ત્રણ મહિનાના લગ્નમાં જ પત્ની પ્રેગનેન્ટ છે, હવે સેક્સલાઇફ અટકી ગઇ છે

27 November, 2020 04:08 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ત્રણ મહિનાના લગ્નમાં જ પત્ની પ્રેગનેન્ટ છે, હવે સેક્સલાઇફ અટકી ગઇ છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારાં લગ્નને હજી ત્રણ જ મહિના થયા છે અને મારી વાઇફ પ્રેગ્નન્ટ છે. હજી તો હું હનીમૂન પર પણ ગયા નથી અને ત્યાં પ્રેગ્નન્સીને કારણે ફિઝિકલ રિલેશન્સ પર પાબંદી આવી ગઈ છે. આમેય અમારાં લગ્ન લૉકડાઉનમાં થયાં એટલે અમને હજી ઑફિશ્યલ હનીમૂન પર જવાનો સમય મળ્યો નથી. અમે જસ્ટ લોનાવલા ફરવા ગયેલાં ત્યારે મારી વાઇફ ખૂબ જ રમતિયાળ અને ઍક્ટિવ હતી, પણ પ્રેગ્નન્સીની જાણ થયા પછી હવે સમાગમની ના પાડે છે. કહે છે કે આવા સમયે બાળકની હેલ્થને ધ્યાનમાં રાખીને દૂર જ રહેવું સારું. મને હતું કે હજી તો થોડોક સમય એન્જૉય કરીશું પછી બાળક પ્લાન કરીશું. જોકે અત્યારે તો પત્ની સાથ આપવા જ તૈયાર નથી એટલે હું હસ્તમૈથુન કરીને સંતોષ મેળવી લઉં છું

સવાલ ઃ મારાં લગ્નને હજી ત્રણ જ મહિના થયા છે અને મારી વાઇફ પ્રેગ્નન્ટ છે. હજી તો હું હનીમૂન પર પણ ગયા નથી અને ત્યાં પ્રેગ્નન્સીને કારણે ફિઝિકલ રિલેશન્સ પર પાબંદી આવી ગઈ છે. આમેય અમારાં લગ્ન લૉકડાઉનમાં થયાં એટલે અમને હજી ઑફિશ્યલ હનીમૂન પર જવાનો સમય મળ્યો નથી. અમે જસ્ટ લોનાવલા ફરવા ગયેલાં ત્યારે મારી વાઇફ ખૂબ જ રમતિયાળ અને ઍક્ટિવ હતી, પણ પ્રેગ્નન્સીની જાણ થયા પછી હવે સમાગમની ના પાડે છે. કહે છે કે આવા સમયે બાળકની હેલ્થને ધ્યાનમાં રાખીને દૂર જ રહેવું સારું. મને હતું કે હજી તો થોડોક સમય એન્જૉય કરીશું પછી બાળક પ્લાન કરીશું. જોકે અત્યારે તો પત્ની સાથ આપવા જ તૈયાર નથી એટલે હું હસ્તમૈથુન કરીને સંતોષ મેળવી લઉં છું. શું નવ મહિના સુધી આમ જ થશે? પ્રેગ્નન્સીમાં સેક્સ કરવું હિતાવહ છે કે નહીં?
જવાબ ઃ પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના ખૂબ જ અગત્યના હોય છે. આ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હૉર્મોનલ ચેન્જિસ થાય છે અને એને કારણે તેને મૉર્નિગ સિકનેસ અને ડિપ્રેશન જેવાં લક્ષણો દેખાય છે. પ્રથમ ત્રણ મહિના પૂરા થયા પછી શરીર એ હૉર્મોન્સ સાથે સેટ થઈ જાય છે.
બની શકે કે તમારી પત્નીને અત્યારે હૉર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે સેક્સમાં રસ નહીં પડતો હોય. એવું કહેવાય છે કે પ્રેગ્નન્સીમાં માત્ર પત્નીએ જ નહીં, પતિએ પણ માનસિક રીતે પત્નીને સાથ આપવો જોઈએ. તમે હસ્તમૈથુન કરીને સંતોષ મેળવી લો છો એ ખૂબ સારી નિશાની છે.
તમારે જો સમાગમમાં રાચવું હોય તો તમારી પત્નીના ગાયનેકોલૉજિસ્ટની સલાહ જરૂર લો. જો પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લિકેશન્સ હોય અને પત્નીને સંપૂર્ણ આરામ કરવાનું કહેવામાં આવ્યું હોય તો સેક્સ અવૉઇડ કરવું જ બહેતર રહેશે. બાકી, હૉર્મોન્સ સંતુલન આવતાં સેક્સની ડિઝાયર પણ નૉર્મલ થઈ જશે. જોકે પ્રેગ્નન્સી દરમ્યાન જ્યારે પણ તમે સંભોગ કરો ત્યારે પત્નીના પેટ પર વજન ન આવે કે દબાણ ન અનુભવાય એવી પોઝિશન્સ જ અપનાવો. ફીમેલ સુપિરિયર અથવા તો ડૉગી પોઝિશનથી પેટ દબાતું નથી કે ભાર નથી આવતો અને સ્ત્રીને પણ ડિસકમ્ફર્ટ નથી અનુભવાતી. જોકે એ પણ પત્નીના ગાયનેકોલૉજિસ્ટની પરવાનગી લઈને પછી જ.

જવાબ- પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના ખૂબ જ અગત્યના હોય છે. આ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હૉર્મોનલ ચેન્જિસ થાય છે અને એને કારણે તેને મૉર્નિગ સિકનેસ અને ડિપ્રેશન જેવાં લક્ષણો દેખાય છે. પ્રથમ ત્રણ મહિના પૂરા થયા પછી શરીર એ હૉર્મોન્સ સાથે સેટ થઈ જાય છે.
બની શકે કે તમારી પત્નીને અત્યારે હૉર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે સેક્સમાં રસ નહીં પડતો હોય. એવું કહેવાય છે કે પ્રેગ્નન્સીમાં માત્ર પત્નીએ જ નહીં, પતિએ પણ માનસિક રીતે પત્નીને સાથ આપવો જોઈએ. તમે હસ્તમૈથુન કરીને સંતોષ મેળવી લો છો એ ખૂબ સારી નિશાની છે.
તમારે જો સમાગમમાં રાચવું હોય તો તમારી પત્નીના ગાયનેકોલૉજિસ્ટની સલાહ જરૂર લો. જો પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લિકેશન્સ હોય અને પત્નીને સંપૂર્ણ આરામ કરવાનું કહેવામાં આવ્યું હોય તો સેક્સ અવૉઇડ કરવું જ બહેતર રહેશે. બાકી, હૉર્મોન્સ સંતુલન આવતાં સેક્સની ડિઝાયર પણ નૉર્મલ થઈ જશે. જોકે પ્રેગ્નન્સી દરમ્યાન જ્યારે પણ તમે સંભોગ કરો ત્યારે પત્નીના પેટ પર વજન ન આવે કે દબાણ ન અનુભવાય એવી પોઝિશન્સ જ અપનાવો. ફીમેલ સુપિરિયર અથવા તો ડૉગી પોઝિશનથી પેટ દબાતું નથી કે ભાર નથી આવતો અને સ્ત્રીને પણ ડિસકમ્ફર્ટ નથી અનુભવાતી. જોકે એ પણ પત્નીના ગાયનેકોલૉજિસ્ટની પરવાનગી લઈને પછી જ.

sex and relationships columnists dr ravi kothari