શું સેક્સ કર્યા વિના કે મૅસ્ટરબૅશન કર્યા વિના વીર્ય નીકળે ખરું?

16 June, 2020 06:16 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

શું સેક્સ કર્યા વિના કે મૅસ્ટરબૅશન કર્યા વિના વીર્ય નીકળે ખરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૨૨ વર્ષ છે. એક ગર્લફ્રેન્ડ છે અને અમે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં છીએ. વરસમાં એક-બે વાર હું તેને મળવા જાઉં છું અને એક-બે વાર તે મને મળવા આવે છે. બાકીના દિવસોમાં અમે રોજ ફોન પર વાત કરીએ છીએ. છેલ્લા વરસમાં અમે લગભગ ત્રણ વાર સમાગમ કર્યો હશે, પણ હવે જ્યારે પણ તેની સાથે વાત કરું છું ત્યારે એ દૃશ્યો નજર સામે આવે છે અને ઉત્તેજિત થઈ જવાય છે. અમે ફોન પર જ પરસ્પરને ગમે અને ઉત્તેજિત થવાય એવી વાતો કરીને સંતોષ માનીએ છીએ. મારી સમસ્યા એ છે કે જ્યારે આવી વાતચીત ચાલતી હોય અને મને ઉત્તેજના આવે ત્યારે હું મૅસ્ટરબેશન નથી કરતો છતાં ઇન્દ્રિયમાંથી વીર્ય નીકળી જાય છે. જોકે એ ખૂબ ઓછું, રંગ વિનાનું ટ્રાન્સપરન્ટ અને ચીકાશવાળું હોય છે. શું સેક્સ કર્યા વિના કે મૅસ્ટરબૅશન કર્યા વિના વીર્ય નીકળે ખરું? મારા ફ્રેન્ડ્સ કહે છે કે વીર્ય કાઢવા માટે બેમાંથી એક ચીજ તો કરવી જ પડે.

જવાબ: કહેવાય છે કે વાસ્તવિકતા કરતાં એની કલ્પના માણસને વધુ ઉત્તેજિત કરી શકે છે. મતલબ કે તમે જ્યારે સેક્સ્યુઅલ ઍક્ટમાં રત હો ત્યારે જે એક્સાઇટમેન્ટ અનુભવો એના કરતાં વધારે એક્સાઇટમેન્ટ તમે એની કલ્પના દરમ્યાન અનુભવો છો. ફોન પરની રોમૅન્ટિક વાતચીત દરમ્યાન પણ એવું જ કંઈક થાય છે.

હવે વાત ઇન્દ્રિયમાંથી નીકળતા પ્રવાહીની. તમે પ્રવાહીનાં જે લક્ષણો બતાવ્યાં એ વીર્યનાં નહીં, પણ કાઉપસ ગ્રંથિમાંથી નીકળતા ચીકણા પ્રવાહીના છે. જ્યારે વ્યક્તિ ઉત્તેજિત થાય છે ત્યારે કુદરતી રીતે જ કાઉપસ ગ્રંથિમાંથી ટ્રાન્સપરન્ટ પ્રવાહી નીકળે છે, જે વીર્ય નથી હોતું. વીર્ય સફેદ રંગનું અને થોડીક ઘટ્ટતાવાળું હોય છે, જ્યારે આ પ્રવાહી પાતળું અને રંગ વિનાનું હોય છે.

સેક્સ કે મૅસ્ટરબેશન વિના પણ નાઇટફૉલ દરમ્યાન વીર્યસ્ખલન થતું હોય છે, પણ તમારા કેસમાં એવું પણ નથી. આ એકદમ નૉર્મલ લક્ષણો છે. ચિંતાને કોઈ કારણ નથી.

sex and relationships columnists dr ravi kothari