મુંબઈની સૌપ્રથમ હોલસેલ માર્કેટ જ્યાં તમે જે માગો એ મળશે

26 October, 2024 02:18 PM IST  |  Mumbai | Kajal Rampariya

ભારતની આ સૌથી જૂની માર્કેટના હેરિટેજ સ્ટ્રક્ટરથી માંડીને એ ક્યારે બની એના ઇતિહાસની રોચક વાતો જાણીએ

ભારતની આ સૌથી જૂની માર્કેટ

બ્રિટિશકાળમાં બનેલી આ આઇકૉનિક માર્કેટ આમ તો બારેમાસ ધમધમે છે, પણ દિવાળીમાં તો એની રોનક વધી જાય છે. લગભગ ૬૦,૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં ૧૨૦૦ જેટલી દુકાનો ધરાવતી આ માર્કેટ આજે પણ યુનિક, ઇમ્પોર્ટેડ અને હોલસેલ ચીજો માટે ઇમ્પોર્ટન્ટ હબ છે. ભારતની આ સૌથી જૂની માર્કેટના હેરિટેજ સ્ટ્રક્ટરથી માંડીને એ ક્યારે બની એના ઇતિહાસની રોચક વાતો જાણીએ

તળ મુંબઈની બ્રિટિશકાલીન ઇમારતો પણ મુંબઈના આકર્ષણનું કેન્દ્ર છે. શહેરમાં પ્લાનિંગ કરીને બનાવવામાં આવેલી ૧૫૪ વર્ષ જૂની સૌથી પહેલી ક્રૉફર્ડ માર્કેટ મુંબઈની જ નહીં, ભારતની સૌથી મોટી માર્કેટોમાંની એક છે. શહેરની પહેલી સૌથી જૂની માર્કેટ આમ તો બારેમાસ ધમધમતી હોય છે, પણ વારતહેવારે લોકો ખાસ આ માર્કેટમાં દૂર-દૂરથી શૉપિંગ કરવા આવે છે અને એ સમયના નજારાને જોવા ટૂરિસ્ટો માર્કેટની મુલાકાતે આવતા હોય છે. આ એક જ જગ્યાએ શાકભાજી અને ફળોથી માંડીને ઘરનો સામાન મળી રહે છે અને દિવાળીમાં તો પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી એટલી ભીડ હોય છે. સાઉથ મુંબઈના CSMT રેલવે-સ્ટેશનની નજીક આવેલી ક્રૉફર્ડ માર્કેટ જેટલી પ્રસિદ્ધ છે એટલો જ રોચક એનો ઇતિહાસ પણ છે. તો ચાલો વિન્ટેજ વાઇબ્સ આપતી માર્કેટ વિશે વધુ જાણીએ.

