ડબલ લેયર : જાસૂસો તૈયાર કરવાની સાથે ચાણક્યએ જાસૂસો પર પણ જાસૂસો ગોઠવ્યા

06 February, 2019 10:11 AM IST  |  | મનોજ નવનીત જોષી

ડબલ લેયર : જાસૂસો તૈયાર કરવાની સાથે ચાણક્યએ જાસૂસો પર પણ જાસૂસો ગોઠવ્યા

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ વાત ચાણક્યના નીતિશાસ્ત્રમાં કહેવામાં આવી છે. શત્રુને હરાવવો હોય, તેને જો પછાડવો હોય તો તમારે સૌથી પહેલું કામ તો એ કરવાનું છે કે તેની વિરુદ્ધનો ગુસ્સો મનમાંથી કાઢી નાખવાનો છે. આ વાત માત્ર ચાણક્ય જ કહેતા એવું નહોતું પણ તેમણે પોતાના જીવનમાં પણ આ જ વાત ઉતારી હતી. જરા યાદ કરો, તેમની છૂટી રાખવામાં આવતી શિખાને. ચાણક્યને ધનાનંદે જ્યારે ધક્કો મારીને કાઢી મૂક્યા ત્યારે ચાણક્યની આંખોમાં ગુસ્સાની રતાશ અંજાઈ ગઈ હતી, પણ એમ છતાં તેમણે ગુસ્સો કાબૂમાં રાખ્યો હતો. ગુસ્સાને કાબૂમાં રાખીને તેમણે પોતાની સંકલ્પશક્તિને વધારે દૃઢ બનાવી અને નિર્ણય કર્યો કે ધનાનંદના સામ્રાજ્યને તે ઉખાડી નાખશે, મગધમાં સત્તાપલટો લાવશે. આ વાત અગાઉ પણ તમને કરી છે પણ અત્યારે ફરીથી કહેવાનું કારણ એ જ કે ગુસ્સાને હાવી થવા દેવાને બદલે જો તમે એ જ ગુસ્સા પર હાવી થયા તો તમારા સંકલ્પને નવું પીઠબળ મળશે અને તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો.

જાસૂસો તૈયાર કરવાનું કામ ચાણક્યએ કર્યું અને એ કામ કર્યા પછી પણ ચાણક્ય ચૂપ ન રહ્યા. ચાણક્યએ જાસૂસોમાં પણ બે લેયર બનાવ્યાં હતાં. એક તો એ જાસૂસ જે રાજવીઓની એટલે કે મગધમાં ઘૂસીને જાસૂસી કરવાના હતા તો બીજા લેયરમાં એ જાસૂસો હતા જે જાસૂસી કરી રહેલા આ જાસૂસોની જાસૂસી કરતા હતા. જાસૂસીના આ પ્રકરણને ધ્યાનથી સમજવાની જરૂર છે. જો તમે કોઈની જાસૂસી કરાવી શકો તો બહુ સિમ્પલ છે કે કોઈ પણ તમારી જાસૂસી કરી શકે છે, કરાવી શકે છે. જો તમે કોઈને પૈસા આપીને ખરીદી શકો તો એ પણ એટલું જ સરળ છે કે કોઈ પૈસા આપીને તમારા માણસોને ખરીદી શકે, પણ જો તમે એવું ન ઇચ્છતા હો તો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે તમે તમારા જ સાથીઓનો હાથો ન બની જાઓ. ચાણક્યએ આ જ ચીવટ રાખી હતી અને તેણે જાસૂસો પર પોતાના અતિ વિશ્વાસુ માણસોને જાસૂસ તરીકે મૂક્યા હતા, જેમનું કામ આ જાસૂસ કેટલો સાચો છે અને તે જે કોઈ માહિતી લાવે છે એમાં બીજો કોઈ ઇરાદો તો છુપાયેલો નથીને એનું પૃથક્કરણ કરતા અને ચાણક્યને એ પહોંચાડતા.

આ પણ વાંચો : જાસૂસીના યુગનો પ્રારંભ ચાણક્યકાળમાં થયો અને એનો જશ પણ ચાણક્યને જાય છે

ચાણક્યની આ ડબલ લેયરની જાસૂસી નીતિનો ઉલ્લેખ હવે તો IIM જેવા ઉચ્ચ સ્તરના એજ્યુકેશનના માર્કેટિંગ કન્સેપ્ટમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જાસૂસી પર જાસૂસી કરાવવાના આ પગલાને લીધે બન્યું એવું કે ચાણક્ય માત્ર તેમની વાતોનો જ ભરોસો નથી કરતા એ તેમની આ જાસૂસ-સેના પાસે ખુલ્લું પડી ગયું અને ચાણક્ય સાથે રમત રમવાનો આછોસરખો પણ વિચાર જે કોઈના મનમાં હતો એ પણ ઊડી ગયો. પરિણામે લાભ દેખીતી રીતે ચંદ્રગુપ્ત મૌર્યને થયો અને એ લાભના આધારે નવો ઇતિહાસ રચાવાનો શરૂ થઈ ગયો

manoj joshi columnists