બિગ થ્રી જેવી કોઈ વાત નથી

26 November, 2020 04:33 PM IST  |  Dubai | PTI

બિગ થ્રી જેવી કોઈ વાત નથી

ગ્રેગ બારક્લે

આઇસીસીના નવા ચૅરમૅન તરીકે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડના હેડ ગ્રેગ બારક્લે ચૂંટાઈ આવ્યા છે. મંગળવારે થયેલી ચૂંટણીમાં તેમણે સિંગાપોરના ઇમરાન ખ્વાજાને હરાવ્યા હતા. ભારતના શશાંક મનોહર નિવૃત્ત થતાં બારક્લે નવા ચૅરમૅન બન્યા છે. તેમના મતે બિગ થ્રી જેવા કન્સેપ્ટનું અસ્તિત્વ જ નથી. તેઓનું દૃઢપણે માનવું છે કે દ્વિપક્ષીય અને આઇસીસી ઇવેન્ટ શાંતિપૂર્ણ રીતે રમતના ઇકોસિસ્ટમને મદદ કરી શકે છે. બિગ થ્રી એ એક એવી વ્યવસ્થા છે જેમાં ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વૈશ્વિક સંસ્થા આઇસીસીની આવકમાંથી મોટો હિસ્સો કમાઈ શકે એવી શક્યતા હતી.
આઇસીસીની વેબસાઇટમાં પોસ્ટ કરેલા એક વિડિયોમાં તેમણે કહ્યું હતું કે ‘મીડિયામાં એવી ગેરસમજણ પ્રવર્તી રહી છે કે હું વિશ્વના અન્ય ઇવેન્ટની તુલનાએ દ્વિપક્ષીય ક્રિકેટનો હિમાયતી છું. એ સાચું છે કે હું દ્વિપક્ષીય ક્રિકેટનો હિમાયતી છું, પણ એ વિશ્વના તમામ દેશોના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે.’

cricket news columnists