માર્કેટ બનાવવા પાછળનું કારણ

બ્રિટિશકાળમાં કલકત્તા બાદ મુંબઈનું મહત્ત્વ વધ્યું હોવાથી ૧૮૬૫માં BMC એટલે કે બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના થઈ હતી. એ સમયે રોજિંદા જીવન માટે જરૂરી રૅશન લેવા દૂર જવું પડતું હતું. રોજબરોજના જીવનમાં વપરાતી ચીજો એક જ જગ્યાએ મળી રહે એ માટે એક માર્કેટ બનાવવાનો વિચાર પાલિકાના પહેલા કમિશનર આર્થર ક્રૉફર્ડને આવ્યો હતો. તેથી આ માર્કેટનું નામ ક્રૉફર્ડ માર્કેટ રખાયું હતું. ફળ-શાકભાજીની સાથે કરિયાણાંનો સામાન અને કિચનવેઅર અને સ્ટેશનરીથી લઈને કપડાં સુધીની તમામ ચીજો એક જ જગ્યાએ મળી રહે એ રીતે માર્કેટ બનાવવામાં આવી હતી. માર્કેટના કન્સ્ટ્રક્શનનું કામ તો ૧૮૬૯ સુધીમાં જ થઈ ગયું હતું. પાલિકા સંચાલિત આ માર્કેટને લોકો માટે ૧૮૭૧ની સાલમાં ખુલ્લી મુકાઈ હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે. બૉમ્બેની પ્રમુખ માર્કેટ ગણાતી ક્રૉફર્ડ માર્કેટમાં દૂર-દૂરથી લોકો ટૅક્સી અને બળદગાડાં લઈને આવતા અને આખા મહિનાનો સામાન ભરીને લઈ જતા હતા. ક્રૉફર્ડ માર્કેટ શરૂ થવાથી અહીંના લોકોને સરળતાથી જરૂરિયાતની ચીજો મળી જતી હતી. મુખ્યત્વે આ માર્કેટ ફળ અને કરિયાણાંની હોલસેલ માર્કેટ જ હતી. પહેલેથી જ એની લોકપ્રિયતા અકબંધ હોવાથી આ જગ્યા વેપાર માટે ઓછી પડતી હતી. પરિણામે ૧૯૭૭માં APMCની સ્થાપના થઈ અને ૧૯૯૬ સુધીમાં મોટા ભાગના હોલસેલ વેપારીઓ ત્યાં શિફ્ટ થઈ
ગયા. એમ છતાં ક્રૉફર્ડ માર્કેટની પૉપ્યુલરિટીમાં કોઈ ફરક પડ્યો નથી. એક વ્યક્તિને બધી જ ચીજો એક જ સ્થળેથી મળે એ હેતુથી ક્રૉફર્ડ માર્કેટની આજુબાજુની ગલીઓમાં અન્ય નાની-મોટી માર્કેટ પણ શરૂ થઈ. એમાં મંગલદાસ માર્કેટ અને ઝવેરીબજાર ઉપરાંત અબ્દુલ રહેમાન સ્ટ્રીટ અને કાલબાદેવી વિસ્તારમાં પણ માર્કેટ શરૂ થઈ અને સાઉથ મુંબઈ હેરિટેજ સ્પૉટની સાથે માર્કેટહબ પણ બની ગયું.

આર્કિટેક્ચર વિશે જાણવા જેવું

મુંબઈ પોલીસના ઇતિહાસકાર અને પીઢ લેખક દીપક રાવ ક્રૉફર્ડ માર્કેટના આર્કિટેક્ચર અંગેની ખાસિયત જણાવતાં કહે છે, ‘ક્રૉફર્ડ માર્કેટની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ચર વિલિયમ ઇમર્સને તૈયાર કરી હતી. આ માર્કેટનું હેરિટેજ બિલ્ડિંગ આશરે ૫૯,૩૬૩ ચોરસફુટ વિસ્તારમાં ફેલાયેલું છે. કુર્લા સ્ટોન અને રેડ સ્ટોનનો ઉપયોગ કરીને વિક્ટોરિયન ગૉથિક આર્કિટેક્ચરની સ્ટાઇલમાં એ બનાવાયું છે. બિલ્ડિંગમાં ઉપર ૧૫ મીટર ઊંચી સ્કાયલાઇટ બનાવવામાં આવી છે જે સૂર્યપ્રકાશની મદદથી બજારને રોશની આપે છે. મેઇન ડિઝાઇનમાં ત્રણ પ્રવેશદ્વારના દરવાજાનો સમાવેશ થાય છે. એમાં રોજિંદા જીવનને દર્શાવતી કોતરણીવાળી પૅનલ માટેની જગ્યા હતી. બે પૅનલમાં આર્કિટેક્ટ જૉન લોકવુડ કિપલિંગે કરી હતી. એમાં કામદારોની છબિ દર્શાવાઈ છે. જોકે બાદમાં ભારત સ્વતંત્ર થતાં ત્રીજી પૅનલ પરનું કામ અધૂરું રહી ગયું હતું. આ માર્કેટની હેરિટેજ ઇમારતમાં ૫૦૦ કરતાં વધુ દુકાનો છે ત્યારે ધીરે-ધીરે એનું એક્સપાન્શન થતું ગયું અને આજે ક્રૉફર્ડ માર્કેટ અંતર્ગત ૧૨૦૦ કરતાં વધુ દુકાનો આવેલી છે.’

