આફ્ટર-પ્લે કરી શકું અને ઊંઘ ન આવી જાય એ માટે કોઈ ઉપાય ખરો?

15 July, 2020 03:35 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

આફ્ટર-પ્લે કરી શકું અને ઊંઘ ન આવી જાય એ માટે કોઈ ઉપાય ખરો?

પ્રતીકાત્મક તસવીર

સવાલ - લગ્નને ૧૧ વરસ થયાં છે. બે બાળકો છે. ડિલિવરી પછીના સમયમાં મારી વાઇફને ખાસ કોઈ તકલીફ નહોતી થઈ. જોકે હમણાં-હમણાંથી તે ચીડિયાવેડા કરવા લાગી છે. તે સમજતી જ નથી. છેલ્લા પાંચેક મહિનાથી મારી વાઇફ સમાગમના બીજા દિવસે રોજ ઝઘડો કરે છે. તેની ફરિયાદ હોય છે કે સમાગમ પછી હું તરત સૂઈ જાઉં છું. વાત સાચી છે, પણ હું એટલો થાકી જાઉં છું કે મારાથી ઊંઘમાં સરી પડાય છે. તેને એ પછી વાતો કરવાનું કે કંઈક પીવાનું ગમે છે, પણ હું એટલો થાકેલો હોઉં છું કે તરત ઊંઘ આવી જાય છે. હું ફોર-પ્લેમાં વધુ સમય ગાળવાનું નક્કી કરું છું, પણ એમ કરવાથી ઉત્તેજના ચાલી જવાની બીક લાગે છે. ઉત્તેજના લાંબો સમય નહીં ટકે તો સંભોગ નહીં થઈ શકે એની ચિંતા રહે છે. આફ્ટર-પ્લે કરી શકું અને ઊંઘ ન આવી જાય એ માટે કોઈ ઉપાય ખરો?
જવાબ - મોટા ભાગે પુરુષો થાકને કારણે ઊંઘમાં સરી પડે છે અને સ્ત્રીઓ તેમની આ સામાન્ય લાગતી બાબતથી ખૂબ હર્ટ ફીલ કરે છે. શરૂઆતમાં તમે આફ્ટરપ્લેમાં સમય ફાળવતા હતા, પણ હવે એમ નથી થતું એને કારણે તમારી પત્નીને લાગે છે કે તમને માત્ર સેક્સમાં જ રસ છે, પત્નીમાં નહીં. આ લાગણી કોઈ પણ સ્ત્રીને હર્ટ કરે છે. બીજી તરફ તમને આખા દિવસના કામ અને સમાગમ પછી થાક, આનંદ અને તૃપ્તિને કારણે ઊંઘ આવી જાય છે. આવા સંજોગોમાં બેઉની ડિમાન્ડ ખોટી નથી.
બીજું જો તમને સ્ખલન થાય એ પહેલાં જ તમે પત્નીને સંતોષ આપી દો તો તે અસંતુષ્ટ નહીં રહે અને એને કારણે તેનું ચીડિયાપણું ઓછું થશે.
બીજું, તમે એક બાબતનું ધ્યાન રાખી શકો કે ખૂબ થાક્યા હો એ દિવસે સમાગમ ન કરવો. જો એમ ન થાય તો તમે વહેલી સવારે ઊંઘ પૂરી થયા પછી સમાગમ કરી શકો છો. એવું કહેવાય છે કે વહેલી સવારે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધારે હોય છે. રાતની ઊંઘ પૂરી થતાં થાક ઊતરી ગયો હોય ત્યારે વહેલી સવારે મળસ્કે સમાગમ કરવાથી તમને તરત ઊંઘ પણ નહીં આવે. સેક્સ પછી તમે થોડીક આળસ મરડવા માટે પણ પથારીમાં સાથે પડ્યા રહી શકશો. સવારની શરૂઆત પણ રોમૅન્ટિક રહેશે અને પત્નીને રિસાવાનું કારણ પણ નહીં મળે.

sex and relationships dr ravi kothari columnists