28 August, 2023 10:25 AM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર
આ જે પ્રશ્ન છે એનો જવાબ જો તમારે જાણવો હોય તો એ તમને જાણવા મળશે સ્નેહ દેસાઈ પાસેથી. આ ગુજરાતી છોકરાને મળો ત્યારે તમે તેનાથી ભારોભાર પ્રભાવ િત થઈ જાઓ, પણ જો તમે તેને સાંભળવાનું શરૂ કરો તો તમે ચોક્કસપણે પેલા પાઇડપાઇપરની સ્ટોરીમાં આવતા ઉંદરની જેમ તેની પાછળ ફરતા થઈ જાઓ! તે લાઇફ-કોચ છે, તે બિઝનેસ-કોચ છે, તે મોટિવેશનલ સ્પીકર છે, તે ઑન્ટ્રપ્રનર પણ છે અને એ બધાથી પણ ચાર ચાસણી ચડે એવી જો કોઈ ક્વૉલિટી હોય તો સ્નેહ દેસાઈ ગ્રાઉન્ડ-ટુ-અર્થ છે. તેની સાથે વાત કરતી વખતે તમને તે આપણા ઘરનો ગુજ્જુ છોકરો લાગે. દરિયા જેવા ઘૂઘવાતા ઉત્સાહથી ભરપૂર અને સાથોસાથ પર્વત જેવો અડીખમ પણ એવો જ.
સ્નેહે છેલ્લા થોડા સમયથી બિઝનેસ-કોચ તરીકે ગ્રોથ સમિટ શરૂ કરી છે. આ સમિટની મોટામાં મોટી ખાસિયત એ છે કે ત્રણ દિવસની તેની સમિટમાં અલગ-અલગ ઇન્ડસ્ટ્રીના ધુરંધરો પણ હોંશભેર ભાગ લે છે. મુંબઈની સમિટમાં કોણ આવવાનું છે એ જ્યારે જાણ્યું ત્યારે મોઢું ખુલ્લું રહી ગયું હતું અને આંખો ફાટી ગઈ હતી. એ નામ તમારી સામે પણ મૂકવાનાં છે, પણ સમય આવે ત્યારે. અત્યારે આપણે વાત કરવાની છે સ્નેહ દેસાઈની સમિટના ઉદ્દેશની.
સ્નેહ માને છે કે તમે એવા જ બનતા હો છો જે પાંચ વ્યક્તિ તમારી આસપાસ રહેતી હોય. જો આ સત્ય છે તો તમારે એ સર્કલ તોડવું જોઈએ અને એ સર્કલ તોડવાની તક સ્નેહ દેસાઈ પોતાની સમિટમાં સૌને આપે છે. ગુજરાતી જન્મજાત બિઝનેસમૅન છે અને એટલે જ તે ઇચ્છે કે સૌકોઈ બિઝનેસમૅન બને, પણ સ્નેહ દેસાઈ આ આખી વાતને એક સ્ટેપ આગળ લઈ જઈને મૂકે છે. સ્નેહ કહે છે કે બિઝનેસમૅન હોવું અને દુનિયાભરમાં ખ્યાતનામ હોઈએ એવા બિઝનેસમૅન હોવું એ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે. આપણે ઇન્ડ િયન ક્યાંક ને ક્યાંક સૅટિસ્ફૅક્શન કે સંતોષની લક્ષ્મણરેખા પર આવીને ઊભા રહી જઈએ છીએ, જેને લીધે આપણે બેસ્ટ બિઝનેસમૅનથી આગળ વધવાની દિશા છોડી દઈએ છીએ. એવું ન બને અને આપણે પણ દુનિયાભરમાં નામના કમાઈએ અને સાથોસાથ દેશ તથા દેશની ઇકૉનૉમીમાં કશુંક વજનદાર કામ કરીએ એ જોવાનું કામ કોઈએ કરવાનું હતું. મને લાગ્યું કે આ કોઈને શોધવા કરતાં બહેતર છે કે એ કામ હું જ શરૂ કરું અને બસ, આમ બિઝનેસ સમિટનો આઇડિયા આકાર લેવાનો શરૂ થયો.
યોગગુરુ બાબા રામદેવે એક વખત કહ્યું હતું કે હું શરીરના યોગ સાથે જોડાયેલો છું, પણ સ્નેહ મનના યોગ સાથે જોડાયેલો છે. તેને મળ્યા પછી એટલું સમજાય કે આપણે કંઈક પર્પઝ સાથે આ જમીન પર આવ્યા છીએ અને એ પર્પઝ પૂરો કરવા માટે મહેનત કરવાની છે. સ્નેહ દેસાઈ સાથે જોડાયેલી કંપનીઓનાં નામ સાંભળો તો પણ તમને પરસેવો છૂટી જાય. અમેરિકન કંપની પણ સ્નેહ દેસાઈની સેવા લે છે તો ભારતના જાયન્ટ્સ પણ સ્નેહને પોતાના બોર્ડ પર રાખે છે અને એનું કારણ પણ છે. ગુજ્જુથી બેસ્ટ કોઈ બિઝનેસમૅન હોઈ ન શકે અને આ ગુજ્જુ તો એકેએક ઇન્ડ િયનને બ િઝનેસમૅન બનાવવાના હેતુથી કામ કરે છે.
હૅટ્સ ઑફ સ્નેહ.