માર્કેટની આજ

CSMT સ્ટેશન અને પોલીસ-કમિશનરના હેડક્વૉર્ટરની નજીક આવેલી ક્રૉફર્ડ માર્કેટ શરૂઆતથી જ આટલી પૉપ્યુલર રહી છે. અત્યારે એનો સમાવેશ ભારતની સૌથી મોટી માર્કેટ્સની યાદીમાં થાય છે ત્યારે આજે એ જરૂરિયાતની ચીજો ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ અને ચૉકલેટ્સ જેવી ઇમ્પોર્ટેડ આઇટમ્સ તથા યુનિક હોમ ડેકોર, કૉસ્મેટિક આઇટમ્સ અને સ્ટેશનરી પ્રોડક્ટ્સ તથા પૅકેજિંગ માટેનું હબ બની ગઈ છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર આ માર્કેટમાં થાય છે. અહીં ઓછી કિંમતમાં અલગ-અલગ વરાઇટીનો સામાન ખરીદી શકાય છે. આ ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડી બૅગ્સ અને પેટ શૉપ્સ પણ આ માર્કેટનું આકર્ષણ રહ્યું છે. સમયના હિસાબે પેઢી-દર-પેઢી મૅનેજમેન્ટમાં સુધારાવધારા થવા સ્વાભાવિક છે અને માર્કેટની લોકપ્રિયતા દેશમાં જ નહીં, વિદેશમાં પણ જોવા મળી રહી છે. અહીં વેચાતી પ્રોડક્ટ્સનો વેપાર લંડન, અમેરિકા અને ગલ્ફના દેશો સુધી થાય છે. આમ તો ગમે ત્યારે માર્કેટમાં જશો તો ભીડ જોવા મળશે જ, પણ ખાસ કરીને ગણેશોત્સવ અને દિવાળી દરમ્યાન આ માર્કેટ ફુલ સ્વિંગમાં બિઝી હોય છે.

માર્કેટનું મૅનેજમેન્ટ ટફ ટાસ્ક

મુંબઈની આટલી મોટી માર્કેટમાં મોટા પાયે વેપાર થાય છે ત્યારે એનું વ્યવસ્થાપન કરવું ટફ ટાસ્ક છે એમ જણાવતાં પાલિકા પ્રશાસન દ્વારા સંચાલિત ક્રૉફર્ડ માર્કેટના માર્કેટ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર મળયે કહે છે, ‘આખી માર્કેટમાં ૧૨૦૦ કરતાં વધુ દુકાનો આવેલી છે. ગ્રાહકો અને દુકાનદારોને કોઈ પ્રકારની તકલીફ ન થાય એ માટેનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી હોય છે. ફેઝ વનમાં મુખ્યત્વે ડ્રાયફ્રૂટ્સ, ચૉકલેટ્સ, ફળ અને શાકભાજી વેચાય છે. ફેઝ ટૂનું કામ ચાલુ છે જે પાછળની બાજુએ આવેલી છે. એનું કામ પૂરું થશે ત્યારે ગ્રાહકોને વધુ સારી સુવિધા મળશે. અમે સ્વસ્છતાના આગ્રહી હોવાથી સવારે માર્કેટ ખૂલતાં પહેલાં અને રાતે માર્કેટ બંધ થતાં પહેલાં સફાઈ થાય છે. CCTV કૅમેરાથી દરેક પ્રકારની ઍક્ટિવિટી પર બાજનજર રાખવામાં આવે છે જેથી માર્કેટ એરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.’

