29 June, 2023 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૂરાલાલ મારવાડા ઍન્ડ કંપની
કબીર, મીરાંબાઈ, રવિદાસનું કાફી સ્ટાઇલ સંગીત વર્ષોની મહેનત બાદ ઇવૉલ્વ થઈ રહ્યું છે. આ સંગીત મૂરાલાલ મારવાડા ઍન્ડ કંપની દ્વારા મુંબઈમાં સાંભળવા મળશે. આ સંગીતમાં ટ્રેડિશનલ વાદ્યો જેવાં કે જોડિયા પાવા, ઢોલક, ઝાંઝ અને મંજિરાની રમઝટ સાંભળવા મળશે. શાહ અબ્દુલ લતીફ ભિટ્ટાઈ, લાખા, કુભા રામ જેવા રાજસ્થાની કલાકારોનું પર્ફોર્મન્સ મુંબઈના બેસ્ટ થિયેટરમાં માણવા મળશે.
ક્યારે? : ૨૯ જૂન
સમયઃ ૮ વાગ્યાથી
ક્યાં? : સ્ટુડિયો થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર
કિંમતઃ ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: nmacccmumbai
બહુપ્રચલિત મધુબની પેઇન્ટિંગમાં કાચણી એ યુનિક લાઇન આર્ટનો પ્રકાર છે. સ્મૉલ ડૉટ્સ અથવા તો પૅરૅલલ લાઇન્સ દોરીને ચોક્કસ પ્રકારની કૃતિનું સર્જન કરવું એ કાચણીની આગવી વિશેષતા છે. નૅશનલ અવૉર્ડ-વિનર આર્ટિસ્ટ હેમા દેવીજી દ્વારા આ કળા દ્વારા મોરની કૃતિ રચતાં શીખવવામાં આવશે.
ક્યારે? : ૩થી ૭ જુલાઈ
સમયઃ ૬.૩૦થી ૭.૩૦
કિંમતઃ ૭૫૦ રૂપિયા
ક્યાં? : ઑનલાઇન
રજિસ્ટ્રેશનઃ
@catterfly art culture
આગામી અઠવાડિયે આવનારી પૂનમ ગુરુ અને શિષ્ય પરંપરા માટે ખાસ છે. જ્ઞાન મેળવવાની પ્રક્રિયા દરમ્યાન શિષ્ય પોતાના ગુરુ સાથે અનોખું યુનિયન ફીલ કરે છે. આ ખાસ પૂર્ણિમા દરમ્યાન સાઉન્ડ બાથ દ્વારા મેડિટેશન કરીને બહારની દુનિયાથી અલિપ્ત થઈને અંતરમાં ડૂબકી મારવાની તક છે.
ક્યારે? : ૩ જુલાઈ
સમયઃ ૮.૩૦
કિંમતઃ ૩૩૩ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow
રજિસ્ટ્રેશનઃ bookmyshow
મૉન્સૂનની મસ્તી શરૂ થઈ ગઈ છે ત્યારે વીકએન્ડ ટ્રેક્સ પણ અત્યારે જોરમાં છે. લોનાવલા, મહાબળેશ્વર અને માથેરાન એ રિલૅક્સ થવા માટેના સહેલાણીઓમાં ફેમસ છે એમ માલશેજ ઘાટ પણ ઍડવેન્ચર લવર્સનું ફેવરિટ સ્થળ છે. માલશેજ ઘાટમાં પહાડોની વચ્ચે જંગલમાં ટ્રેક કરવાની મજા અને વહેલી સવારે કાલુ વૉટર ફૉલની મજા માણો.
ક્યારે? : ૧, ૮, ૧૫ જુલાઈ
સમયઃ રાતે ૧૦
ક્યાં? : સંજય ગાંધી નૅશનલ પાર્ક
કિંમતઃ ૬૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ insider.in