દીકરો પ્યુબર્ટી દરમિયાન પોતાના લૂકને લઇને સ્ટ્રેસમાં રહે છે, શું થઇ શકે

01 July, 2020 04:35 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

દીકરો પ્યુબર્ટી દરમિયાન પોતાના લૂકને લઇને સ્ટ્રેસમાં રહે છે, શું થઇ શકે

પ્રતીકાત્મક તસવીર

સવાલ - છોકરા અને છોકરીમાં પ્યુબર્ટી એજ દરમ્યાન આવતા ફેરફારોને તેમના કૉન્ફિડન્સ પર પણ અસર કરે છે. મારા સોળ વર્ષના દીકરામાં આ બદલાવ હું જોઈ શકું છું. તેની હાઇટ-બૉડી સારીએવી વધી છે પણ દાઢી-મૂછ હજી નીકળી નથી. તેનું વજન થોડુંક વધારે રહ્નાં હોવાથી ઓવરઑલ શરીર પર ચરબી વધુ છે. વજન વધારે હોવાનો કૉમ્પ્લેક્સ તો છે જ, પણ સાથે તેની બ્રેસ્ટ્સનો ભાગ પણ ખૂબ ઊંચો દેખાય છે. હવે તે વજન ઉતારવા માટે ક્રૅશ-ડાયટ કરવા લાગ્યો છે. ભૂખ લાગે તોય ખાય નહીં અને ખાય તોય બહુ ઓછું. ગયા મહિને તેનું બે કિલો વજન ઘટ્યું, પણ એનાથી તો છાતી વધુ ઊપસેલી દેખાવા લાગી છે. બૉડીના આ વિચિત્ર પ્રૉબ્લેમને કારણે તે ખૂબ જ ઇન્ટ્રોવર્ટ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ તેના લુક માટે કંઈ પણ કમેન્ટ કરે તો તેને બહુ લાગી આવે છે.
જવાબ - પ્યુબર્ટી એજમાં જ છોકરા-છોકરીના શરીરમાં ખૂબ બધાં પરિવર્તનો આવે. આ જ સમયમાં તેઓ અચાનક પોતાનાં અને હમઉમ્ર લોકોના શરીરમાં આવતાં બદલાવોથી સભાન થાય છે. દરેક છોકરા-છોકરીમાં આ સમયગાળા દરમ્યાન બદલાવોની ગતિ અને પ્રમાણ એકસરખાં ન હોવાથી તેઓ પોતાના શરીર બાબતે વધુપડતા કૉન્શ્યસ થઈ જાય છે.
છોકરાઓમાં છાતીનો ઉભાર વધી જવાની સ્થિતિને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. ૧૭-૧૮ વર્ષની વય સુધી રાહ જુઓ. છાતીનો ભાગ વધુ મોટો છે એવું ન લાગે એ માટે ખાસ ટાઇટ ગંજી આવે છે એ પહેરાવાનું રાખો. ૧૭-૧૮ વર્ષની વય પછી હૉર્મોન્સમાં સંતુલન આવે એ પછીથી મોટા ભાગના કેસમાં આપમેળે ઊપસેલી છાતી બેસી જઈ શકે છે. સાવ ભૂખ્યા રહીને ડાયટિંગ કરવાથી બૉડીના લુકને તો ઠીક શરીરને અંદરથી પણ નુકસાન થાય છે. વળી અત્યારે અપૂરતું પોષણ મળશે તો શરીર વધુ પોકળ બની જશે. જો શરીર પર ચરબીના થર જામેલા હોય તો તેણે વજન ઉતારવું જ જોઈએ, પણ માત્ર ડાયટને બદલે કસરત અને ફિઝિકલ ઍક્ટિવિટીનું પ્રમાણ વધારીને આ બદલાવ લાવો.
ધારો કે છ મહિના પછી પણ ઉભારમાં વધારો જણાય કે ઘટાડો ન થાય તો કોઈ હૉર્મોન સ્પેશ્યલિસ્ટને બતાવી ઑપરેશનથી આ તકલીફનું નિરાકરણ સહેલાઈથી થઈ શકે છે.

sex and relationships dr ravi kothari columnists