માર્કેટમાં ઇમ્પોર્ટેડ આઇટમ્સનો દબદબો : રત્નાકર કરાળે
મહાત્મા જ્યોતિબા ફુલે માર્કેટ દુકાનદાર સેવા સંસ્થાના પ્રમુખ રત્નાકર કરાળે ક્રૉફર્ડ માર્કેટમાં ફળોનો વેપાર કરે છે. ત્રણ પેઢીથી આ જગ્યાએ વેપાર કરતા અને માર્કેટની ઇંચેઇંચથી જાણકાર રત્નાકર કરાળે કહે છે, ‘અત્યારે માર્કેટમાં ઇમ્પોર્ટેડ આઇટમોનો દબદબો વધી ગયો હોવાથી શાકભાજી અને ફળોનું વેચાણ ઓછું થઈ ગયું છે, પણ અમારાં ફળોનો વેપાર ચાલે છે. મુંબઈમાં રીટેલ વેપાર પર જ અમે ફોકસ કરીએ છીએ. આ માર્કેટમાં એક જ જગ્યાએ ટિશ્યુપેપરથી લઈને ઘરનો બધો સામાન અને ખાવા-પીવાની સામગ્રી સહેલાઈથી મળી જાય છે એટલે આ માર્કેટને ઓલ્ડ સુપરમાર્કેટ કહેવી ખોટું નથી. આ જગ્યા પાલિકાની હોવાથી દુકાનદારોને અહીં લાઇસન્સ હોય તો જ જગ્યા મળે છે અને સમયસર ભાડું આપવું પડે છે. આ જ સિસ્ટમ વર્ષોથી ચાલતી આવી છે. રીસ્ટોરેશનની વાત કરીએ તો આજથી ૨૫ કે ૩૦ વર્ષ પહેલાં રૂફ ચેન્જ કર્યું હતું અને ૨૦૧૭માં રીસ્ટોરેશનનું કામ પૂરું થયું હતું. હાલમાં ક્રૉફર્ડ માર્કેટની આસપાસના દુકાનદારો માટે એક્સપાન્ડ કરેલી જગ્યામાં રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેથી આવનારા સમયમાં ગ્રાહકો અને દુકાનદારોને વધુ સારી સુવિધાઓ મળશે.’

દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સની માર્કેટમાં જબરદસ્ત તડાકો છે : સ્વર્ણા મોર્ડે
આ માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ કરતાં સ્વર્ણા મોર્ડે કહે છે, ‘અમે વર્ષોથી ફ્રૂટ્સનો જ બિઝનેસ કરીએ છીએ, પણ એ સીઝનલ હોવાથી છેલ્લાં ૧૬ વર્ષથી ડ્રાયફ્રૂટ્સનું વેચાણ પણ શરૂ કર્યું છે. પહેલાં મારા પતિ બિઝનેસનું સંચાલન કરતા હતા, પણ બે મહિના પહેલાં જ તેમનું નિધન થયું હોવાથી ત્રણ ​દુકાનોનું સંચાલન એકલા હાથે કરી રહી છું. ક્રૉફર્ડ માર્કેટમાં મારા સસરાના પિતાએ 
બિઝનેસ શરૂ કર્યો હતો અને ત્રણ પેઢીથી એ ચાલતો આવે છે. મારી દુકાનોમાં ૨૦ લોકો કામ કરે છે અને ૩૦૦થી લઈને ૩૫૦૦ રૂપિયા સુધીનાં ડ્રાયફ્રૂટ્સનાં દિવાળી સ્પેશ્યલ પૅકેટ્સ મળે છે. અમારો હોલસેલ બિઝનેસ હોવાથી નાશિક, પુણે અને દિલ્હીથી મોટા-મોટા ઑર્ડર મળે છે.

