આ સભાનતા મને બહુ મોડે-મોડે આવી અને મને સમજાયું કે મેં બહુ ખોટું કરી નાખ્યું. તમે માનશો નહીં મને આ અપરાધથી સહેજ પણ ઓછું નથી લાગતું. વર્ષો સુધી મડિયાને ડિરેક્ટ કરવાના એ અપરાધભાવથી હું પીડાતો રહ્યો છું અને આજે પણ આંખ બંધ કરું ત્યારે મને એ અપરાધ કનડે છે. હશે, જીવન આમ જ લેસન આપતું હશે.
૧૯૯૮ની ૨૯ નવેમ્બરે નાટક ઓપન થયું. નાટક ચાલ્યું નહીં, પણ અમે બહુ મોટી નુકસાની કરી નહીં, કારણ કે એ નાટકના ડિજિટલ રાઇટ્સ મેં વેચી નાખ્યા અને એના પરિપાકરૂપે એ નાટક આજે પણ યુટ્યુબ પર જોવા મળે છે. ‘શુકન સવા રૂ‌પિયો’ની નિષ્ફળતાને હું સમજું કે પછી એનું પોસ્ટમૉર્ટમ કરું એ પહેલાં જ મારી સામે લાઇફ ચેન્જિંગ મોમેન્ટ આવી.

ફૂડ ટિપ્સ : ક્યારેય દહીંવડામાં મસાલેદાર બટાટાનો સ્વાદ માણ્યો છે?

મિત્રો, આપણે કચ્છની ફૂડ-ટિપ્સ વાંચી રહ્યા છીએ. બચુ માલીના કચ્છી સમોસાંનો આસ્વાદ કરાવ્યા પછી ગયા અઠવાડિયે મેં તમને રેલવે-સ્ટેશન પાસે આવેલા શંકરના મરચાપાઉંનો સ્વાદ પણ પહોંચાડ્યો. મરચાપાઉં ખાધા પછી પણ પેટમાં હજી ભૂખ હતી. ટ્રેનમાં કશું ખાવા કરતાં બહેતર છે કે અહીં જ ક્યાંક પેટપૂજા કરી લઉં.
શંકરનાં વડાપાઉં અને મરચાપાઉં ખાધા પછી આજુબાજુમાં નજર દોડાવી તો શંકરની બાજુમાં જ જોશીનાં દહીંવડાં મળતાં હતાં. મને થયું કે ચાલો દહીંવડાં ટ્રાય કરીએ.
મિત્રો, દહીંવડાં આપણા રેગ્યુલર દહીંવડાં જેવાં જ, દહીં જાડું હતું, વડાં સૉફ્ટ. આ દહીંવડાં બનતાં જોયા એટલે ખબર પડી કે એ તો સાથે બટાટા પણ આપે છે એટલે કે દહીંવડાં પણ મળે અને દહીંવડાં-બટાટા પણ મળે. આ જે બટાટા હતા એ આપણાં ભૂંગળા-બટાટા જેવા લાલ રસાવાળા અને મસાલાથી ભરપૂર હોય.
એવા જ મસાલાથી ભરપૂર બટાટા હોય. એ મસાલાવાળા બટાટાના ટુકડા કરીને એના પર દહીં નાખે અને એની ઉપર ચટણી અને મીઠું-મરચું ભભરાવે. પેલું દહીંવડાનું વડું તો હોય જ, પણ એ વડા સાથે આ તીખા મસાલેદાર બટાટાનો સ્વાદ પણ આવ્યા કરે. એક પ્લેટ ખાઓ એટલે મસ્ત રીતે પેટભરાઈ જાય. દહીંની મીઠાશ, ઠંડક અને એમાં વચ્ચે-વચ્ચે આવ્યા કરતી પેલી મસાલેદાર બટાટાની મજા. આહાહાહા... શું નવું કૉમ્બિનિશેન. મજા પડી ગઈ. આખી પ્લેટ ખાઈ લીધા પછી નક્કી કર્યું કે આના પર હવે કશું ખાવું નથી. આ જ સ્વાદને અકબંધ રાખીને મુંબઈ પાછો આવ્યો.

Sanjay radia columnists