મારી ફિયોન્સીનાં સ્તન બહુ નાના છે, મને ઉત્તેજના નહીં આવે તો?

23 November, 2020 03:07 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારી ફિયોન્સીનાં સ્તન બહુ નાના છે, મને ઉત્તેજના નહીં આવે તો?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- હું ૨૭ વર્ષનો છું અને મારાં અરેન્જ્ડ મૅરેજ મમ્મીએ પસંદ કરેલી ૧૯ વર્ષની છોકરી સાથે થવાનાં છે. સગાઈ પહેલાં જ અમે એક-બે વાર સાથે બહાર ફરવા ગયાં છીએ. દેખાવે ખૂબ જ સુંદર, ગોરી અને સુશીલ છે. જોકે તેનો ચેસ્ટનો ઉભાર ખૂબ ઓછો છે. ટીનેજમાં મારી સેક્સ્યુઅલ ફૅન્ટસી દરમ્યાન મને હંમેશાં મોટાં સ્તનવાળી સ્ત્રીઓ પ્રત્યે વધુ આકર્ષણ થયું છે. મે હંમેશાં એકદમ ભરાવદાર બ્રેસ્ટ્સ ધરાવતી ગર્લની કલ્પના કરીને જ મૅસ્ટરબેશન કર્યું છે. મારી સમસ્યા એ છે કે જ્યારે પણ હું આ છોકરી કે જેની સાથે મારા લગ્ન થવાનાં છે તેની સાથે ઇન્ટિમસીની કલ્પના કરું છું તો બહુ ઉત્તેજના નથી આવતી. અમારી વચ્ચે ઉંમરના ભેદને કારણે વિચારોની બાબતમાં પણ ઘણા મતભેદો છે. શું મારે આગળ વધવું જોઈએ? શું બ્રેસ્ટ મોટાં કરવાની કોઈ દવા કે મલમથી આકર્ષક ફિગર બનાવી શકાય ખરું?
જવાબ- તમારે આ યુવતી સાથે આગળ વધવું જોઈએ કે કેમ એનો નિર્ણય માત્ર કોઈ અંગ-ઉપાંગની સાઇઝ પરથી નક્કી ન કરાય. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સ્ત્રીનાં સ્તન નાનાં હોય કે મોટાં એનાથી સ્ત્રીની ઉત્તેજિત થવાની ક્ષમતામાં કે સેક્સનું સુખ આપી શકવાની ક્ષમતામાં કોઈ ફરક નથી પડતો. હા, તમને મોટાં સ્તન જોવાનું વધુ ગમતું હોય અને વધુ ઉત્તેજના આવતી હોય એવું બની શકે છે. જોકે એ પણ એક માનસિક કન્ડિશનિંગ જ છે. તમે પહેલેથી જ મોટાં સ્તનવાળી યુવતીની કલ્પના કરી છે એટલે તમને એ ગમે છે એમાં કશું ખોટું પણ નથી. ઇન ફૅક્ટ, સાયન્સ કહે છે કે જે સ્ત્રીનાં સ્તન નાનાં હોય છે તેઓ ઝડપથી ઉત્તેજિત થાય છે.
સ્તનને મોટાં કરવાનો દાવો કરતી તમામ પ્રોડક્ટ્સ કોઈ જ અસર નથી કરતી. બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટ માટેની સર્જરી કરાવી શકાય, પરંતુ એની ઘણી આડઅસરો હોય છે. માટે જ શક્ય હોય તો ઉપરની વાત સમજવાની કોશિશ કરીને હસ્તમૈથુન દરમ્યાન તમારા આ કન્ડિશનિંગને બદલવાની કોશિશ કરો. ધારો કે તમારા માટે જીવનસાથીના અન્ય ગુણો કરતાં બ્રેસ્ટની સાઇઝ મોટો ઇશ્યુ હોય તો પહેલેથી જ બીજી વાર વિચાર કરી લો.

sex and relationships columnists dr ravi kothari