દિવાળીમાં રાત-દિવસ કામ કરીએ તોય ઓછું પડેઃ પ્રવીણ મ્હસ્કે
સાયનમાં રહેતા પ્રવીણ મ્હસ્કેએ ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગ કર્યું હોવા છતાં તે પોતાના પિતાના બિઝનેસને આગળ વધારવા ઉત્સુક હતો. ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી તેની દુકાન યુનિક પૅકેજિંગને લીધે વખણાય છે. પ્રવીણ કહે છે, ‘ક્રૉફર્ડ માર્કેટમાં ૧૯૨૩થી અમારો બિઝનેસ છે. અમે પહેલાં કેરીનો બિઝનેસ કરતા હતા અને પછી ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ ચાલુ કર્યો. હું અહીં કામ કરનારી ચોથી પેઢી છું. મારે આ બિઝનેસને એક્સપાન્ડ કરવો છે એટલે નવા-નવા આઇડિયા અને યુનિક પૅકેજિંગના અખતરા કરી રહ્યો છું. પહેલાંની સરખામણીમાં બિઝનેસની પૅટર્નની સાથે માર્કેટના મૅનેજમેન્ટમાં પણ ઘણા ફેરફાર આવ્યા છે. પેઢી બદલાશે એમ તેમની વિચારધારાને અનુરૂપ ફેરફાર થવા સ્વાભાવિક છે અને થવા પણ જોઈએ એવું મારું માનવું છે. દિવાળીના સમયે મોટી-મોટી કંપનીઓના ઑર્ડર હોય છે ત્યારે દિવસ-રાત કામ કરવું પડે છે, પણ ક્રૉફર્ડ માર્કેટમાં કામ કરવાની એક અલગ મજા છે.’

એટલી ઘરાકી છે કે શ્વાસ લેવાનોય સમય નથી : રમણીક ગાલા
અંધેરીમાં રહેતા ૬૪ વર્ષના રમણીક ગાલાના પરિવારની ક્રૉફર્ડ માર્કેટમાં ત્રણ દુકાન છે. રમણીકભાઈ આ વિશે વાત કરતાં જણાવે છે, ‘અમે કિચનવેઅર અને કેક બનાવવાનાં સાધનોની સાથે કૉસ્મેટિક પ્રોડક્ટ્સ અને ડ્રાયફ્રૂટ્સનો વેપાર કરીએ છીએ. મારા ભાઈએ અહીં દુકાન શરૂ કરી હતી. ત્યારથી ધીરે-ધીરે અમે ત્રણ બિઝનેસ શરૂ કર્યા. લોકો માર્કેટનું નામ સાંભળીને જ અહીં આવે છે. દિવાળી દરમ્યાન તો બિઝનેસ ફુલ સ્વિંગમાં ચાલે છે.’

કાજલ રામપરિયા

feedbackgmd@mid-day.com

તળ મુંબઈની બ્રિટિશકાલીન ઇમારતો પણ મુંબઈના આકર્ષણનું કેન્દ્ર છે. શહેરમાં પ્લાનિંગ કરીને બનાવવામાં આવેલી ૧૫૪ વર્ષ જૂની સૌથી પહેલી ક્રૉફર્ડ માર્કેટ મુંબઈની જ નહીં, ભારતની સૌથી મોટી માર્કેટોમાંની એક છે. શહેરની પહેલી સૌથી જૂની માર્કેટ આમ તો બારેમાસ ધમધમતી હોય છે, પણ વારતહેવારે લોકો ખાસ આ માર્કેટમાં દૂર-દૂરથી શૉપિંગ કરવા આવે છે અને એ સમયના નજારાને જોવા ટૂરિસ્ટો માર્કેટની મુલાકાતે આવતા હોય છે. આ એક જ જગ્યાએ શાકભાજી અને ફળોથી માંડીને ઘરનો સામાન મળી રહે છે અને દિવાળીમાં તો પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી એટલી ભીડ હોય છે. સાઉથ મુંબઈના CSMT રેલવે-સ્ટેશનની નજીક આવેલી ક્રૉફર્ડ માર્કેટ જેટલી પ્રસિદ્ધ છે એટલો જ રોચક એનો ઇતિહાસ પણ છે. તો ચાલો વિન્ટેજ વાઇબ્સ આપતી માર્કેટ વિશે વધુ જાણીએ.

