સકારાત્મકતાની તાકાત - (લાઇફ કા ફન્ડા)

02 April, 2020 07:42 PM IST  |  Mumbai | Heta Bhushan

સકારાત્મકતાની તાકાત - (લાઇફ કા ફન્ડા)

હાલની મહામારીની પરિસ્થિતિમાં આપણે બધા પોતપોતાના ઘરમાં જાણે નજરકેદ છીએ. ન કોઈ આવે, ન આપણે ક્યાંય જવાનું. ન પાડોશી આપણા ઘરે આવે કે ન આપણે તેને ત્યાં જઈએ. ‘સોશ્યલ ગેધરિંગ’ના સ્થાને હવે ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ જરૂરી થયું, પણ આપણે માણસો મૂળ સામાજિક પ્રાણી. અન્યને મળીને, વાતો કરીને, વાતોમાંથી વાદ-વિવાદ કરીએ તો જ મજા આવે. ટેલિફોન અને સોશ્યલ મીડિયા ઘણાં મદદરૂપ થઈ રહ્યાં છે, પણ ફેસ ટુ ફેસ વાતો કરવાની જે મજા છે એ તો બીજામાં નથી.

એક સોસાયટીમાં બધાએ સરસ ઉપાય શોધી કાઢ્યો. જેમ બધા સમાજના મહામારી સામે લડતા સેવકોને ધન્યવાદ આપવા થાળી વગાડવા ગૅલરીમાં આવ્યા હતા એમ સોસાયટીમાં સવારે અને સાંજે બધા પોતાની ગૅલરીમાં ઊભા રહી એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, પણ જેમ સમાચારમાં એક માત્ર વાઇરસ સિવાય કોઈ સમાચાર નથી આવતા એમ અહીં પણ લોકોની વાતોમાં બસ આ વાઇરસ, એની અસર, એનો ફેલાવો, મહામારીમાં થયેલાં મૃત્યુ, પોતાને ચેપ લાગવાનો ડર, મૃત્યુનો ડર, મહામારી અને લૉકડાઉનને લીધે થયેલા નુકસાન. વાઇરસ બાદ સમાજની આર્થિક પરિસ્થિતિ વગેરે વગેરે ઘણીબધી પણ બધી જ નકારાત્મક વાતો જ રહેતી અને એથી આ વાતો એકબીજાને જાણ્યેઅ-જાણ્યે વધુ નિરાશ અને હતાશ કરતી .આમ બે દિવસ થયા, પણ વાતો તો આવી બધી જ થતી.

આ સોસાયટીમાં સત્સંગી આધ્યાત્મિક પુસ્તકોની અભ્યાસી એક મહિલા રહેતાં હતાં, નામ તેમનું સુલોચનાબહેન. તેઓ પણ રોજ પોતાની ગૅલરીમાં આવતા લોકોની વાતો સાંભળતાં. સતત થતી નકારાત્મક વાતો તેમને પણ વ્યથિત કરી જતી. ત્રીજા દિવસે નક્કી કરેલા સમયે બધા વાતો કરવા આવે એની ૧૦ મિનિટ પહેલાં જ સુલોચનાબહેને પોતાની ગૅલરીમાં સ્પીકર ગોઠવી એક ભજન મૂક્યું. ભજનનો અવાજ સાંભળીને બધા બહાર આવ્યા. એક જણ બોલ્યું, ‘સુલોચનાબહેન, હમણાં ભજન બંધ કરો. આ બધાનો વાત કરવાનો સમય છે.’

સુલોચનાબહેન હસ્યાં. ભજન બંધ કર્યું અને બોલ્યાં, ‘તમે બધા મહામારીના સંકટની જે એકસરખી નકારાત્મક વાતો કરો છો એ ખોટું છે અને માટે જ મેં આ ભજન મૂક્યું હતું. આજે મારે પહેલાં કંઈક કહેવું છે પછી તમને જેમ ઠીક લાગે એમ કરજો. જુઓ, સમજો આ કુદરત, આ બ્રહ્માંડ એક અરીસો છે. જે આપશો, જે બોલશો એવું મેળવશો એ સૌથી વધુ યાદ રાખજો. આ જગતભરમાં ફેલાયેલી મહામારીના દિવસોમાં જ્યાં બધા ડરેલા છે, ચારે બાજુ નકારાત્મકતાનો પ્રભાવ છે ત્યાં નકારત્મક નહીં સકારાત્મક બોલો. સકારાત્મક વિચારો કે વાતો કરો કે બધું સારું થઈ રહ્યું છે.બ ધા ખુશ અને સ્વસ્થ છે. કેટલા લોકો મરી ગયા એ નહીં કેટલા લોકો સાજા થયા એના પર ધ્યાન આપો. અન્યને મદદ કરો. બધાનાં કલ્યાણ માટે સાથે મળીને પ્રાર્થના કરો. એકબીજાની હિંમત વધે એવાં ગીત ગાઓ. સકારત્મક બોલવાથી અને વિચારવાથી એમ જ થશે એવો વિશ્વાસ રાખો.’ બધાએ તાળીઓ પાડીને તેમની વાતને વધાવી લીધી. એક ગૅલરીમાંથી યુવાનોએ ગા,યું ‘હમ હોંગે કામિયાબ.’ રોજ સવારે સમૂહ પ્રાર્થના કરવા માટે સમય નક્કી થયો. ચાલો બધી સોસાયટીમાં આવું જ કરીએ.life ka funda by heta bhushan talking about the power of positivity

heta bhushan columnists