માસિક હોય તો પણ સંભોગ કરાય ખરો?

11 May, 2020 08:05 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

માસિક હોય તો પણ સંભોગ કરાય ખરો?

પ્રતીકાત્મક તસવીર

સવાલ-હજી નવ મહિના પહેલાં જ મારાં લગ્ન થયાં છે. આમ તો અમારી સેક્સલાઇફ ઘણી સારી છે, પણ અમુક દિવસોમાં તનાવ ખૂબ વધી જાય છે. મારું માસિક ચાલતું હોય ત્યારે હસબન્ડને સંબંધ કરવાની ઇચ્છા થાય છે અને એને કારણે ઘરમાં તકલીફ થઈ જાય છે. અમારા પરિવારમાં માસિક દરમ્યાન આભડછેટ પાળવાની હોય છે ત્યાં સાથે એક રૂમમાં સૂવાની વાત શક્ય જ નથી. છેલ્લા છ મહિનાથી તેમણે મારાં સાસુ સાથે ઝઘડીને આભડછેટ પાળવાનું બંધ કરાવ્યું છે. મને એનાથી ખૂબ રાહત થઈ છે, પણ એ દિવસોમાં સંબંધ રાખવાની વાત કેવી રીતે યોગ્ય કહેવાય? તેમને ઘણું સમજાવ્યું કે આ તો પાપ કહેવાય, પણ તેમની દલીલ છે કે વિજ્ઞાન પ્રમાણે આવા સમયે સેક્સ કરવામાં કોઈ જ વાંધો નથી હોતો. આવું કરવાથી મને કે તેમને કોઈ તકલીફ તો નહીં થાયને?
જવાબ-ઘણાં કપલ્સમાં આ બાબતમાં મિસઅન્ડરસ્ટૅન્ડિંગ જોવા મળે છે. એમાંય જ્યારે નવાં-નવાં લગ્ન થયાં હોય ત્યારે એટલા દિવસોની દૂરીને કારણે પતિ-પત્ની વચ્ચે માનસિક તનાવ થઈ શકે છે. તમારા હસબન્ડ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે એટલે તેમણે પરિવારની જૂની પરંપરાઓમાં પરિવર્તન કરવાનું શરૂ કર્યું છે.
દરેક વ્યક્તિને ગમતો ધર્મ પાળવાની અને એના નીતિનિયમોને આધીન રહેવાની છૂટ હોય છે, પણ સંભોગમાં બે વ્યક્તિઓ સાથે મળીને આનંદ મેળવતી હોય છે એટલે એક દુઃખી થાય એ બીજાને પરવડે નહીં. સાયન્સ અને મેડિકલ દૃષ્ટિકોણ સ્પષ્ટ કરું તો પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ, ઘણી સ્ત્રીઓને તો એ વખતે સંભોગ કરવાથી વિશેષ આનંદ મળતો હોય છે. જો તમારા લોહીમાં હીમોગ્લોબિન પૂરતું હોય, વધુપડતું માસિક આવીને શરીર કંતાઈ ન જતું હોય અને વધુ દુખાવો ન રહેતો હોય તો તમે સુખેથી સંભોગમાં રાચી શકો છો. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું કે એ વખતે હંમેશાં કૉન્ડોમ પહેરીને જ સેક્સ કરવું. કૉન્ડોમ વગર સંબંધ બાંધશો તો વજાઇનલ ડિસ્ચાર્જને કારણે હસબન્ડને ઇન્ફેક્શન લાગી શકે છે. જો ધાર્મિક બાધા ન હોય, એકબીજાની સંમતિ હોય અને શરીર સક્ષમ હોય તો કૉન્ડોમ પહેરીને સમાગમ કરવામાં વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કશું જ ખોટું નથી.

sex and relationships columnists dr ravi kothari