માર્કેટ બનાવવા પાછળનું કારણ

બ્રિટિશકાળમાં કલકત્તા બાદ મુંબઈનું મહત્ત્વ વધ્યું હોવાથી ૧૮૬૫માં BMC એટલે કે બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના થઈ હતી. એ સમયે રોજિંદા જીવન માટે જરૂરી રૅશન લેવા દૂર જવું પડતું હતું. રોજબરોજના જીવનમાં વપરાતી ચીજો એક જ જગ્યાએ મળી રહે એ માટે એક માર્કેટ બનાવવાનો વિચાર પાલિકાના પહેલા કમિશનર આર્થર ક્રૉફર્ડને આવ્યો હતો. તેથી આ માર્કેટનું નામ ક્રૉફર્ડ માર્કેટ રખાયું હતું. ફળ-શાકભાજીની સાથે કરિયાણાંનો સામાન અને કિચનવેઅર અને સ્ટેશનરીથી લઈને કપડાં સુધીની તમામ ચીજો એક જ જગ્યાએ મળી રહે એ રીતે માર્કેટ બનાવવામાં આવી હતી. માર્કેટના કન્સ્ટ્રક્શનનું કામ તો ૧૮૬૯ સુધીમાં જ થઈ ગયું હતું. પાલિકા સંચાલિત આ માર્કેટને લોકો માટે ૧૮૭૧ની સાલમાં ખુલ્લી મુકાઈ હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે. બૉમ્બેની પ્રમુખ માર્કેટ ગણાતી ક્રૉફર્ડ માર્કેટમાં દૂર-દૂરથી લોકો ટૅક્સી અને બળદગાડાં લઈને આવતા અને આખા મહિનાનો સામાન ભરીને લઈ જતા હતા. ક્રૉફર્ડ માર્કેટ શરૂ થવાથી અહીંના લોકોને સરળતાથી જરૂરિયાતની ચીજો મળી જતી હતી. મુખ્યત્વે આ માર્કેટ ફળ અને કરિયાણાંની હોલસેલ માર્કેટ જ હતી. પહેલેથી જ એની લોકપ્રિયતા અકબંધ હોવાથી આ જગ્યા વેપાર માટે ઓછી પડતી હતી. પરિણામે ૧૯૭૭માં APMCની સ્થાપના થઈ અને ૧૯૯૬ સુધીમાં મોટા ભાગના હોલસેલ વેપારીઓ ત્યાં શિફ્ટ થઈ
ગયા. એમ છતાં ક્રૉફર્ડ માર્કેટની પૉપ્યુલરિટીમાં કોઈ ફરક પડ્યો નથી. એક વ્યક્તિને બધી જ ચીજો એક જ સ્થળેથી મળે એ હેતુથી ક્રૉફર્ડ માર્કેટની આજુબાજુની ગલીઓમાં અન્ય નાની-મોટી માર્કેટ પણ શરૂ થઈ. એમાં મંગલદાસ માર્કેટ અને ઝવેરીબજાર ઉપરાંત અબ્દુલ રહેમાન સ્ટ્રીટ અને કાલબાદેવી વિસ્તારમાં પણ માર્કેટ શરૂ થઈ અને સાઉથ મુંબઈ હેરિટેજ સ્પૉટની સાથે માર્કેટહબ પણ બની ગયું.

