બાત હર એક કી : જો તમે સરળ અને સહજ જીવન ઇચ્છતા હો તો એક વખત ‘ધ કેરલ સ્ટોરી’ જોઈ આવજો

15 May, 2023 04:20 PM IST  |  Mumbai | Manoj Joshi

લવ-જેહાદની વાતો સૌકોઈએ કરી અને અનેક જાગ્રત સંસ્થાએ એનો વિરોધ કર્યો, પણ એ બધા વચ્ચે એક વર્ગ એવો પણ બહાર આવ્યો જેણે એવો દેખાવ કર્યો કે આ પૉલિટિકલ એજન્ડાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ છે.

ફાઇલ તસવીર

બહુ જરૂરી છે આ વાત.

જો તમે ઇચ્છતા હો કે કોઈ પણ પ્રકારની હેરાનગતિ જીવનમાં ન આવે, જો તમે ઇચ્છતા હો કે જીવન સહજ અને સરળ રહે, જો તમે ઇચ્છતા હો કે પરિવારમાં કોઈ તકલીફ ન આવે અને દીકરીઓ સ્વાભાવિક જીવન જીવે તો તમારે કોઈ પણ જાતના રાગદ્વેષ અને વિકાર રાખ્યા વિના એક વખત ‘ધ કેરલ સ્ટોરી’ જોઈ આવવી જોઈએ. આ તો પૉલિટિકલ પ્રૉપગૅન્ડા છે અને આ તો રાજકીય વિવાદ ઊભા કરવાની નીતિ છે એવી ચર્ચામાં પડ્યા વિના અને એ દિશામાં નિમિત્ત બન્યા વિના બસ, તમે તમારું કામ કરજો અને તમે આ ફિલ્મ જોઈ આવજો.

રાજકીય વિવાદ અને પૉલિટિકલ ડિબેટ તમારી જવાબદારીમાં આવતાં જ નથી અને તમારે એ દિશામાં જોવાનું પણ નથી. તમારી જવાબદારી ઘર છે અને તમારે એને જ નજર સમક્ષ રાખવાની છે. જો તમે ઇચ્છતા હો કે દીકરી કોઈની હેરાનગતિ ન સહન કરે, જો તમે ઇચ્છતા હો કે દીકરી આતંક

આ પણ વાંચો : ધ કેરલા સ્ટોરી અભિનેત્રી અદા શર્મા સાથે રોડ એક્સિડન્ટ,અકસ્માત કે જીવલેણ હુમલો?

‘ધ કેરલ સ્ટોરી’ એ હકીકતમાં એક ફિલ્મ નહીં, પણ એક એવી હકીકત છે જે સૌકોઈના ધ્યાનમાં આવવી જરૂરી છે. આ ફિલ્મમાં એવી ઘટનાનો ઉલ્લેખ થયો છે જેના વિશે સૌકોઈએ થોડું-થોડું વાંચ્યું છે, પણ એ અનુભવની તીવ્રતાનો સાક્ષાત્કાર આ ફિલ્મથી થાય છે અને એ બહુ જરૂરી પણ હતું. લવ-જેહાદની વાતો સૌકોઈએ કરી અને અનેક જાગ્રત સંસ્થાએ એનો વિરોધ કર્યો, પણ એ બધા વચ્ચે એક વર્ગ એવો પણ બહાર આવ્યો જેણે એવો દેખાવ કર્યો કે આ પૉલિટિકલ એજન્ડાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ છે. એક વાત યાદ રાખજો કે દરેક ફિલ્મ મનોરંજન માટે નથી હોતી. કેટલીક ફિલ્મ જાગૃતિ માટે હોય છે, તો કેટલીક ફિલ્મ ઇતિહાસને એક ચોક્કસ નજરથી દેખાડવાની પ્રક્રિયા કરતી હોય છે. ‘ધ કેરલ સ્ટોરી’, ‘કશ્મીર ફાઇલ્સ’ અને ‘તાશ્કંદ ફાઇલ્સ’ એવી જ ફિલ્મો છે જે તૈયાર કરવામાં આવેલા ખોટા ઇતિહાસને ખુલ્લો પાડે છે અને સંતાડી રાખવામાં આવ્યું હતું એ સત્ય સૌની સામે લાવે છે. અગાઉ કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે સર્જનાત્મકતા બહુ જવાબદારીવાળું પદ છે અને આ પદનો જ્યારે પણ ઉપયોગ થતો હોય છે ત્યારે લેશમાત્ર બેજવાબદારી ચલાવી લેવામાં આવતી નથી, આવવી પણ ન જોઈએ. તમે લેખક હો તો પણ તમને આ વાત લાગુ પડે અને તમે ફિલ્મકાર હો તો પણ તમને આ જ વાત લાગુ પડે. કવિતાનું સર્જન કરનારા કવિઓને પણ આ જ વાત સ્પર્શે અને ક્રાન્તિ લાવનારા ક્રાન્તિકારીને પણ આ જ વાત સ્પર્શે છે. ‘ધ કેરલ સ્ટોરી’ માત્ર અને માત્ર ફિલ્મ નથી. એ એક એવી ઘટનાનો તલસ્પર્શી અહેવાલ છે જેની પીડા અનેકાનેક લોકો ભોગવી ચૂક્યા છે અને એનું પુનરાવર્તન ન થાય એવા ઉમદા ભાવથી જ આ તથા આ પ્રકારની ફિલ્મનું સર્જન થતું હોય છે. હવે નક્કી તમારે કરવાનું છે. તમે ઘટનાનું પુનરાવર્તન ઇચ્છો છો કે પછી બસ, અહીં જ અટકી જવા માગો છો.
અસ્તુ.

columnists manoj joshi the kerala story