મૅસ્ટરબેશન વિના ઇજેક્યુલેશન થઈ જાય એ પ્રીમૅચ્યોર નિશાની તો નથીને?

18 May, 2020 08:49 PM IST  |  Mumbai Desk | Dr. Ravi Kothari

મૅસ્ટરબેશન વિના ઇજેક્યુલેશન થઈ જાય એ પ્રીમૅચ્યોર નિશાની તો નથીને?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ખૂબ શરમાળ છું એટલે મારા ફ્રેન્ડસર્કલની જેમ છોકરીઓ વિશે ખૂલીને વાત નથી કરી શકતો, પણ છોકરીઓને જોઈને મને પણ એક્સાઇટમેન્ટ થઈ જાય છે. હમણાં સગાઈ થઈ છે અને છ મહિના પછી લગ્ન છે. હું કોઈ સુંદર છોકરી કે પૉર્નસાઇટ જોઉં તો ઉત્તેજિત થઈ જાઉં છું. જિમમાં કસરત કરતો હોઉં ત્યારે મારી સાથે વર્કઆઉટ કરતી છોકરીઓને જોઈને મને આપમેળે ઉત્તેજના આવી જાય છે. હું ભાગ્યે જ મૅસ્ટરબેશન કરું છું, પણ જિમમાં જો કોઈને જોઈને ઉત્તેજના આવી તો હું મૅસ્ટરબેશન ન કરું તોપણ કસરત કરતાં-કરતાં જ સ્ખલન થઈ જાય છે. આમ મૅસ્ટરબેશન વિના ઇજેક્યુલેશન થઈ જાય એ પ્રીમૅચ્યોર નિશાની તો નથીને? લગ્ન થવાનાં છે ત્યારે આવી કોઈ સમસ્યાનો ડર ખૂબ સતાવે છે.
જવાબ : ભરયુવાનીમાં પુરુષ હૉર્મોન્સ એનું કામ કર્યા કરે છે. સુંદર છોકરીને જોઈને ઉત્તેજના થવી એ સ્વાભાવિક છે. તમે કુંવારા છો, હસ્તમૈથુન કરવાના આવેગને દબાવો છો. એને કારણે વીર્યનો સંચય થાય છે. જોકે અમુક હદથી વધુ સંચય કોઈ ચીજનો શક્ય નથી. જેમ કે એક ભરેલા ગ્લાસમાં તમે વધુ પાણી ઉમેરો તો વધારાનું પાણી બહાર ઢોળાઈ જાય છેને? એવું જ કંઈક તમારા કેસમાં છે. વીર્ય એ શરીરમાં સતત બનતું રહેતું પ્રવાહી છે. જો તમે મૈથુન કે હસ્તમૈથુન દ્વારા એનું સ્ખલન ન કરો તો અમુક સમય પછી આપમેળે એ નીકળી જાય છે.
તમને ઉત્તેજના આવે છે, છતાં એ વખતે તમે હસ્તમૈથુન કરીને ઇજેક્યુલેશન કરી લેવાને બદલે કન્ટ્રોલ કરો છો. કસરત કરતી વખતે તમે એમ નથી કરી શકતા અને વીર્ય નીકળી જાય છે. આમાં કંઈ જ ખોટું નથી. વીર્ય સંઘરી રાખવાથી કોઈ જ ફાયદો નથી થતો અને સ્ખલન થઈ જવાથી પણ કોઈ નુકસાન નથી થતું.
જિમમાં જે રીતે ઇજેક્યુલેશન થઈ જાય છે એનાથી જરાય ગભરાવાની જરૂર નથી, ઇન ફૅક્ટ તમે જાતે મૅસ્ટરબેશન કરીને કામાનંદ મેળવી શકો છો.

sex and relationships life and style dr ravi kothari columnists