આર્કિટેક્ચર વિશે જાણવા જેવું

મુંબઈ પોલીસના ઇતિહાસકાર અને પીઢ લેખક દીપક રાવ ક્રૉફર્ડ માર્કેટના આર્કિટેક્ચર અંગેની ખાસિયત જણાવતાં કહે છે, ‘ક્રૉફર્ડ માર્કેટની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ચર વિલિયમ ઇમર્સને તૈયાર કરી હતી. આ માર્કેટનું હેરિટેજ બિલ્ડિંગ આશરે ૫૯,૩૬૩ ચોરસફુટ વિસ્તારમાં ફેલાયેલું છે. કુર્લા સ્ટોન અને રેડ સ્ટોનનો ઉપયોગ કરીને વિક્ટોરિયન ગૉથિક આર્કિટેક્ચરની સ્ટાઇલમાં એ બનાવાયું છે. બિલ્ડિંગમાં ઉપર ૧૫ મીટર ઊંચી સ્કાયલાઇટ બનાવવામાં આવી છે જે સૂર્યપ્રકાશની મદદથી બજારને રોશની આપે છે. મેઇન ડિઝાઇનમાં ત્રણ પ્રવેશદ્વારના દરવાજાનો સમાવેશ થાય છે. એમાં રોજિંદા જીવનને દર્શાવતી કોતરણીવાળી પૅનલ માટેની જગ્યા હતી. બે પૅનલમાં આર્કિટેક્ટ જૉન લોકવુડ કિપલિંગે કરી હતી. એમાં કામદારોની છબિ દર્શાવાઈ છે. જોકે બાદમાં ભારત સ્વતંત્ર થતાં ત્રીજી પૅનલ પરનું કામ અધૂરું રહી ગયું હતું. આ માર્કેટની હેરિટેજ ઇમારતમાં ૫૦૦ કરતાં વધુ દુકાનો છે ત્યારે ધીરે-ધીરે એનું એક્સપાન્શન થતું ગયું અને આજે ક્રૉફર્ડ માર્કેટ અંતર્ગત ૧૨૦૦ કરતાં વધુ દુકાનો આવેલી છે.’

માર્કેટની આજ

CSMT સ્ટેશન અને પોલીસ-કમિશનરના હેડક્વૉર્ટરની નજીક આવેલી ક્રૉફર્ડ માર્કેટ શરૂઆતથી જ આટલી પૉપ્યુલર રહી છે. અત્યારે એનો સમાવેશ ભારતની સૌથી મોટી માર્કેટ્સની યાદીમાં થાય છે ત્યારે આજે એ જરૂરિયાતની ચીજો ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ અને ચૉકલેટ્સ જેવી ઇમ્પોર્ટેડ આઇટમ્સ તથા યુનિક હોમ ડેકોર, કૉસ્મેટિક આઇટમ્સ અને સ્ટેશનરી પ્રોડક્ટ્સ તથા પૅકેજિંગ માટેનું હબ બની ગઈ છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર આ માર્કેટમાં થાય છે. અહીં ઓછી કિંમતમાં અલગ-અલગ વરાઇટીનો સામાન ખરીદી શકાય છે. આ ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડી બૅગ્સ અને પેટ શૉપ્સ પણ આ માર્કેટનું આકર્ષણ રહ્યું છે. સમયના હિસાબે પેઢી-દર-પેઢી મૅનેજમેન્ટમાં સુધારાવધારા થવા સ્વાભાવિક છે અને માર્કેટની લોકપ્રિયતા દેશમાં જ નહીં, વિદેશમાં પણ જોવા મળી રહી છે. અહીં વેચાતી પ્રોડક્ટ્સનો વેપાર લંડન, અમેરિકા અને ગલ્ફના દેશો સુધી થાય છે. આમ તો ગમે ત્યારે માર્કેટમાં જશો તો ભીડ જોવા મળશે જ, પણ ખાસ કરીને ગણેશોત્સવ અને દિવાળી દરમ્યાન આ માર્કેટ ફુલ સ્વિંગમાં બિઝી હોય છે.

