શીઘ્રસ્ખ્લનની સમસ્યા રહે છે, શું કરું?

04 August, 2020 02:18 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

શીઘ્રસ્ખ્લનની સમસ્યા રહે છે, શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૪૬ વર્ષ છે. પારિવારિક જીવન સારું છે, પરંતુ હમણાંથી શીઘ્રસ્ખ્લનની સમસ્યા રહે છે. સમાગમ પહેલાંના સંવનનમાં સારોએવો સમય વિતાવું છુ એટલે પત્ની સંતુષ્ટ થઈ જાય છે, પણ મારું સ્ખલન વહેલું થવાથી સંતોષ નથી મળતો. તમારી કૉલમમાં વાંચીને જાણ્યું હતું કે ડૅપોક્સિટિન લેવાથી સ્ખલન લંબાય છે. મારા ફૅમિલી-ડૉક્ટરને પૂછ્યું તો તેમણે પણ લઈ શકાય એવું કહેલું. તેમણે મને ૩૦ મિલીગ્રામ પાવરની ગોળી લખી આપેલી. ગોળી લીધા પછી સમાગમના સમયમાં સારોએવો ફરક પડે છે અને ફાયદો થાય છે. જોકે સમસ્યા એ છે કે ક્યારેક ગોળી લઈ લીધી હોય અને પછી કોઈક કારણોસર ઇન્ટિમસી શક્ય ન બને. એ વખતે પછી ગોળીની આડઅસર ન થાય એ માટે હું હસ્તમૈથુન કરી લઉં છું. મારે જાણવું એ છે કે ગોળી લીધા પછી જો મૈથુન કે હસ્તમૈથુન ન કરીએ તો કોઈ તકલીફ થાય? દવા લીધા પછી બહુ બાગાસાં આવે છે અને ક્યારેક ગૅસ થઈ ગયો હોય એવું લાગે છે. આવું બે-ત્રણ વાર બની ચૂક્યું છે એટલે જાણવું છે કે આવી આડઅસર થાય ખરી? બીજું, આયુર્વેદિક અને હર્બલ દવાઓથી કોઈ કાયમી ઉકેલ મળે? 

જવાબ: તમે શીઘ્રસ્ખલન માટે ડૅપોક્સિટિન જરૂર લઈ શકો છો. એની લાંબા ગાળે કોઈ ખાસ માઠી અસરો જોવા નથી મળી. ધારો કે ગોળી લીધા પછી સમાગમ ન કરવામાં આવે તો કોઈ જ ચિંતાનું કારણ નથી. આમેય આ ડ્રગ યુરિન વાટે નીકળી જ જતું હોય છે. આ કોઈ શુગર કે કૅલરી જેવું નથી કે એક વાર પેટમાં નાખો એ પછી એટલી કૅલરી બળે એટલું કામ ન કરવામાં આવે તો એ શરીરમાં જ સંઘરાઈ રહે. કોઈ પણ ડ્રગની જેમ એના અવશેષો અમુક સમય પછી યુરિન વાટે નીકળી જ જાય છે.

આયુર્વેદના નામે મળતી હર્બલ દવાઓમાં ઘણી વાર અફીણ કે મેટલ ભસ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ઇન ફૅક્ટ, તમે હેલ્ધી જીવનશૈલી કેળવશો અને ઍન્ગ્ઝાયટી કન્ટ્રોલ કરશો તો આપમેળે દવા વિના પણ સારું થઈ શકે છે. જો મનમાં શીઘ્રસ્ખલનને લઈને કોઈ ઍન્ગ્ઝાયટી હોય તો પહેલાં રિલૅક્સ થવાનો પ્રયત્ન કરો.

sex and relationships columnists dr ravi kothari