મારી ફોરસ્કિન થોડીક ટાઇટ છે, શું કરું?

12 May, 2020 08:29 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

મારી ફોરસ્કિન થોડીક ટાઇટ છે, શું કરું?

પ્રતિકાત્મક તસવીર

સવાલ: હું ૨૬ વર્ષનો છું. મને સવારે ઊઠું ત્યારે ઇરેક્શન આવેલું હોય છે. ગર્લફ્રેન્ડ સાથે જ્યારથી નજદીકી આવી છે ત્યારથી રાતના સમયે ઉત્તેજનાનું પ્રમાણ વધી ગયું છે. જોકે મારી સમસ્યા એ છે કે મારી ફોરસ્કિન થોડીક ટાઇટ છે. રોલબૅક કરવાની કોશિશ કરું તો દુખે છે એટલે રોજ એમ કરવાનું નથી ફાવતું. જોકે સ્કિન પાછળ જાય ત્યારે અંદરથી ખૂબ જ વાસ મારતો કચરો નીકળે છે. વારંવાર સાફ કરવા છતાં અંદરથી સફેદ-પીળો જાડો કચરો નીકળે છે અને એમાંથી વાસ પણ બહુ આવતી હોય છે. સુગંધિત સાબુથી સાફ કરવા છતાં તરત એ વાસ જતી નથી. આ જ કારણોસર હું ઓરલ સેક્સની મજા નથી લઈ શકતો. હવે તો ક્યારેક આવી જ સ્મેલ મારી ગર્લફ્રેન્ડના પાર્ટ્સમાંથી પણ આવે છે. મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે આ કોઈ ઇન્ફેક્શન જેવું છે. શું આ ચિંતાજનક છે?

જવાબ: રાતના સમયે ઉત્તેજના આવવી એ સ્વસ્થ હૉર્મોન્સની નિશાની છે. બાકી તમે જે દુર્ગંધયુક્ત કચરાની વાત કરી રહ્ના છો એને મેડિકલ ભાષામાં સ્મેગ્મા કહેવાય. સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રાઇવેટ પાર્ટમાંથી કુદરતી રીતે ઘટ્ટ પ્રવાહી જેવો સ્રાવ હંમેશાં થતો રહેતો હોય છે. થોડાક સમય પછી પેશાબ, વીર્યના છાંટા, એ ભાગની ત્વચાના મૃત કોષો અને રજકણો વગેરે જમા થતાં તૈલીય પદાર્થ જામીને ઘટ્ટ થઈ જાય છે. જો નિયમિત એને સાફ કરી લેવામાં આવે તો એમાં વાસ મારવાની સમસ્યા નથી રહેતી.

ફોરસ્કિન નીચે ઉતારીને અંદરના ખાંચાના ભાગને સાફ ન કરો તો સ્મેગ્મા જમા થયા કરે છે જેને કારણે તમને ફોરસ્કિન પણ ટાઇટ લાગી શકે. આ સમસ્યાનું સૉલ્યુશન બે ટાઇમની નિયમિત સફાઈ છે. હવેથી જ્યારે પણ નહાવા બેસો એ પહેલાં સહેજ કોપરેલ તેલથી ઇન્દ્રિયની માલિશ કરો અને ફોરસ્કિન નીચે ઉતારવાની હળવેથી કોશિશ કરો. નહાતી વખતે સાબુ અને ચોખ્ખું હૂંફાળું પાણી વાપરીને ફોરસ્કિન ઉપર-નીચે કરીને એ ભાગની સફાઈ કરો. આ રીતની નિયમિત સફાઈ ખૂબ જ જરૂરી છે. તમારી ગર્લફ્રેન્ડને પણ એ ભાગની સફાઈ સાબુથી કરવાનું કહો. સફાઈમાં નિયમિતતા રાખવી, નહીં તો થોડાક સમય પછી ફરી આવી જ સમસ્યા લાગી શકે.

sex and relationships columnists dr ravi kothari sex and relationships columnists dr ravi kothari