માર્કેટનું મૅનેજમેન્ટ ટફ ટાસ્ક

મુંબઈની આટલી મોટી માર્કેટમાં મોટા પાયે વેપાર થાય છે ત્યારે એનું વ્યવસ્થાપન કરવું ટફ ટાસ્ક છે એમ જણાવતાં પાલિકા પ્રશાસન દ્વારા સંચાલિત ક્રૉફર્ડ માર્કેટના માર્કેટ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર મળયે કહે છે, ‘આખી માર્કેટમાં ૧૨૦૦ કરતાં વધુ દુકાનો આવેલી છે. ગ્રાહકો અને દુકાનદારોને કોઈ પ્રકારની તકલીફ ન થાય એ માટેનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી હોય છે. ફેઝ વનમાં મુખ્યત્વે ડ્રાયફ્રૂટ્સ, ચૉકલેટ્સ, ફળ અને શાકભાજી વેચાય છે. ફેઝ ટૂનું કામ ચાલુ છે જે પાછળની બાજુએ આવેલી છે. એનું કામ પૂરું થશે ત્યારે ગ્રાહકોને વધુ સારી સુવિધા મળશે. અમે સ્વસ્છતાના આગ્રહી હોવાથી સવારે માર્કેટ ખૂલતાં પહેલાં અને રાતે માર્કેટ બંધ થતાં પહેલાં સફાઈ થાય છે. CCTV કૅમેરાથી દરેક પ્રકારની ઍક્ટિવિટી પર બાજનજર રાખવામાં આવે છે જેથી માર્કેટ એરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.’

ક્રૉફર્ડ માર્કેટ વિશે જાણવા જેવું

ઇતિહાસનાં પાનાં પર નજર ફેરવીએ તો એવું પણ કહેવાય છે કે ક્રૉફર્ડ માર્કેટનું કામ પ્રખ્યાત ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સર કાવસજી જહાંગીરે કરાવ્યું હતું અને તૈયાર થયા બાદ ૧૮૬૯માં શહેરને દાન કરી નાખી હોવાથી એનું સંચાલન પાલિકા પ્રશાસન હેઠળ થાય છે.

ભારતમાં બ્રિટિશરાજ પૂરું થયા બાદ સાર્વજનિક સ્થળો અને ઇમારતોનાં નામ બદલવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો ત્યારે ક્રૉફર્ડ માર્કેટનું નામ પણ બદલીને સમાજસુધારક મહાત્મા જ્યોતિબા ફુલે મંડઈ રાખવામાં આવ્યું હતું. જોકે
આજે પણ આ માર્કેટને લોકો ક્રૉફર્ડ માર્કેટના નામથી જ જાણે છે.

ભારતમાં કલકત્તા બાદ મુંબઈમાં પહેલી ઇલે​ક્ટ્રિસિટી ૧૮૮૨માં ક્રૉફર્ડ માર્કેટમાં શરૂ કરવામાં
આવી હતી.

બ્રિટિશ આર્કિટેક્ચરની ઓળખ ગણાતો ક્લૉક ટાવર ક્રૉફર્ડ માર્કેટની ઇમારત પર પણ બનાવાયો હતો. આજે પણ આ વિન્ટેજ આર્કિટેક્ટરને જોવા દેશ-વિદેશના સહેલાણીઓ આવે છે.

લંડનના પ્રખ્યાત આર્કિટેક્ચર જૉન લોકવુડ કિપલિંગે માર્કેટમાં પથ્થરમાંથી કોતરણી કરીને ફાઉન્ટન બનાવ્યો હતો.

હેરિટેજ બિલ્ડિંગમાં ૫૦૦ કરતાં વધુ દુકાનદારો વેપાર કરી રહ્યા છે.

ક્રૉફર્ડ માર્કેટમાં શરૂઆતથી એક જ જગ્યાએ ઘરની તમામ ચીજો મળી રહેતી હોવાથી પહેલેથી જ આ મુંબઈની મોટી માર્કેટ રહી છે અને હવે એ ભારતની સૌથી મોટી માર્કેટની યાદીમાં ગણાય છે.

columnists mumbai mumbai travel crawford market